21 સપ્ટેમ્બરનું રાશિફળ:સોમવારે વૃષભ અને મિથુન રાશિના લોકોએ લગ્નજીવનમાં સાચવવું, ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે, એટલે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ અને થાક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જૂની ભૂલોથી શીખીને આજે વધારે સારી નીતિઓ ઉપર વિચાર કરશો. પોતાને સારી સ્થિતિમાં જોઇ શકશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. ઘરના રિનોવેશન તથા સજાવટને લગતી કોઇ રૂપરેખા બનશે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ કામમાં અનુકૂળ પરિણામ ન મળવાથી અસહજ અનુભવ કરશો. ખોટા કાર્યોમાં સમય નષ્ટ કરશો નહીં. ખર્ચનું બજેટ પ્રમાણે રહેશે તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતી નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પ્રકારના ક્લેશની સ્થિતિ બનશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસવાળા લોકોએ પોતાનું ધ્યાન રાખવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. કોઇ જરૂરિયાતમંદની મદદ કરવાથી આત્મિક સુખ પણ પ્રાપ્ત થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- આર્થિક મામલે સમજી વિચારીને નિર્ણય લેવો. કોઇ પ્રકારનો વિશ્વાસઘાત કે દગો થઇ શકે છે. તમારો કોઇપણ પ્લાન કોઇની સામે જાહેર કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કલરકામની યોજના બનશે.

લવઃ- લગ્ન સંબંધો તમારા પારિવારિક જીવન ઉપર પણ અસર કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનેલ તાવ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ અટવાયેલાં કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે સમાજ અને સંબંધીઓમાં યોગ્ય સ્થાન તમને મળશે.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઇ મુદ્દા ઉપર વિવાદ ઊભો થઇ શકે છે. શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલો. તમારી ગતિવિધિઓ તથા યોજનાઓ અંગે કોઇ સાથે ચર્ચા કરશો નહીં.

વ્યવસાયઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાંતમારી ગતિવિધિઓમાં વધારે સુધાર લાવવાનો પ્રયત્ન કરશો.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યાને સંયમિત રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે આવી જવાથી તેમના દિલમાં તમારા પ્રત્યે વિશેષ સન્માન રહેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વાહન અથવા કોઇપણ મશીનને લગતાં ઉપકરણ ખૂબ જ ધ્યાન પૂર્વક ઉપયોગ કરો. કોઇ સંબંધીને લગતાં અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસ માટે આયુર્વેદિક વસ્તુઓનું વધારે સેવન કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દોડભાગ વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારો થાક દૂર કરશે. સયમની ચાલ તમારા પક્ષમાં રહેશે. અનુભવી લોકોનો સાથ મળશે. ઘરમાં કોઇ નજીકના સંબંધી કે મિત્રના આવી જવાથી વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ આળસના કારણે અભ્યાસમાં પાછળ રહી શકે છે. કોઇ પ્રકારની યાત્રા હાલ કરશો નહીં. કેમ કે, કોઇપણ પ્રકારનો ફાયદો ન થવાની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- વેપારમાં વધારે કાર્ય તથા કોઇ નવી જવાબદારી મળી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ પરિવારના વાતાવરણને શાંતિપૂર્ણ તથા અનુશાસિક જાળવી રાખવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. થોડાં વિશિષ્ટ લોકો સાથે સંપર્ક સ્થાપિત થવાના કારણે તમારી વિચાર શૈલીમાં પણ જરૂરી પરિવર્તન આવશે.

નેગેટિવઃ- આર્થિક મામલે ખોડ પડવાથી તણાવ રહેશે. કોઇ નજીકના વ્યક્તિ દ્વારા ખોટી તમારી આલોચના થવાના કારણે મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે નહીં.

લવઃ- ઘરની ગતિવિધિઓમાં જીવનસાથીનો સહયોગ કરવો તમારા સંબંધને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરી રહ્યા છે. આજે તમે પોતાના વિકાસ માટે મનન કરશો. તમારામાં કઇંક શીખવા કે કરવાની દઢ ઇચ્છા શક્તિ રહેશે.

નેગેટિવઃ- વધારે ભીડભાડમાં જવું નહીં. મનની શાંતિ માટે કોઇ એકાંત સ્થાનમાં થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે. આજે કોઇપણ પ્રકારના રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમાન વિચારધારાના લોકો સાથે મેલજોલ તમારા માટે લાભદાયક રહેશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને પ્રત્યે વધારે સજાગ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી તમને મુક્તિ મળશે.

નેગેટિવઃ- ક્યારેક તમને નાની વાતો ઉપર ગુસ્સે થવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજોને વધારે સંભાળીને રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્તતા બની રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના પ્રભાવથી શરીરનો દુખાવો રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભવિષ્યને લગતી યોજના ઉપર ચર્ચા-વિચારણાં કરીને અને સાકાર કરવા માટે ઉત્તમ દિવસ છે. વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- બિનજરૂરી કાર્યોમાં ખર્ચ વધારે થશે જેના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે અને તેની અસર તમારી ઊંઘ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે.

લવઃ- સંતાનના કરિયરને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અસિડિટીના કારણે પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. બધા પ્રકારની પરેશાનીઓનો ઉકેલ બુદ્ધિમત્તા અને વિવેકથી શોધી લેશો. પરિજનો તથા મિત્રો સાથે પણ કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે લાભદાયક ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઝડપી વાહનોથી અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ- કારોબારમાં મનગમતું પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક ડિપ્રેશનની સ્થિતિ અનુભવ થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- થોડી પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સમાજિક સીમા વધશે. કુંવારા લોકો લગ્નજીવન ચર્ચાઓને લઇને ઉત્સાહિત રહેશે.

નેગેટિવઃ- જિદ્દ અને ઉતાવળમાં કરેલાં ખોટાં નિર્ણય બદલવા પડી શકે છે. તમારા અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં.

વ્યવસાયઃ- ઝડપથી સફળતાથી ઇચ્છામાં ખોટાં રસ્તાની પસંદગી કરશો નહીં.

લવઃ- પારિવારિક જીવન ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું રૂટીન ચેકઅપ કરાવતાં રહો.

અન્ય સમાચારો પણ છે...