બુધવારનું રાશિફળ:બુધવારે ઈગો અને અતિ આત્મવિશ્વાસ કુંભ જાતકો માટે નબળાઈ બની શકે છે, વેપાર માટે દિવસ અતિ શુભ રહેશે

એક વર્ષ પહેલા
  • છ રાશિઓ માટે દિવસ શુભ, મેષ-વૃષભ તથા મકરને ધનલાભની શક્યતા
  • મિથુન, કન્યા, ધન, કુંભ માટે દિવસ મધ્યમ, કર્ક તથા સિંહે સંભાળીને રહેવું

21 જુલાઈ, બુધવારના રોજ બ્રહ્મ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે અને નોકરિયાત વર્ગને પ્રમોશન અંગેના સમાચાર મળી શકે છે. વૃષભ રાશિના જાતકોનો આવકનો સોર્સ વધશે અને સ્થિતિ પણ અનુકૂળ રહેશે. તુલા રાશિના જાતકોને શૅર માર્કેટ તથા જોખમી કામમાંથી ફાયદો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે દિવસ સારો રહેશે. નાણાકીય સંબંધિત નિર્ણયમાં ફાયદાનો યોગ છે. મકર રાશિને નોકરી તથા બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ શુભ છે. રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સાથે જ મીન રાશિના જાતકોનું કોઈ સપનું સાચું પડી શકે છે. નોકરિયાત વર્ગને સારી તક મળી શકે છે. આ ઉપરાંત મિથુન, કન્યા, ધન તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. કર્ક તથા સિંહ રાશિને નસીબનો સાથ મળશે નહીં.

21 જુલાઈ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- નજીકના લોકો સાથે મુલાકાત અને મનોરંજનમાં સમય પસાર થશે. અનુભવી વ્યક્તિઓ સાથે તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારી ઉપર જવાબદારી વધારે રહેશે. તમારા કામનો ભાર અન્ય સભ્યો સાથે પણ વહેંચવાની કોશિશ કરો, નહીંતર તમારા વ્યક્તિગત કામ અટકી શકે છે. કોઈપણ પરિસ્થિતિને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપારમાં મોટાભાગના કામ ફોન અને સંપર્કોના માધ્યમથી જ પૂર્ણ થઈ શકે છે.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી સુખમય વાતાવરણ રહેશે. રાજનૈતિક સંપર્ક બનશે જે લાભદાયી રહેશે. તમારું વર્ચસ્વ જાળવી રાખવાનો આ ઉત્તમ સમય છે. સંપત્તિને લગતું કોઈપણ કામ આજે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે ન કરો. ધ્યાન રાખો કે તમારી યોજના ઉજાગર થવાથી કોઈ અન્ય વ્યક્તિ તેનો દુરૂપયોગ પણ કરી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી પણ યોગ્ય નથી.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને વ્યવસ્થિત કરો.

લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- વરસાદના વાતાવરણના કારણે એલર્જી જેવી ફરિયાદ થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોની દેખરેખ અને માન-સન્માન જાળવી રાખવું તમારું કર્તવ્ય છે. તેમના માર્ગદર્શન અને સાનિધ્યમાં તમને ઘણું શીખવા મળી શકે છે. તમારા જીવનમાં આવી રહેલાં ફેરફારનો સ્વીકાર કરો, આ ફેરફાર તમારા માટે પોઝિટિવ જ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વિતેલી નકારાત્મક વાતો તમારું આજ ખરાબ કરી શકે છે. તેને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. કોઈપણ પ્રકારની ઉધારીને લગતી લેવડદેવડ કરવી સંબંધોને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાય પ્રત્યે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. તમારો પોઝિટિવ વ્યવહાર પારિવારિક સમસ્યાઓને શ્રેષ્ઠ રીતે ઉકેલ કરવામાં મદદગાર રહેશે. કોઈ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ કે સંગતિની જાણ થવાથી મન પરેશાન રહી શકે છે. તમે તમારી સમજણથી સમસ્યાનો ઉકેલ પણ શોધી લેશો. કોઈપણ પ્રકારનું પેમેન્ટ લેવામાં સાવધાની જાળવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડી તિરાડ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યને વાંચવામાં પસાર થશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. તમે તમારી વાતો દ્વારા અને કાર્યક્ષમતા દ્વારા તમારું કોઈપણ કામ કઢાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી દરેક વાત અંગે યોગ્ય વિચાર કરી લો. નહીંતર કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઈ નજીકના મિત્રની ગેરસમજના કારણે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે નહીં.

લવઃ- કામન કારણે પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને તણાવના કારણે હોર્મોનને લગતી સમસ્યા આવી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. માત્ર તમારે દૃઢ નિશ્ચયી થઈને કામ કરવાનું છે. ઘરની દેખરેખને લગતા સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડી એવી છે કે અન્યની સલાહની જગ્યાએ પોતાના ઉપર જ વિશ્વાસ રાખીને કામ કરો. તેનાથી તમને વધારે સફળતા મળી શકે છે. ક્યારેક ક્યારેક ગુસ્સા અને ખરાબ શબ્દોના પ્રયોગથી સંબંધ ખરાબ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

લવઃ- પરિવારમાં એકબીજા સાથે પ્રેમપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની તકલીફ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારી કાર્યકુશળતાના બળે તમે અનેક મહત્ત્વપૂર્ણ કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. શેરબજાર અને રિસ્કને લગતા કાર્યો તમારા માટે લાભદાયી સ્થિતિ બનાવી રહ્યા છે. માત્ર હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- તમારા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. આ સમયે પરિસ્થિતિઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની જરૂરિયાત છે. ગુસ્સા અને ઉત્તેજનાથી સમસ્યાઓ વધી શકે છે.

વ્યવસાયઃ- દિવસનો મોટાભાગનો સમય માર્કેટિંગ અને બહારની ગતિવિધિઓમાં પસાર થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા માટે થોડી પોઝિટિવ સફળતા લઈને આવી રહ્યું છે. તમે રોજિંદા કામથી અલગ થોડું નવું કરવાની કોશિશ કરશો, સફળ પણ થશો. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈપણ નિર્ણયને લવામાં વધારે સમય લગાવવો હાથમાં આવેલી સફળતાને દૂર પણ કરી શકે છે. મામા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખો. યુવાઓ મિત્રો સાથે વધારે સમય ખરાબ ન કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઈ મુશ્કેલી શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક આળસ અને નકારાત્મક વિચાર હાવી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારમાં સારી વ્યવસ્થા જાળવી રાખવા માટે જે નિયમ અને કાયદા બનાવ્યાં છે, તેના કારણે ઘરમાં અનુશાસિત અને સુખદ વાતાવરણ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત વ્યસ્ત રહી શકે છે. આ સમયે બાળકો સાથે પણ તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહ મેળવવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતું કોઈ સરકારી કામ અટવાય તો તેના ઉપર ધ્યાન આપો. તમને સફળતા મળી શકે છે. રોકાણને લગતી ગતિવિધિઓ માટે પણ દિવસ અનુકૂળ છે. માત્ર અન્ય લોકોની સલાહની અપેક્ષાએ તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર વિશ્વાસ કરો.

નેગેટિવઃ- પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતા મામલાઓ ખૂબ જ સાવધાની પૂર્વક કરો. આ સમયે અનુભવી વ્યક્તિની સલાહને ઇગ્નોર ન કરો. રૂપિયા-પૈસાના મામલે બધા નિર્ણય જાતે જ લો.

વ્યવસાયઃ- મીડિયા અને માર્કેટિંગને લગતા વ્યવસાયમાં આજે સારો નફો કમાઈ શકો છો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ઈજા થાય તેવી શક્યતા છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે અચાનક કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી તમે તણાવમુક્ત રહેશો. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. તેના કારણે તમારા વિચારો અને વ્યક્તિત્વમાં પોઝિટિવ અને સંતુલિત પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ- ઈગો અને અતિ આત્મવિશ્વાસ તમારી નબળાઈ બની શકે છે. આ ખામીઓ ઉપર કાબૂ મેળવવાથી તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ આવી જશે. યુવાઓ ફોન અને મિત્રો સાથે પોતાનો સમય ખરાબ ન કરે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલાં લોકોની આજે કોઈ ડીલ ફાઇનલ થઈ શકે છે.

લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમી સામે તમારું રક્ષણ કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમારુ કોઈ સપનું સાકાર થવાનું છે. એટલે તમારા કાર્યો ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રહ ગોચર શુભ રહેશે. પરંતુ તેનો સદુપયોગ કરવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- અનેકવાર તમારા ખોટા શબ્દોના પ્રયોગથી થોડા લોકોમાં નિરાશાનો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે તમારી બોલચાલની રીત નરમ રાખવી. થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી પણ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારું પ્રભુત્વ જળવાયેલું રહી શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને શોપિંગમાં સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવની ફરિયાદ રહી શકે છે.