તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 નવેમ્બરનું રાશિફળ:શનિવારે મીન રાશિના જાતકોએ ધૈર્ય અને સંયમથી કામ કરવું, ધીમે-ધીમે આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 21 નવેમ્બરના રોજ ધ્રુવ તથા સ્થિર નામના બે શુભ યોગ બની રહ્યા છે. શુભ યોગના પ્રભાવથી પાંચ રાશિ માટે દિવસ લાભદાયી રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, આજે મેષ, વૃષભ, મિથુન, કર્ક તથા સિંહ રાશિના જાતકોને જોબ તથા બિઝનેસમાં ગ્રહ નક્ષત્રનો સાથ મળી શકે છે. આ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. વિચારેલાં કામો પૂરાં થશે. કામકાજમાં મન લાગેલું રહેશે અને નવી યોજનાઓ પર કામ થશે. આ ઉપરાંત કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે અને સંભાળીને દિવસ પસાર કરવો.

21 નવેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઈશ્વરીય સત્તા તથા અધ્યાત્મ અંગે વધતો તમારો આત્મવિશ્વાસ તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો સંચાર કરી રહ્યો છે. તમે એક નવા જોશ અને આત્મવિશ્વાસ સાથે તમારાં કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો અને સફળ પણ રહેશો.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર તથા સંબંધીઓ સાથે પસાર કરો. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે સંબંધોને પણ સંભાળવા જરૂરી છે. બાળકની કોઇ પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા તેમનું મનોબળ વધારવું તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- ટૂર એન્ડ ટ્રાવેલ્સ, મીડિયા તથા કળાને લગતાં કાર્યોમાં ગતિ આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ્ય ખાનપાન તમારા સ્વાસ્થ્યને સારું જાળવી રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે નજીકના મિત્ર સાથે મુલાકાત તથા મનોરંજનમાં સમય પસાર થશે. કોઇ મુદ્દા પર લાભદાયક ચર્ચા-વિચારણા પણ થશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી આનંદ થશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. તમારાં કામના ભારને ઘરના અન્ય સભ્યો સાથે વહેંચો, નહીંતર તમારાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ અધૂરાં રહી શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા માર્કેટિંગને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો.

લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યક્ષમતાના બળે અનેક મહત્ત્વપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો, જેનાથી તમને વધારે શુકન મળશે. કોઇ નજીકના સંબંધીનું ઘરમાં આવવું અને મનોરંજનમાં સમય પસાર કરવું ઘરના વાતાવરણને આનંદમયી બનાવશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતાં પહેલાં ગંભીરતાથી તેના અંગે વિચાર કરો. કોઇ બહારની વ્યક્તિનું તમારા પરિવારમાં દખલ કરવું ઘરની સુખ-શાંતિ ભંગ કરી શકે છે. ઘરના વડીલોની સલાહને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મતભેદ આજે ઉકેલાઇ જશે.

લવઃ- વ્યાવસાયિક પરેશાનીઓને તમારા ઘરની સુખ-શાંતિ પર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે એલર્જી અને ઉધરસની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક કાર્યને લગતી ગતિવિધિઓ રહેશે, જેનાથી તમે પોઝિટિવ ઊર્જાનો અનુભવ કરશો. ઘરના વડીલોનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- આ સમયે સ્વભાવમાં ધૈર્ય તથા નરમાશ જાળવી રાખવું જરૂરી છે. ઉતાવળને કારણે તમારાં અનેક બનતાં કામ બગડી શકે છે. ઘરનું વાતાવરણ પણ નકારાત્મક થઇ શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા કમ્યુટરક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયમાં આજે તમે વધારે લાભ કમાશો.

લવઃ- કામમાં વ્યસ્ત હોવા છતાં થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા તણાવથી મુક્તિ મેળવવા માટે થોડો સમય બગીચામાં પસાર કરો. એનાથી તમને માનસિક શુકન પ્રાપ્ત થશે. તમારી પ્રતિભાઓને રચનાત્મક કાર્યોમાં લગાવો.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને નકારાત્મક વાતાવરણ બની શકે છે. વાતને સમજદારી સાથે ઉકેલવાની કોશિશ કરો. બેદરકારી કે તણાવને કારણે તમે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ રાખીને ભૂલી શકો છો.

વ્યવસાયઃ- હાલ વ્યાવસાયિક ગતિવિધિઓ મંદ જ રહેશે, એટલે આ સમયે તમારાં વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- થોડો સમય તમારા જીવનસાથી અને પરિવારના લોકો સાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કામ ઉતાવળમાં ન કરીને પહેલા તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. એનાથી તમે નિર્ણય લેવામાં વધારે સક્ષમ સાબિત થશો, સાથે જ તમારા આત્મવિશ્વાસ તથા પ્રતિભાનો પણ વધારે વિકાસ થશે.

નેગેટિવઃ- ઘરની કોઇ વડીલ વ્યક્તિનું અપમાન કરશો નહીં. તેમના આશીર્વાદ તથા સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. અકારણ જ ગુસ્સો અને શંકા કરવા જેવો વ્યવહારને બદલવો જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે યુવા વર્ગ વધારે તથા જલદી નફો કમાવાનાં ચક્કરમાં કોઇપણ અનૈતિક કામ કરવામાં રસ ન રાખે.

લવઃ- પતિ-પત્નીમાં રોમેન્ટિક સંબંધ રહેશે

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી આજે રાહત મળશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. તમારી ઉદારતા અને સહજ સ્વભાવ તરફ લોકો આકર્ષિત થશે. તમારો આ વ્યવહાર તમારી સફળતાનું કારણ બનશે. વિદ્યાર્થીઓ પણ પોતાનાં અભ્યાસ કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત રાખશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજે મામલો વધારે ગૂંચવાઇ શકે છે. એટલે સાવધાની જાળવો અથવા ટાળી દો. ધનનું રોકાણ કરવાનાં કાર્યોમાં તમે કોઇની વાતોમાં ન આવીને પહેલા સંપૂર્ણ તપાસ કરી લો.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી સારી સાખ બનવાને કારણે વ્યાપારિક પાર્ટીઓ તરફથી તમને સારા ઓર્ડર મળી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાનમાં ચાલી રહેલી નકારાત્મક પરિસ્થિતિઓથી તમારે બચવું જરૂરી છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ તથા પાડોશીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તમને એવું લાગશે કે કોઇ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઇ રહ્યો છે. તમારી કાર્ય કુશળતા અને ક્ષમતાનાં વખાણ થશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીનવમાં ચાલી રહેલી પરેશાનીઓને કારણે તણાવ રહેશે. આ સમસ્યાને બંને પક્ષની વાત સાંભળીને ઉકેલવી શ્રેષ્ઠ રહેશે. હાલ આવકનાં સાધનોમાં વધારે સુધારો થવાની આશા છે.

વ્યવસાયઃ- આ સમયે મહેનત વધારે તથા પરિણામ ઓછું મળવાની સ્થિતિ રહેશે.

લવઃ- તમે કામમાં વ્યસ્ત રહેવાને કારણે જીવનસાથીનો પરિવારની દેખરેખ અંગે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા તણાવથી પૂર્ણ દિનચર્યાથી છુટકારો મેળવવા માટે મનોરંજનનાં કાર્યોમાં સમય પસાર કરો. એનાથી તમને શારીરિક અને માનસિક થાકથી મુક્તિ મળશે. પરિવારનું વાતાવરણ સુખ-શાંતિભર્યું રહેશે.

નેગેટિવઃ- તમારી આર્થિક ગતિવિધિઓને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી કે આળસ કરશો નહીં, નહીંતર ઉધાર આપેલા રૂપિયા પાછા મળવામાં મુશ્કેલી થશે. નજીકના મિત્રો કે ભાઇઓ સાથે કોઇપણ પ્રકારનો મનદુઃખ થાય નહીં એનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં સારો સુધારો આવશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઇ અન્ય વ્યક્તિને કારણે થોડું મનદુઃખ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભાગ્યની અપેક્ષાએ કર્મ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આ સમયે કરેલી મહેનત તમારા ઉત્તમ ભાગ્યનું નિર્માણ કરશે. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા તમારા માટે નવી ઉપલબ્ધિઓ તૈયાર કરશે.

નેગેટિવઃ- આવકના સ્ત્રોતની અપેક્ષાએ ખર્ચ વધારે રહેવાને કારણે મન ક્યારેક પરેશાન રહી શકે છે, પરંતુ વર્તમાન સમયમાં નકારાત્મક વાતાવરણને કારણે આ વાત માટે તણાવ લેવો યોગ્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિને કારણે જે મંદી તમારા વ્યવસાયમાં આવી હતી હવે એનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે.

લવઃ- તમારી પરેશાનીઓને જીવનસાથી તથા પરિવારના સભ્યોને જણાવો.

સ્વાસ્થ્યઃ- ક્યારેક મનોબળમાં ઘટાડો અને નિરાશાનો અનુભવ થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓ ઘરે આવી શકે છે. ઘણા સમય પછી બધાને મળવાથી તમે તણાવમુક્ત અને આનંદ અનુભવ કરશો, સાથે જ કોઇ વિશેષ મુદ્દે ચર્ચા-વિચારણા થવાથી અનેક સમસ્યાઓનું પણ સમાધાન થશે.

નેગેટિવઃ- ઘરની કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આ સમયે તેમની યોગ્ય દેખરેખ અને ઇલાજ અતિ જરૂરી છે. તમારી આર્થિક સ્થિતિનું વિશેષ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કર્મચારીઓની બેદરકારીને કારણે થોડાં કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને મનદુઃખ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમય ધૈર્ય અને સંયમથી કામ કરવાનો છે. તમારી સહનશીલતા દ્વારા પરેશાનીઓને કાબૂ કરવામાં સક્ષમ રહેશો. ધીમે-ધીમે સ્થિતિ સારી થતી જશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. કોઇ નજીકના સંબંધી દ્વારા માંગલિક કાર્યોમાં જવાનું નિમંત્રણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલવાની સાથે-સાથે ઘરની જરૂરિયાત અંગે વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરનાં બાળકો તથા યુવાઓની ગતિવિધિઓ તથા સંગત પર નજર રાખો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં કોઇ પાર્ટનરશિપ કરીને કોઇ સાથે વાતચીત ચાલી રહી છે તો તેને ગંભીરતાથી લો.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારનાં વ્યસન તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો