તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

22 મેનું રાશિફળ:શુક્રવારે કન્યા જાતકોનો ગુસ્સો તેમની માટે પરેશાનીનું કારણ બની શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

22 મે, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જો તમે સરકારી ક્ષેત્રોમાં નોકરી કરો છો અથવા નોકરીના અવસર શોધી રહ્યા છો તો ચંદ્રનું ગોચર તમારા જીવનમાં શુભ પરિણામ લાવશે. તમે તમારા ઘરમાં તથા સમાજમાં બધાના પ્રિય વ્યક્તિ બનશો.

નેગેટિવઃ- પરણિત જાતકો માટે સમય ઉતાર-ચઢાવભર્યો રહેશે. તમારો મનમોજી વ્યવહાર સંબંધમાં તિરાડનું કારણ બની શકે છે. આ સમયે સાથી ઉપર કોઇપણ પ્રકારનું દબાણ કરશો નહીં.

લવઃ- આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે.
વ્યવસાયઃ- તમને આ દરમિયાન સારા અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- તમને માનસિક ચુનોતીઓ સામે લડવામાં સફળતા મળશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વેપારી આ સમયે પોતાના વેપારને સારી રીતે સંભાળશે અને નવી ઊંચાઇઓ સુધી લઇ જશે. નોકરી કરતાં જાતકોને પ્રોત્સાહન મળશે.

નેગેટિવઃ- મજબૂત અને સ્પષ્ટવાદી બનો તથા નિર્ણય તરત લેવાં અને તેમના પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો.

લવઃ- આજે તમને તમારા માટે સમય મળી શકશે.
વ્યવસાયઃ- આ સમય તમને તમારા મિત્રો અને સંબંધીઓ વગેરેથી લાભ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- રાહુનો પ્રભાવ તમને ચિંતિત બનાવશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન તમારી પરિયોજનાઓને શરૂ કરવામાં તમે સફળ રહેશો. તમે તમારી દિનચર્યાના મામલે વધારે વ્યાવહારિક અને સંગઠિત રહેશો. આ દરમિયાન તમને પરિવારનો સહયોગ મળશે.

નેગેટિવઃ- જો તમે જીવનસાથી સિવાય કોઇ અન્યને તમારી તરફ આકર્ષિત થવાના અવસર આપી રહ્યા છો તો જીવનસાથી તરફથી તમને નેગેટિવ પ્રતિક્રિયા મળી શકે છે.

લવઃ- આજે તમે તમારા પ્રેમી સાથે સમય વિતાવવા માંગો છો.
વ્યવસાયઃ- તમારી યોજનાઓ તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમે સ્વસ્થ રહેશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ચંદ્રની સ્થિતિ તમને સાહસી અને મહત્ત્વકાંક્ષી બનાવશે, જેના કારણે તમે તમારા લક્ષ્યને મેળવવા માટે પ્રયાસોમાં વૃદ્ધિ કરશો. આ રાશિના જે જાતક લોકડાઉનના કારણે ઘરેથી કામ કરી રહ્યા છે તેમનું નેતૃત્વ તેમને લાભ અપાવશે.

નેગેટિવઃ- આ સમયે તમારું મન વિચલિત રહેશે અને ઘરનું વાતાવરણ ખરાબ થઇ શકે છે. યોગ અને ધ્યાન તમારી દિનચર્યામાં સામેલ કરો.

લવઃ- તમારા સંબંધમાં અસુરક્ષાની ભાવના અને વિશ્વાસમાં ઘટાડો આવવા દેશો નહીં.
વ્યવસાયઃ- આ સમયે તમને શુભ પરિણામ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- મન અને તન બંનેથી સ્વસ્થ રહેશો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા કામની ગુણવત્તા જોઇને તમારા વરિષ્ઠ તમારાથી પ્રભાવિત થશે. તમે આજના દિવસને યાદગાર બનાવી શકો છો. ઉચ્ચ શિક્ષાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમારા દ્વારા આજે ખાલી સમયમાં એવા કામ કરવામાં આવી શકે છે જેના વિશે હંમેશાં તમે વિચાર્યા કરો છો.

લવઃ- પરણિતા જાતકો માટે આ સમય વધારે અનુકૂળ નથી.
વ્યવસાયઃ- ભાવુક નિર્ણય લેતી વખતે તમારી તાર્કિકતા છોડશો નહીં.
સ્વાસ્થ્યઃ- ઉત્તમ આરોગ્ય માટે ભગવાન ધનવંતરીની પૂજા કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ચંદ્રની સ્થિતિ તમારા માટે નવા અવસર અને સફળતા લાવશે. ઉચ્ચ સરકારી ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આ દરમિયાન તમને પિતા અથવા પિતા સમાન લોકોનો સાથ મળી શકે છે.

નેગેટિવઃ- કામ સંબંધિત યાત્રા કરવાનો અવસર મળશે. હાલ આ યાત્રાઓને ટાળવી જ સારી રહેશે. આ સમયે તમારે તમારી ભાવનાઓને કાબૂમાં રાખવી પડશે.

લવઃ- તમારા સાથી અને તેમની ભાવનાઓને સન્માન આપો.
વ્યવસાયઃ- તમારો ગુસ્સો તમારી પરેશાનીનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન આધ્યાત્મિક અથવા પરોપકારી ગતિવિધિઓમાં તમે રસ રાખી શકો છો. ચંદ્રની સ્થિતિ તમને ભાવુક અને સંવેદનશીલ બનાવશો. તમારી ઇચ્છા શક્તિને પ્રોત્સાહન મળશે.

નેગેટિવઃ- તમે તમારા એશોઆરામની વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ કરી શકો છો. આ સમયે તમે ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય પણ લઇ શકો છો.

લવઃ- શુક્ર તમારા સંબંધમાં પ્રેમ, રોમાન્સ, સમજદારી, આત્મવિશ્વાસ અને એકબીજા પ્રત્યે સમર્પણની ભાવનાનો વિકાસ કરશે.
વ્યવસાયઃ- રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- આંખ અને દાંત સાથે જોડાયેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી આવક મળીને આર્થિક સ્થિતિ સારી થઇ જશે અને તમારા બંનેનું દાંપત્ય જીવન ખૂબ જ સારી રીતે ચાલશે. આજના દિવસે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર રહેશો.

નેગેટિવઃ- આ સમય તમને આત્મવિશ્વાસી બનાવી શકે છે. આ દરમિયાન તમારી ઉપર કામનો ભાર રહેશે. એક સમયમાં એક જ કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

લવઃ- તમારું પ્રેમ જીવન સુખમય વ્યતીત થશે.
વ્યવસાયઃ- આ સમય તમારી લાલસા અને વિચારોનું આદાન-પ્રદાન કરો.
સ્વાસ્થ્યઃ- માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ધન રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવશે. તમને તમારા વ્યવસાયના વિસ્તાર માટે નવા અવસર મળશે. ભાગ્યનો પણ સાથ મળશે. તમે તમારી તાકાત અને પ્રતિસ્પર્ધી ભાવનાના માધ્યમથી તમારા વિઘ્નો દૂર કરી શકશો.

નેગેટિવઃ- તમારા જરૂરી કામને પૂર્ણ કરવા માટે સમય કાઢો. શરૂઆતમાં જીવનસાથી તરફથી તમને ઓછું ધ્યાન મળશે.

લવઃ- તમને લગ્નજીવનમાં સુખની પ્રાપ્તિ થશે.
વ્યવસાયઃ- ઘર અને ઓફિસના કામકાજ તમને ક્રૂર બનાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગળા સાથે સંબંધિત સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી મનોકામનાઓ દુઆઓ દ્વારા પૂર્ણ થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે અને લાંબાગાળાની મહેનત રંગ લાવશે. સાંજે મિત્રો સાથે હરવા-ફરવા જઇ શકાશે.

નેગેટિવઃ- પતિ અથવા પત્નીના પરિવારજનો સાથે વિવાદ થવાની સંભાવના છે. આ સ્થિતિ તમારા સંબંધ ઉપર નેગેટિવ અસર કરી શકે છે.

લવઃ- આ સમય પ્રેમ સંબંધ માટે અનુકૂળ પરિણામ લઇને આવ્યો છે.
વ્યવસાયઃ- આ દરમિયાન તમે કોઇપણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવશો.
સ્વાસ્થ્યઃ- નિયમિત કસરત, પ્રાણાયમ તમારા સ્વાસ્થ્યને સારું બનાવશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી પાસે અનેક અવસર આવશે, જે તમારી આવરને વધારવામાં મદદ કરશે. તમારી સામાજિક સ્થિતિમાં પણ સુધાર આવશે. તમારી સામાજિક સ્થિતિમાં પણ આ સપ્તાહ સુધાર જોવા મળશે.

નેગેટિવઃ- તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આ દરમિયાન કોઇપણ પ્રકારની ગતિવિધિ જે કાનૂન અથવા સરકાર વિરૂદ્ધ હોય તેને ભૂલથી પણ કરશો નહીં.

લવઃ- કાર્યસ્થળ પર તમને કોઇ પસંદ આવી શકે છે.
વ્યવસાયઃ- કરિયરના ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- વૃદ્ધ લોકો પોતાની દવાઓ સમય પર લેતા રહે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ભૂતકાળ સાથે જોડાયેલ કોઇ વ્યક્તિ આજે તમારી સાથે સંપર્ક કરશે અને આ દિવસને યાદગાર બનાવશે. આ દિવસ પરણિતા લોકો માટે સૌથી ખાસ દિવસમાંથી એક રહેશે.

નેગેટિવઃ- તમારા મનમાં નેગેટિવ વિચાર પેદા થશે અને તમે તમારી યોજનાઓને લાગૂ કરવામાં વિફળ રહેશો. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ બધા કાર્યોને તમે સંભવ કરી શકશો.

લવઃ- નવા લોકો સાથે મિત્રતા કરવાના અવસર મળશે.
વ્યવસાયઃ- કારોબારીઓને આજે કારોબારના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસના કારણે સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો