મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃશ્ચિક જાતકોને કોઇ વિશ્વાસપાત્ર વ્યક્તિ જ દગો આપી શકે છે, સાવધાન રહેવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્ર તથા મંગળના શુભ યોગથી કેટલાંક જાતકોને ફાયદો
  • વ્યતિપાત યોગથી કેટલાંક જાતકો માટે મધ્યમ દિવસ

22 ડિસેમ્બર, મંગળવારના રોજ ચંદ્ર મીન રાશિમાં મંગળની સાથે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સાથે જ સર્વાર્થસિદ્ધિ તથા રવિયોગ પણ બને છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, શુભ સંયોગથી અનેક જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. જોબ તથા બિઝનેસમાં અટકેલા કામો પૂરા થઈ શકે છે. અટકેલા પૈસા પરત મળવાનો પણ યોગ છે. નસીબનો સાથ મળશે. આજે વ્યતિપાત નામનો અશુભ યોગ પણ બની રહ્યો છે. આ કારણે મેષ, વૃષભ, કર્ક, તુલા, મકર, કુંભ તથા મીન રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. આ રાશિએ સંભાળીને દિવસ પસાર કરવો.

22 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિઓ લાભદાયક છે માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઇ શુભચિંતકની મદદથી તમારી કોઇ મહત્ત્વકાંક્ષા પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને પણ આશા પ્રમાણે પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઉતાવળમાં અને ભાવુકતામાં લીધેલો નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. વાહન કે કોઇ મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણના ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા પોઝિટિવ વિચાર તથા સુવ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો તરફ કેન્દ્રિક રાખો. તમે તમારી ક્ષમતા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે.

નેગેટિવઃ- ક્યારેક થોડા નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિની મદદથી તમે સફળ થશો. કોઇ સાથે નાની વાતને લઇને તણાવ વધી શકે છે. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય તથા નોકરી, બંને ક્ષેત્રમાં કોઇ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારે વિશેષ કોશિશ કરવી પડશે.

સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક અને માનસિક ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવા માટે યોગ કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસે મોટાભાગનો સમય મનોરંજન તથા આમોદ-પ્રમોદમાં પસાર થઇ શકે છે. તમારા નજીકના સંબંધીઓ સાથે સમય પસાર કરવો સંબંધોને વધારે મજબૂત રાખશે.

નેગેટિવઃ- આજે જમીનને લગતાં કોઇપણ કામને સાવધાનીપૂર્વક કરો. થોડી પણ ભુલ નુકસાનનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસથી અલગ મોજ-મસ્તીમાં પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યવસ્થાને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની અનુભવ થશે

લવઃ- જીવનસાથી પાસેથી વધારે આશા રાખવી સંબંધોમાં અંતર વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામના દબાણના કારણે પગમાં સોજા અને દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી બુદ્ધિ અને ચતુરાઈથી કોઇ સમસ્યાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો. તમારી યોગ્યતા અને આવડતના સમાજમાં વખાણ થશે. રોકાણ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- અન્યના મામલે કોઇપણ દખલ ન કરો, નહીંતર મુશ્કેલી વધશે. મહિલા વર્ગ પોતાના સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખે. પ્રોપર્ટીને લગતા કોઇ મુદ્દાને લઇને પણ વિવાદ સંભવ છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી કારોબારી મુશ્કેલીઓ તથા પરેશાનીઓ આવશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા અને આદતોમાં પોઝિટિવ ફેરફાર તમને સ્વસ્થ અને નિરોગી રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે આરામ કરવા તથા હળવા મૂડમાં રહેશો. ગ્રહ ગોચર આર્થિક દૃષ્ટિએ તમાર પક્ષમાં છે. તમારા આવકના માર્ગ પણ મળી શકે છે. નજીકના સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં અલગ થવાની વાતો અંગે વિચારણાં થશે. થોડી વિવાદની સ્થિતિ બની શકે છે. આ સમયે ધૈર્ય જાળવવું યોગ્ય છે. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે નફાદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ- વ્યક્તિગત સમસ્યાઓની અસર પારિવારિક જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કાણે માનસિક તણાવ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે દિવસનો મોટાભાગનો સમય સામાજિક અને બહારની ગતિવિધિઓમાં પસાર થશે. અચાનક કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં કોશિશ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે.

નેગેટિવઃ- ક્યારેક તમારા ગુસ્સા અને ખરાબ શબ્દોના પ્રયોગની નકારાત્મક અસર તમારા બાળકો ઉપર પણ પડી શકે છે. એટલે તમારી બોલચાલમાં યોગ્ય શબ્દોની પસંદગી કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ધનદાયક છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. બપોર પછી સમય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી તણાવમુક્ત અનુભવ કરશે. જરૂરિયાત સમયે તમને તમારા શુભચિંતકોથી યોગ્ય મદદ મળી શકશે.

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ રહેશે. ઉતાવળ અને ભાવુકતામાં કોઇ પણ નિર્ણય લેશો નહીં. તેના કારણે તમારા કામ ખરાબ થઇ શકે છે. વાહન કે મોંઘું ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થવાથી આર્થિક સમસ્યા વધશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડી મંદી રહેશે.

લવઃ- દિવસભરની વ્યસ્તતા પછી પારિવારિક સભ્યો સાથે સમય પસાર કરવો બધો જ થાક દૂર કરશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખંભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમને જે સુકૂનની ઇચ્છા હતી, આજે તે પ્રાપ્ત થઇ જશે તથા આત્મ ચિંતન દ્વારા તમારી જીવનશૈલીમાં સુધાર લાવવાની ચેષ્ટા કરશો. ઘરના નિર્માણને લગતું કોઇ કાર્ય અટકેલું છે તો તેને ફરી શરૂ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ઉતાવળમાં લીધેલાં કોઇ નિર્ણયમાં ભૂલો થઇ શકે છે. તમારા થોડાં સપના અધૂરા રહેવાના કારણે મન નિરાશ રહી શકે છે. ધ્યાન રાખો કે જે વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ કરો છો તે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે કોઇ નવા કાર્યની રૂપરેખા તૈયાર કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલનો અભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને સાંધામાં દુખાવા તથા સ્ત્રી જનિત રોગના કારણે પરેશાની થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી અસ્ત-વ્યસ્ત બનેલી વસ્તુઓ આજે ફરી વ્યવસ્થિત થવાનું શરૂ થઇ જશે. વ્યસ્તતા હોવા છતાં તમે પરિવાર અને સંબંધીઓ સાથે પણ થોડો સમય પસાર કરશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કોઇ વિરોધી ઇર્ષ્યાની ભાવનાથી તમારી બદનામી કે ખોટો આરોપ લગાવવાની હરકત કરી શકે છે. સમસ્યાને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય વ્યવસાયિક દૃષ્ટિએ તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરની ઊર્જા પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- હોર્મોનને લગતી પરેશાની થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે કોઇપણ નિર્ણય લેવામાં હ્રદયની જગ્યાએ તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. તમારા કર્મ અને પુરૂષાર્થ તમને દરેક કામમાં સફળતા અપાવશે. ઘરની ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- ભાઇઓ સાથે સંબંધોને મધુર જાળવી રાખો. કેમ કે, સંબંધોમાં થોડું અંતર વધી જવાની પરિસ્થિતિઓ બની રહી છે. આ સમયે બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ ચિંતાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આજે તમારો મોટાભાગનો સમય માર્કેટિંગને લગતાં કાર્યોમાં લગાવો.

લવઃ- પતિ-પત્ની બંને ઘર અને વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કામ ઉતાવળમાં ન કરીને પહેલાં તેના દરેક પહેલૂ ઉપર યોગ્ય રીતે વિચાર કરી લો. કેમ કે સમયને અનુકૂળ બનાવવા માટે થોડી મહેનત કરવી પડશે.

નેગેટિવઃ- ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો. તેમનો આશીર્વાદ અને સલાહ તમારા માટે વરદાન છે. અચાનક જ કોઇ ખર્ચ આવવાથી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- જલ્દી અને વધારે નફો કમાવાની ચક્કરમાં કોઇ પ્રકારના અનૈતિક કાર્યમાં રસ ન લેવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીથી આજે રાહત મળશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો થોડો સમય બગીચામાં પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન પ્રાપ્ત થશે. તમારી પ્રતિભાઓને વધારે નિખારવાની કોશિશ કરો. મિત્રો સાથે થોડો સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને વાતાવરણ થોડું ખરાબ થઇ શકે છે. તમારો સહયોગ વ્યવસ્થાને સંભાળી લેશે. તમારા સ્વભાવમાં સહજતા અને લચીલાપણું જાળવી રાખો.

વ્યવસાયઃ- બિનજરૂરી કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- ઘરમાં પણ યોગ્ય સમય પસાર કરવાથી પારિવારિક લોકોને સુખ મળશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.