તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારનું રાશિફળ:શનિવારે વૃશ્ચિક જાતકોએ વાદ-વિવાદ કે તર્ક-વિતર્ક જેવી ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ કરવો નહીં

22 દિવસ પહેલા
  • બે અશુભ યોગને કારણે વૃશ્ચિક રાશિની સમસ્યામાં વધારો થશે, રોકાણ માટે દિવસ સારો નહીં
  • મકર-કુંભ સહિત 6 રાશિ માટે મધ્યમ દિવસ, ચાર રાશિ અશુભ યોગની અસરથી બચીને રહેશે

22 મે, શનિવારના રોજ વજ્ર તથા ઉત્પાત નામના બે અશુભ યોગ બની રહ્યાં છે. આ જ કારણે અનેક જાતકોએ સંભાળીને રહેવું પડશે. વૃશ્ચિક રાશિની સમસ્યામાં વધારો થઈ શકે છે. આ સાથે જ રોકાણ માટે દિવસ સારો નથી. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, સિંહ, મકર તથા કુંભ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ છ રાશિએ કામકાજમાં ઉતાવળ કરવી નહીં અને જોખમી નિર્ણયો લેવાથી દૂર રહેવું

12માંથી 4 રાશિને અશુભ યોગની અસર થશે નહીં, જેમાં કર્ક રાશિના જાતકોની સ્થિતિ સારી રહેશે. કન્યા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ બની રહ્યાં છે. તુલા રાશિના જાતકોને આર્થિક બાબત માટે લીધેલા નિર્ણયમાં ફાયદો મળશે. આ સાથે જ કામકાજમાં સફળતા મળવાના યોગ છે. ધન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. અટકાયેલું કામ પણ પૂરું થઈ શકે છે.

22 મે, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તણાવભર્યા વાતાવરણથી રાહત મેળવવા માટે થોડો સમય પોતાના ગમતા કાર્યોમાં પસાર કરો. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે વાર્તાલાપ તથા ચર્ચા-વિચારણાં કરવાથી સંબંધ મજબૂત થશે અને થોડું સમાધાન પણ મળશે.

નેગેટિવઃ- કોઈ અશુભ સમાચાર તમને નિરાશ કરી શકે છે. ભાવનાત્મક રૂપથી મજબૂત જળવાયેલાં રહો. સંપત્તિને લગતા વિવાદિત મામલાઓ કોઇની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓ પ્રત્યે કોશિશ કરતા રહે.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં આવેલાં પરિવર્તનનું યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનો ઉકેલ મળી શકે છે. ચમત્કારિત રૂપથી તમને કોઇ જગ્યાએથી મદદ મળી શકે છે. ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભરપૂર મહેનત કરો. અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓમાં પણ ધ્યાન આપો. તમારા સંપર્કોની સીમા વિસ્તૃત રાખો. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- તમારુ કોઇ લક્ષ્ય ઉકેલાઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર અને વ્યવસ્થિત જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાને લગતી ગતિવિધિઓને વ્યવસ્થિત રાખવાને લગતી કોશિશ સફળ રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારું યોગ્ય યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યમા સુધારના સમાચાર સાંભળીને રાહત મળી શકે છે.

નેગેટિવઃ- આવેશ અને ઉતાવળમાં લીધેલાં નિર્ણયના પરિણામ ખોટા સાબિત થશે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો. અર્થવિહીન વાતો ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અટવાયેલાં કાર્યોમા ગતિ આવી શકે છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક દિનચર્યામાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણને લગતી પરેશાની રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સ્થિતિ અનુકૂળ છે. તમે તમારી પારિવારિક તથા વ્યવસાયિક જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરવામાં સક્ષમ રહેશો. સાસરિયા પક્ષના કોઇ સભ્યની પરેશાની દૂર કરવામાં તમારું યોગ્ય યોગદાન રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. વિદ્યાર્થીઓને મન પ્રમાણે કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી થોડી નિરાશા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારનું રિસ્ક ન ઉઠાવશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વર્તમાન વાતાવરણના કારણે હાલ કોઈપણ નિર્ણય લેવો મુશ્કેલ છે. છતાંય કોઇ સભ્યના લગ્નને લગતી કાર્યની યોજના બનશે. કોઇ અનુભવી કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત કે વાર્તાલાપ લાભદાયક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- કોઇની પણ વાત ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઇપણ પ્રકારનું રોકાણ કરવામાં હાલ સમય અનુકૂળ નથી.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે.

લવઃ- ઘરના મામલાઓ ઘરની અંદર જ ઉકેલો.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓ ઉપર ધ્યાન આપો, નજીકના ભવિષ્યમાં પરિણામ તેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. થોડા લોકો તમારી સફળતાને જોઈને વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરશે, આ વાતોને ઇગ્નોર કરો અને પોઝિટિવ જળવાયેલાં રહો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, કેમ કે તેની અસર તમારી મનોવૃત્તિ ઉપર પણ પડી શકે છે. ક્યારેક મનમાં અનહોની જેવો ભય ઊભો થઇ શકે છે. તમારા મનોબળને જાળવી રાખો. જરૂરિયાત પડે ત્યારે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સારી રહી શકે છે.

લવઃ- તમારી યોજનાઓમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- ક્યારેક નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા કડવા અનુભવોથી બોધપાઠ લઇને તમે તમારી દિનચર્યામાં યોગ્ય સુધાર લાવવાની કોશિશ કરશો અને સફળ પણ થશો. આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી. એટલે અન્યના મામલે દખલ ન કરો તો યોગ્ય રહેશે. ઉતાવળ અને બેદરકારીના કારણે તમે કોઇ મશ્કેલીમાં પડી શકો છો. ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- કોઈ નવું કામ શરૂ કર્યું છે તો તેમાં આકરી મહેનત પછી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- વ્યસ્તતા સિવાય અંગત સંબંધોમાં મધુરતા જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ઓનલાઇન ગતિવિધિઓ દ્વારા કોઈ નવી તકનીક કે હુનર શીખવા માટે યોગ્ય સમય છે. તેનાથી તમારી પર્સનાલિટીમાં પણ નિખાર આવશે અને નવી જાણકારીઓ પણ જાણવા મળી શકે છે. યુવાઓમાં પોતાના કાર્યો પ્રત્યે ગજબનો ઉત્સાહ રહેશે.

નેગેટિવઃ- વાદ-વિવાદ તથા તર્ક-વિતર્કથી દૂર રહો. ખોટી ગતિવિધિઓમાં તમારો સમય નષ્ટ ન કરો. અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે. જેમા નિયંત્રણ કરવું જરૂરી છે. તમારા સિદ્ધાંતો સાથે કોઇ સમજોતો ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને લઇને મનમાં થોડી શંકાની સ્થિતિ રહી શકે છે. જોકે તમે તમારી સમજદારી અને યોગ્ય આચરણ દ્વારા સમસ્યાઓને ઉકેલી લેશો. આ સમયે કોઇપણ જાતનું રોકાણ કરવું યોગ્ય રહેશે નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી વાતોને ઇગ્નોર ન કરો

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે, મોટાભાગના કામ તમારી કોશિશ દ્વારા પૂર્ણ થઇ જશે. પરિવાર સાથે જોડાયેલી કોઇ સમસ્યાનું પણ પરિણામ ઝડપથી મળી શકે છે. કોઇ નજીકના મિત્રના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવું તમને આત્મિક સુખ આપી શકે છે.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિને લઇને ચિંતિત રહેશે. ધ્યાન રાખો કે તમે કોઇ રાજકીય મુશ્કેલીમાં પડી શકો છો, એટલે આ પ્રકારના મામલાઓને આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિઓ આજે થોડી સારી સાબિત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોઈ વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યો છે તો કોઇની દખલ દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. તેનાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. કોઈ લાભને લગતી નવી યોજના પણ બની શકે છે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે છે. કોઇ યોજના નિષ્ફળ પણ થઇ શકે છે, પરંતુ નિરાશ ન થઈને પરિસ્થિતિઓનો સામનો કરો. જલ્દી જ સમસ્યાઓ ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી આશા પ્રમાણે સારા પરિણામ સામે આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ મન પ્રમાણે કામ થવાથી માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરશો. તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને પણ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહી શકો છો.

નેગેટિવઃ- આશા વધારે રહેશે, સમાધાન ઓછું મળી શકે છે. હાલ તમારે વધારે મહેનત અને કોશિશ કરવાની જરૂરિયાત છે. કામ વધારે રહેવાથી તમને અનિદ્રા અને બેચેનીની સમસ્યા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ક્રિયાશીલતા જળવાયેલી રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઈ મોટો નિર્ણય લેશો. તમારી યોગ્યતા દ્વારા મુશ્કેલ કાર્યોને પણ સરળ બનાવી લેશો. તમારા જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

નેગેટિવઃ- તમારી આસપાસના લોકો સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. વિચારોમાં ભિન્નતાના કારણે થોડા મતભેદ ઊભા થઇ શકે છે. અન્યના અવગુણો ઉપર ધ્યાન ન આપીને તમારા સ્વભાવને પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી યોજના બની શકે છે.

લવઃ- પારિવારિક અને લગ્નજીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યક્તિગત દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ અને ઊર્જાવાન જાળવી રાખશે.