ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોએ કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, ધાર્મિક ગતિવિધિઓમાં દિવસ પસાર થશે

એક વર્ષ પહેલા
  • મેષ, સિંહ, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોએ સંભાળીને રહેવું, કામકાજમાં અડચણ આવી શકે છે.
  • વૃષભ, કન્યા, ધન, મકર તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય, 3 રાશિ માટે દિવસ સારો.

22 જુલાઈ, ગુરુવારના રોજ મૂળ નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે ધૂમ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ નથી. સિંહ રાશિએ દસ્તાવેજના કામમાં સહેજ પણ લાપરવાહી રાખવી નહીં. તુલા રાશિને બિઝનેસના કામકાજમાં મોડું થઈ શકે છે અને કોઈને ઉધાર આપેલા પૈસા ફસાઈ શકે છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું.

વૃષભ, કન્યા, ધન, મકર તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. આ ઉપરાંત મિથુન, કર્ક તથા મીન રાશિના જાતકો અશુભ અસરથી બચીને રહેશે. આ ત્રણ રાશિને નસીબનો સાથ મળશે અને તેમના કામો પણ પૂરા થશે.

22 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેવો તથા કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. સફળતા ચોક્કસ મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી મનમા સુકૂન રહેશે.

નેગેટિવઃ- મહેનત વધારે અને લાભ ઓછો જેવી સ્થિતિ બની શકે છે. પરંતુ ચિંતા ન કરો. યોગ્ય સમયની રાહ જુઓ. ઘરના કોઈ સભ્યના લગ્નજીવનને લઇને થોડી સમસ્યા આવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામ સફળ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલમાં થોડો ઘટાડો આવી શકે છે

સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસનો ઘટાડો અનુભવ કરશો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો રોજિંદાના તણાવથી મુક્તિ મેળવવાનો સારો સ્ત્રોત છે. ઘણાં સમય પછી નજીકનાં સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધર થવાથી બધા સભ્યો ખૂબ જ આનંદિત અનુભવ કરશે.

નેગેટિવઃ- કોઇપણ જગ્યાએ સહી કરવી કે પેપરને લગતું કોઈપણ કામ કરતી સમયે વધારે સાવધાન રહો. બાળકોના કરિયરમાં કોઈ વિઘ્ન આવવાથી મનમાં થોડી પરેશાની રહેશે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કારણોના લીધે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- બાળકોના કરિયરને લગતી કોઈ સમસ્યાને લઈને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી સલાહ કે મદદ મળશે. જેથી તમારો તણાવ પણ દૂર થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મામલાઓમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઈ શકે છે

નેગેટિવઃ- વધારે કામના ભારના લીધે સ્વભાવમાં ચીડિયાપણુ આવી શકે છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખવું. યુવાઓ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહે.

વ્યવસાયઃ- વેપારમાં પરિવર્તનને લગતી જે યોજનાઓ બની રહી છે તેના ઉપર ધ્યાન આપો

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ અને થાક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો આજે તેને લગતા કામ થઈ શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. તેના કારણે તમારે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ ટાળવા પણ પડી શકે છે. તમારા વિચારો પોઝિટિવ રાખો, તણાવ લેવાથી બચવું.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ વાહન દ્વારા ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકની સ્થિતિ સારી થવાથી તણાવ રહેશે નહીં. પારિવારિક સુખ સુવિધાઓને લગતી શોપિંગમાં પણ સુખમય સમય પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લઇને ફોકસ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના ઊભી થવાથી બનતા કામ ખરાબ થઈ શકે છે. થોડો સમય આત્મ અવલોકનમાં પસાર કરો તથા તમારી ખામીઓને દૂર કરવાની કોશિશ કરો. ઘરના સભ્યો સાથે પણ થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે ઇન્ટીરિઅર કે દેખરેખમાં ફેરફાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના અને બાફના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વ અને વ્યવહારથી લોકો પ્રભાવિત થશે. બહારની ગતિવિધિઓ અને સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો. તેનાથી તમને આર્થિક અને વ્યવસાયિક મામલે વધારે સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક પોતાના અંગે વધારે વિચાર કરવાથી અને સ્વાર્થની ભાવના આવવાથી થોડા સંબંધોમાં અંતર પણ આવી શકે છે. જો તમે તમારા ગુણોનો પોઝિટિવ રીતે પ્રયોગ કર્યો તો સારું પરિણામ મળી શકશે.

વ્યવસાયઃ- હાલ વ્યપારિક ગતિવિધિઓમાં કોઇ પ્રકારનું પરિવર્તન લાવવાની ઇચ્છા રાખશો નહીં.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે સહયોગાત્મક અને પ્રેમભર્યા સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટિક અને બીપીની સમસ્યા હોય તો બેદરકારી ન કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા કે સામાજિક કાર્યક્રમમાં જવાની તક મળી શકે છે. તેને ઇગ્નોર ન કરો. તેનાથી તમને યોગ્ય ઓળખ મળશે. ફોન કે ઇમેલ દ્વારા તમને શુભ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ- યુવાઓ આ વાતનું ધ્યાન રાખે કે કોઈપણ અયોગ્ય કામમાં રસ લેવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ સમયે વાહન ચલાવતી સમયે પણ વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. સંબંધીઓ સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- આજે કારોબારી ગતિવિધિઓ થોડી ટાળવી પડી શકે છે.

લવઃ- લગ્ન સંબંધ પરેશાનીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે અને તમારી સમસ્યાઓનું સમાધાન પણ મળી શકશે. ઘરમાં સંબંધીઓની અવરજવર રહી શકે છે. વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ઇનકમ ટેક્સ કે લોનને લગતી કોઈ ઝંઝટ આવી શકે છે, આ ગતિવિધિઓને તરત પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારી ખાસ વસ્તુઓની દેખરેખ જાતે જ કરો. તેના ખોવાઇ જવાની કે ચોરી થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- જો કારોબારમાં વિસ્તારને લગતી કોઈ યોજના બની રહી છે તો તેમાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- પરિવારના લોકો તથા જીવનસાથીનો યોગ્ય સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો, તેના દ્વારા તમને રાહત મળી શકે છે અને વર્તમાન ગતિવિધિઓ ઉપર સારી રીતે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ દ્વારા ગેરસમજ કે માનહાનિ જેવી સ્થિતિ બની શકે છે. કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ સમયે ઉતાવળમાં લીધેલાં નિર્ણય પણ ખોટા સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીનું એકબીજા સાથે તાલમેલ ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓ આવવાથી મહેમાનોની આગતા-સ્વાગતામાં સમય પસાર થશે. કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થઈ શકશે. આર્થિક ગતિવિધિઓ પણ સારી ચાલશે. તેનાથી તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે.

નેગેટિવઃ- થોડા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. આજે કોઈપણ જગ્યાએ રૂપિયાનુ રોકાણ ન કરો, નુકસાન થઈ શકે છે. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહે. કેમ કે આ સમયે ગ્રહ સ્થિતિ થોડી પ્રતિકૂળ વાતાવરણ બનાવી રહી છે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોને લગતા વેપારમાં સફળતાના ઉત્તમ યોગ બની રહ્યા છે.

લવઃ- પતિ-પત્નીમા બાળકોની કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક તણાવના કારણે થાક અને ઊર્જામાં ઘટાડો અનુભવ થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈપણ સંપત્તિને લગતો વિવાદ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરો. તેનાથી સંબંધ ખરાબ થશે નહીં. ઘરના વડીલ સભ્યોનો સહયોગ લેવો પણ યોગ્ય રહેશે. ટેક્સને લગતા કાર્યોને પણ આજે પૂર્ણ કરો. પછી મુશ્કેલી પેદા થઈ શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતા કોઈપણ મામલે વધારે સાવધાની જાળવો, કોઇ ભૂલ થવાની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ ખોટી ગતિવિધિઓ અને મિત્રો સાથે સમય ખરાબ ન કરે.

વ્યવસાયઃ- વેપારમાં પડકારનો સામનો કરવાથી ગભરાશો નહીં.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ રચનાત્મક અને મન પ્રમાણે કાર્યોમાં પસાર થશે. જેથી તમને કંટાળાથી રાહત મળી શકે છે. થોડો સમય પોતાના વ્યક્તિત્વને નિખારવામાં પણ પસાર કરો. તેના દ્વારા તમારો આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- જો ઘરમાં પરિવર્તનને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે, તો ઉતાવળ ન કરો. કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો અને પોતાના બજેટનું પણ ધ્યાન રાખો. ભાઈઓ સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે ગતિ પકડી રહી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારને લગતી પરેશાનીઓ રહી શકે છે.