22 નવેમ્બરનું રાશિફળ:રવિવારે વૃષભ જાતકોએ પોતાના મનના અવાજને સાંભળવો, આ સમયે ગ્રહ સ્થિતિ લાભદાયક ફળ પ્રદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

22 નવેમ્બર, રવિવારના રોજ ચંદ્રમા શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. ગ્રહ-નક્ષત્રોની આ સ્થિતિ 7 રાશિઓ માટે યોગ્ય નથી. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે મેષ, વૃષભ, મિથુન, કન્યા, ધન, કુંભ અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે અને જોબ- બિઝનેસમાં નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ છે. આથી, આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે. એ જ રીતે કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકો ગ્રહોના અશુભ પ્રભાવથી બચી જશે.

22 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે આર્થિક લાભને લગતી સારી સંભાવનાઓ બની રહી છે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રૂપથી ધ્યાન કેન્દ્રિત રાખો. પરિવાર તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં તાલમેલ પણ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.

નેગેટિવઃ- અપરિચિત વ્યક્તિઓ સાથે કોઇ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. નહીંતર તમે કોઇ નુકસાન કે ષડ્યંત્રના શિકાર થઇ શકો છો. રિસ્ક લેનાર વ્યક્તિઓથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલો તણાવ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

લવઃ- પરિવારમાં વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને શારીરિક નબળાઇ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે મનના અવાજને સાંભળો. તમને યોગ્ય સલાહ મળશે. કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. આ સમયે લાભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ અને સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખો. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરવો પણ તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- આ સમયે ભવિષ્યને લગતી યોજનાઓને ગતિ આપવા માટે ઉત્તમ નથી.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગથી ઘર તથા વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ધાર્મિક તથા અધ્યાત્મિક વિષયોની જાણકારી કરવામાં રસ રહેશે. આજે પણ થોડાં અનુભવી તથા વડીલ લોકોના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળશે. તમે જીવનને યોગ્ય રીતે જીવવા માટે થોડાં સંકલ્પ પણ કરશો.

નેગેટિવઃ- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે તમે પારિવારિક, સામાજિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. જેના કારણે માનહાનિ પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થશે નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો કર્મ તથા પુરુષાર્થ બંને મળીને તમારા માટે સફળતાદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. ઘરની સજાવટ કે સુધાર અંગે કાર્યોમાં તમારું વિશેષ ધ્યાન રહેશે. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણની કોઇ યોજના અંગે વિચાર થશે.

નેગેટિવઃ- તમારા નજીકના સંબંધીઓ કે ભાઇઓ સાથે સંબંધોમાં કોઇપણ પ્રકારે ખટાશ ઉત્પન્ન થવા દેશો નહીં. આજે કોઇપણ ડીલ ફાઇનલ કરતી વખતે તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરો.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતાં કાર્યોમાં પસાર કરો.

લવઃ- ઘરના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ જેવી સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની કોશિશ સફળ રહેશે. આવકના સ્રોતને વધારવામાં તમારું વિશેષ ધ્યાન રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો, કોઇ ખરાબ વ્યક્તિના સંપર્કમાં આવવાથી માનહાનિ જેવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય અને ધન ખર્ચ ન કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં નાનામાં નાના કામ વચ્ચે પણ પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- થોડો સમય જીવનસાથી તથા બાળકો સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું શાંતિપૂર્ણ વ્યક્તિત્વ તથા સ્વભાવ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરવામાં મદદ કરશે. અન્ય લોકો ઉપર પણ તમારો વ્યવહાર પોઝિટિવ પ્રભાવ પાડશે. બહારની ગતિવિધિઓને મજબૂત કરવા અંગે ધ્યાન આપવું.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી તમે પોતાને દૂર જ રાખો. કોઇ ખરાબ વ્યક્તિના સંપર્કમાં આવી જવાથી તમને નુકસાન થઇ શકે છે તથા અપમાનિત થવું પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે બિનજરૂરી ખર્ચ સામે આવશે

લવઃ- પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી ભાગદોડના કારણે આજે થોડું સુકૂન મેળવવાની ઇચ્છા રહેશે. તમારો થોડો સમય આધ્યાત્મિક તથા ધાર્મિક સ્થળમાં પસાર કરો. તમને આજે માનસિક શાંતિનો અનુભવ થશે.

નેગેટિવઃ- તમારા જ થોડાં સંબંધીઓ તમારી સાથે ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અપમાનજનક સ્થિતિઓ ઊભી કરી શકે છે. કોઇપણ ઉપર વધારે વિશ્વાસ કે ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં તમારા સહયોગીઓ અને કર્મચારીઓ ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ અને અધ્યાત્મમાં આસ્થા વધશે. તમે તમારી અંદર ભરપૂર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. તમારા કામ અને પરિવાર બંને વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી બંને તરફ પોઝિટિવ વાતાવરણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારા થોડાં કાર્યોમાં અણધાર્યાં કારણોને લીધે વિઘ્ન આવી શકે છે. પરંતુ આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. બાળકોને તેમના અભ્યાસ પ્રમાણે પરિણામ પ્રાપ્ત ન થવાથી માનસિક તણાવની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે સામાન્ય થઇ રહી છે.

લવઃ- ઘરમાં માંગલિક કાર્યોને તૈયારીઓ ખૂબ જ જોરદાર ચાલશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારના અસમંજસની સ્થિતિમાં ઘરના સભ્યોની સલાહ લો. તમને કોઇ યોગ્ય સમાધાન મળશે. વ્યસ્ત હોવા છતાં તમારા મિત્રો તથા સંબંધીઓ સાથે સંપર્ક જાળવી રાખો.

નેગેટિવઃ- કોઇ અપ્રિય ઘટના બનવાથી ભય જેવી સ્થિતિ મન ઉપર હાવી થઇ શકે છે. આ સમયે તમે પોતાને પોઝિટિવ જાળવી રાખો. વિદ્યાર્થીઓને પણ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં મન પ્રમાણે ઉપલબ્ધિ ન મળવાથી નિરાશા જેવી સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- તમારા કાર્યસ્થળ ઉપર કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ ન કરો.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને કાર્યક્ષમતાને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ પરેશાની રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો ઘર કે વ્યવસાયને લગતા સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે, તો આજે તે યોજના શરૂ થવાની સંભાવના છે. તમારા કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં સારી બનશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે નકારાત્મક પ્રવૃત્તિના લોકોના સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બનશે. કોઇ અપમાનજનક સ્થિતિ પણ ઊભી થઇ શકે છે. આ સમયે ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યવસાયિક ગતિવિધિઓનું ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કરો.

લવઃ- સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણાની નકારાત્મક અસર તમારા લગ્નજીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનના કારણે તાવ અને ગળું ખરાબ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવામાં તથા આર્થિક ગતિવિધિઓને મજબૂત બનાવવામાં કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- અર્થ વિના અન્યની પરેશાનીઓમાં દખલ ન કરો, તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમાં નિયંત્રણ રાખીને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- તમારા કાર્યસ્થળની આંતરિક ગતિવિધિઓ ઉપર નજર રાખો, તમારી કોઇ યોજના લીક થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ પરિસ્થિતિઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા સંતુલિત તથા પોઝિટિવ સ્વભાવ કોઇપણ પરિસ્થિતિમાં તમને વિચલિત થવા દેશે નહીં. તમે સારું તાલમેલ જાળવી રાખશો. આ કારણે તમે તમારા કાર્યોમાં સારું પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવઃ- કોઇપણ નકારાત્મક વાતનો ઉકેલ લાવવામાં ગુસ્સા અને વાણીનો પ્રયોગ ન કરો. આ સમયે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી, એટલે શાંતિથી યોગ્ય સમયની રાહ જોવી ઠીક રહેશે.

વ્યવસાયઃ- સરકારી લોકો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો, નહીંતર તમારી વ્યાપારિક ગતિવિધિઓ ઉપર અસર પડી શકે છે.

લવઃ- લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે પગમાં દુખાવો રહેશે.