તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 ઓક્ટોબરનું રાશિફળ:બુધવારે વડીલોના આશીર્વાદ અને સ્નેહ જ જાતકો માટે સૌથી મોટી પૂંજી સાબિત થશે, ગ્રહ-નક્ષત્ર પક્ષમાં રહેશે

6 મહિનો પહેલા
 • ચંદ્રમા તથા ગુરુને કારણે જોબ તથા બિઝનેસમાં આવતી મુશ્કેલીમાંથી રાહત મળશે
 • રાજયોગને કારણે આજે સાત રાશિના જાતકોને લેવડ-દેવડ તથા રોકાણમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે

21 ઓક્ટોબર, બુધવારના રોજ ગુરુ તથા ચંદ્રમા ધન રાશિમાં રહેશે. આ 2 ગ્રહોની યુતિથી ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. આ શુભ યોગનો ફાયદો અનેક લોકોને મળશે. આ કારણે જોબ તથા બિઝનેસમાં આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. જરૂરી કામ તથા મોટી યોજનાઓ પૂરી થશે. કામકાજના વખાણ થશે. લેવડ-દેવડ તથા રોકાણમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત વૃષભ, વૃશ્ચિક, મકર તથા મીના રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. મેષ રાશિના જાતકોએ સંભાળીને દિવસ પસાર કરવો.

21 ઓક્ટોબર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું સંપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- અકારણ જ મનમાં નિરાશા જેવી સ્થિતિ અનુભવ થશે. નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. એટલે સંબંધો ખરાબ થવા દેશો નહીં. બાળકોની ગતિવિધિઓને પણ નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ- વેપારમાં કામ અથવા પ્રોડક્ટની ક્વોલિટીને યોગ્ય જાળવી રાખો.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બદલાતા પરિવેશના કારણે થોડી નીતિઓ જે તમે બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વીમા તથા રોકાણને લગતાં કાર્યોમાં પણ રૂપિયાનું રોકાણ કરવું ઉત્તમ રહેશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને તમારા જ વિશે વિચારોમાં સમય પસાર કરો. જેથી તમને તમારા અનેક સવાલોનો જવાબ મળશે.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ કરશો નહીં. ઘરની બહારની ગતિવિધિઓમાં પણ સમય પસાર ન કરો, કેમ કે, તેનું કોઇ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેમને શરૂ કરવા પણ જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં યોજનાબદ્ધ રીતે કામ કરવું.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ લોકોના સાનિધ્યમાં રહીને તમે જે તમારી થોડી યોજનાઓ બનાવી છે, તે સફળ રહેશે. થોડાં સમયથી તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને પર્સનાલિટીને નિખારવામાં રહેશે અને તેમાં તમને ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- થોડાં સમય તમારા પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે સંબંધને મધુર બનાવવામાં પસાર કરો. કેમ કે, આ સમયે કોઇ નજીકના સંબંધી સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની આશંકા છે. ઘર-પરિવર્તનની યોજના બની રહી છે તો તેમાં ઉતાવળ કરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ પ્રકારના સ્થાન કે કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરવાની જરૂરિયા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું ઇન્ફેક્શન થવાની આશંકા છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- અન્ય ઉપર વધારે નિર્ભર રાખવાની અપેક્ષાએ પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ ઉત્તમ મળશે. એટલે તમારી પ્રતિભાને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો.

નેગેટિવઃ- અનેકવાર વધારે સમજી-વિચારીને કામ કરવાથી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. તેના કારણે જ તમારા માન-સન્માનમાં ધબ્બો લાગી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા રિનોવેશનને લગતાં કાર્યો આગળ વધી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી અવ્યવસ્થા અને અનુશાસનહીનતાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળ પણ રહેશો. ઘરના કોઇ વ્યક્તિના લગ્નને લઇને માંગલિક કાર્યોને લગતી યોજનાઓ બનશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ કે પાડોસી સાથે ઝઘડા કે મનમુટાવની સ્થિતિ બની રહી છે. એટલે ફાલતૂ વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ એકાગ્રાચિત્ત રહો. બાળકની સમસ્યાઓના નિવારણ માટે તમારો સહયોગ અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે વ્યવસાયમાં વધારે ધ્યાન આપી શકાશે નહીં.

લવઃ- તમારી કોઇપણ સમસ્યા જીવનસાથી કે ઘરના કોઇ અનુભવી વ્યક્તિને જણાવો.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનો ઘાવ કે એક્સીડેન્ટ જેવી સ્થિતિ બની શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો સમય પસાર થશે. તેનાથી તમારા સંપર્ક સૂત્ર પણ વધશે અને સમાજિક માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- કોઇ સાથે વાતચીત કરતી સમયે શબ્દોનું ધ્યાન રાખો. તમારી કોઇ નકારાત્મક વાત અન્યને દુઃખ આપી શકે છે અને સંબંધ પણ ખરાબ કરી શકે છે. તમારી કોઇપણ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે સાર્વજનિક કરશો નહીં.

વ્યવસાયઃ- જમીન સાથે જોડાયેલી મોટી ડીલ થવાની સંભાવના છે.

લવઃ- લગ્ન અંગે સંબંધોમાં કોઇ પ્રકારનો ખુલાસો થવાથી તેનો પ્રભાવ લગ્નજીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ અને શરદી રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ તે સંદેશ આપી રહી છે કે, તમારા અંગે જ વિચાર કરો અને તમારા માટે જ કામ કરો. આજે કોઇપણ સાવધાનીપૂર્વક લીધેલો નિર્ણય નજીકના ભવિષ્યમાં તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ પ્રદાન કરશે.

નેગેટિવઃ- વધારે સમજી-વિચારીને જ તમારા કામને શરૂ કરો. તમારા સ્વભાવમાં અહંકારની ભાવના ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું. વ્યવહારમાં સહજતા જાળવી રાખવી. બાળકોની પરેશાનીઓમાં તેમનું સમાધાન કરવામાં તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડીં ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને વ્યાયમ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા પારિવારિક વિવાદ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે. જેનાથી તમારા સંબંધોમાં ફરી મધુરતા આવી જશે. બાળકના શિક્ષણ અને કરિયરને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉપર ચર્ચા-વિચારણાં થશે. તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- અચાનક જ થોડાં એવા ખર્ચ આવી જશે જેને તમે રોકી શકશો નહીં. હાલ આર્થિક તણાવ રહેશે. ધૈર્ય જાળવી રાખવું. બિનજરૂરી કોઇ યાત્રા કરવાના કારણે દિનચર્યા ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી ચુનોતીઓ સામે આવી શકે છે.

લવઃ- કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે હોવાના કારણે તણાવ અને થાકનો અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિઓ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારી પ્રતિભા અને ક્ષમતા બધા સામે ઉજાગર થશે. જેથી તમને તમારી કાર્ય ક્ષમતાનો ઉપયોગ કરવાનો યોગ્ય અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારી સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. આર્થિક મામલાઓને લઇને કોઇ નજીકના વ્યક્તિ સાથે કોઇ પ્રકારની દલીલ થવાની સંભાવના છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ ફાલતૂ ગતિવિધિઓની અપેક્ષા પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને ગતિ આપવાનો યોગ્ય સમય છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારી ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય સમાજસેવી સંસ્થાઓની મદદમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- જો વાહન કે ઘરને લગતી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં તેના અંગે ઊંડો વિચાર કરવો જરૂરી છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી ઉત્તમ છાપના કારણે કોઇ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાથી થાક હાવી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા અને યોગ્યતાને ઓળખો. સમય તમારા માટે સારી ઉપલબ્ધિઓ તૈયાર કરી રહ્યો છે. ઘર અને સમાજમાં તમે કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને સન્માનિત પણ થઇ શકો છો.

નેગેટિવઃ- તમારી ઉન્નતિ જોઇને થોડાં લોકોમાં ઈર્ષ્યાની ભાવના પેદા થશે. તમે આ બધી વાતોને નજરઅંદાજ કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખો. જેથી તમારી સાખમાં કોઇ કમી આવે નહીં.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વેપાર ફાયદામાં રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદાના જીવનથી અલગ કઇંક નવું તથા તમારા શોખને લગતાં કાર્યોમાં સમય પસાર થશે. જેનાથી તમે પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની સાફ-સફાઈને લગતાં કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- આજે કામ કરવાનું મન ન હોવાના કારણે કાર્યો પ્રત્યે એકાગ્રચિત્ત રહી શકશો નહીં. એટલે બેદરકારીના કારણે કામને ટાળવું જરૂરી છે. કોઇ મિત્રના ઘરે ગેટ-ટુ-ગેધરમાં કોઇ વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો