મંગળવારનું રાશિફળ:મંગળવારે કન્યા જાતકો માટે ગ્રહ સ્થિતિ ઉત્તમ રહેશે, બિઝનેસમાં લાભના નવા માર્ગ મળી શકે છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

21 જૂન, મંગળવારના રોજ સૌભાગ્ય તથા સિદ્ધિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિ માટે નવી શરૂઆત કરવા માટે દિવસ શુભ છે. મિથુન તથા મીન રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. દિવસ ફાયદાકારક રહેશે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. મેષ તથા સિંહ રાશિએ સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે જ ધન રાશિએ સંભાળીને દિવસ પસાર કરવો. આ રાશિના જાતકોએ ગેરકાયદેસર કામમાં રસ બતાવવો નહીં, નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

21 જૂન, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પસાર થશે. ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિક થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- બેદરકારીના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. જેના કારણે થોડું નુકસાન થવાની શક્યતા છે. ફાલતૂ કાર્યોમાં ધ્યાન આપશો નહીં. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામમાં કોઈ કારણોસર વિઘ્ન આવવાથી તણાવ રહેશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોલ્ડ અને કફની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે ધનદાયક પરિસ્થિતિ બની શકે છે. સાથે જ મહત્ત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવાની ઊર્જા પણ તમારી અંદર રહેશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા કોઈ ઉત્તમ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- નજીકના સંબંધી સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં ઈગો, ચીડિયાપણું વગેરે જેવી વાતો આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી પરેશાની થવાથી ઘર તથા વેપાર બંને જગ્યાએ સંતુલન જાળવી રાખવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારી યોજનાઓને ગુપ્ત રાખીને આગળ વધો. આ સમયે પોતાના દરેક કાર્ય પ્રત્યે જાગરૂતતા રાખવાની જરૂરિયાત છે. થોડી સાવધાની રાખવાથી તમારી યોજનાઓ તથા કાર્યો સફળ રહેશે.

નેગેટિવઃ- સંતાનને લગતી થોડી આશામાં ખામી રહેવાના કારણે મન નિરાશ રહેશે. આ સમયે ધૈર્ય અને સમજદારીથી પરિસ્થિતિને સાચવો. વધારે ગુસ્સો અને તણાવના કારણે સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યક્તિગત કારણોને લીધે વ્યવસાયમાં થોડા કામ અધૂરા રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતોને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે યોજનાબદ્ધ તથા ડિસિપ્લિન રીતે કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરવામાં સક્ષમ રહેશો. તમારી કોઈ સફળતાથી સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે માન-સન્માન વધશે. રાજનૈતિક સંબંધ તમારા માટે લાભદાયક રહી શકે છે.

નેગેટિવઃ- જૂની વિતેલી વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે કોઈ મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. ઘરના કોઈ વડીલ સાથે વિવાદમાં ઉતરવું નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં થોડી ખામી રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવી શકે છે. પારિવારિક વાતાવરણને વધારે ઉત્તમ બનાવવા માટે થોડી યોજનાઓ બનાવશો અને તેમાં સફળ પણ થશો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું અન્ય લોકો માટે પરેશાની બની શકે છે. એટલે પોતાના વ્યવહારમાં થોડું લચીલાપણું જાળવી રાખો. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામમાં રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની પરેશાની રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ ઉત્તમ રહેશે. ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખો. તમારી બુદ્ધિમત્તા તથા વ્યાપારિક વિચારથી લાભના નવા સ્ત્રોત બની શકે છે. ઘર તથા બહાર બંને જગ્યાએ તમારું વર્ચસ્વ રહી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક ગેરસમજના કારણે ભાઈઓ સાથે સંબંધમાં અંતર વધી શકે છે. પારિવારિક મતભેદને રોકાવાની દરેક શક્ય કોશિશ કરવી યોગ્ય રહેશે. ભાવનાત્મક રૂપથી એકલતાનો અનુભવ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઈપણ નવી ગતિવિધિઓ ઉપર કામ શરૂ ન કરો.

લવઃ- લગ્નસંબંધ અંગે વાત આગળ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારનો ભાવનાત્મક આઘાત લાગી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઈ પારિવારિક વિવાદને દૂર કરવામાં સફળ રહેશો. ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. જો ઘરમાં ફેરફારને લગતી કોઈ યોજના બની રહી છે, તો સમય ખૂબ જ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી તમને નુકસાન પહોંચી શકે છે. પરિસ્થિતિઓ અંગે પૂર્ણ અવલોકન કરતા રહો. આળસને તમારા ઉપર વધારે હાવી થવા દેશો નહીં. આ સમયે વિદ્યાર્થી તથા યુવાઓ પણ પોતાના કાર્યો પ્રત્યે બેદરકારી રાખશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની શકે છે.

લવઃ- ઘરમા મહેમાનોના આવવાથી ઉત્સવભર્યું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારી પ્રતિભા અને ક્ષમતાને અન્ય લોકો સામે ઉજાગર કરશે. તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી તથા પરિવારને લગતી સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે બજેટનું પણ ધ્યાન રાખો. કોઈ મોટો ખર્ચ અચાનક જ સામે આવી શકે છે. નાની-નાની વાતો ઉપર દુઃખી થવાના સ્વભાવને સુધારો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ કાર્યને લગતા નિર્ણય લેવામાં સાવધાની જાળવવી.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે વિના કારણે વિવાદમાં ઉતરે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી કોઈ યોગ્ય કાર્ય શૈલીના કારણે સમાજમાં તમારી ઓળખ બનશે. મહેનતનું પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સમારોહમાં સામેલ થવાની તક મળી શકે છે.

નેગેટિવઃ- તમારા કોઈ વહેમના કારણે નજીકના સંબંધી સાથે કોઈ વિવાદ થઈ શકે છે. અન્ય લોકોના મામલે દખલ ન કરો. કોઈ વાતને સમજ્યા વિના પોતાનો નિર્ણય લેશો નહીં. આ સમયે બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો

સ્વાસ્થ્યઃ- વધારે તણાવની અસર તમારી કાર્યક્ષમતા તથા પાચન પ્રણાલી ઉપર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલાં વધારે કામના કારણે થાક રહેશે. જેથી આરામ મેળવવા માટે આજે મોટાભાગનો સમય ઘર તથા પરિવારના લોકો સાથે પસાર થશે. તમે તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થવાથી નિરાશા રહેશે. તમારી દખલ અને સલાહથી યોગ્ય સમાધાન પણ મળી શકે છે. વાતચીત કરતી સમયે શબ્દો ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતા કાર્યોમાં પણ ધ્યાન આપો.

લવઃ- ઘરમાં અનુશાસનપૂર્ણ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શદરી, તાવ વગેરેની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારું પ્લાનિંગથી કામ કરવું તથા પોઝિટિવ વિચાર તમારા તથા પરિવાર માટે નવી દિશા પ્રદાન કરશે. જો ઘરમાં કોઈ પ્રકારના સુધારને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે અનુશાસિત રહેવું અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણું લાવો. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી અંતર જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગીઓ તથા ઘરના અનુભવી વ્યક્તિઓના નિર્ણયોને પ્રાથમિકતા આપો.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે વિચારવાના કારણે તથા તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી યોગ્યતા પ્રમાણે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો. જે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. બાળકો તરફથી પણ કોઈ ગંભીર ચિંતા દૂર થશે. કોઈ પારિવારિક માંગલિક આયોજનને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધોમાં ખટાસ આવવા દેશો નહીં. ગુસ્સા અને જિદ્દના કારણે પરિસ્થિતિ ખરાબ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં કોઈ સફળતા પ્રાપ્ત કરવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

લવઃ- પરિવારના સભ્યોનો સહયોગ તથા અન્ય પ્રત્યે સમર્પણની ભાવના ઘરમાં સુખમય વાતાવરણ જાળવશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતાના કારણે ક્યારેક તમારી અંદર આત્મબળની ખામી અનુભવ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...