તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારનું રાશિફળ:રવિવારે મિથુન જાતકોને પ્રોપર્ટીને લગતા કાર્યમાં સફળતા મળી શકે છે, શારીરિક ઊર્જામાં ઘટાડો અનુભવ થશે

9 દિવસ પહેલા

રવિવાર, 21 ફેબ્રુઆરીના રોજ ગુપ્ત નવરાત્રિ પૂરી થશે. રવિવારે મૃગશિરા નક્ષત્ર હોવાને કારણે સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા-પાઠ તથા નવા કામની શરૂઆત કરી શકાય છે. ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. રવિવાર તથા ગુપ્ત નવરાત્રિની નોમના યોગમાં સૂર્યદેવ તથા દેવી માતાની વિશેષ પૂજા કરવી.

21 ફેબ્રુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા અહંકારના કારણે બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. કોઇ નજીકના મિત્ર સાથે મનમુટાવની સ્થિતિ પણ બની શકે છે. તમારા સ્વભાવને સહજ જાળવીને રાખો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી ખરીદદારી કરવાનો પ્રોગ્રામ બનશે તથા પરિવાર સાથે સમય પસાર કરીને બધા ફ્રેશ અનુભવ કરશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઇ અટવાયેલાં કામ આજે પૂર્ણ થવાની શક્યતા છે. એટલે કોશિશ કરતાં રહો. બપોર પછી ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા તમને કોઇ પ્રકારનો લાભ થઇ શકે છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકના સાધન પણ મળી રહેવાથી મુશ્કેલીઓ થશે નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે હળવા-મળવાનું ન રાખશો.

વ્યવસાયઃ- આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોને ટાળવા યોગ્ય રહેશે.

લવઃ- તમારા કોઇ કામમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લેવી તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવા અને ગેસની સમસ્યા અનુભવ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇપણ કાર્યને શરૂ કરતાં પહેલાં તેની યોજના તથા રૂપરેખા બનાવો, તેના પછી જ તે શરૂ કરો. પ્રોપર્ટીને લગતાં કોઇપણ કાર્યમાં સફળતા નિશ્ચિત છે. જનસંપર્ક વધારવામાં વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ- કોઇ સંબંધી પરિવારમાં દખલ કરી શકે છે. જેથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે. અન્યની વાતો ઉપર ધ્યાન ન આપો. બાળકોની પરેશાનીઓમાં તેમની મદદ કરવી તથા તેમની સાથે સમય પસાર કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં દરેક કામમાં પાક્કા બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે શારીરિક ઊર્જામાં ઘટાડો કે થાક અનુભવ થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. વધારે ભાવુકતા અને ઉદારતા જેવો સ્વભાવ તમારા નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધર થવાથી સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- સંતાનના કરિયરને લગતાં કોઇ વિઘ્ન આવવાથી મન નિરાશ રહેશે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ધ્યાન રાખો કે તમે તમારી જીદ્દના કારણે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામમાં સારી સફળતા મળશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને રોજિંદાના તણાવથી રાહત મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં કોઇ મામલે આજે સફળતા મળી શકેછે. તમે એક નવા આત્મવિશ્વાસ સાથે થોડી નવી યોજનાઓમાં જોડાઇ શકો છો.

નેગેટિવઃ- કોઇપણ પેપરને લગતા કામ કરતી સમયે વધારે સાવધાની જાળવવી જરૂરી છે. તમારી થોડી બેદરકારી વધારે નુકસાન કરાવી શકે છે. ભાઇો સાથે સંબંધ મધુર જાળવી રાખવા તમારા ઉપર નિર્ભર કરે છે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે યુવાઓની કરિયરને લગતી કોઇ કોશિશ સફળ થવાની સંપૂર્ણ સંભાવના છે. તમે બધા કામ ખૂબ જ સરળ અને સારી રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આવક અને વ્યયનો યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. સમય હસી-મજાક સાથે પસાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ ખરીદદારીના સિલસિલામાં દગાબાજી થઇ શકે છે. બેકારના કાર્યોમાં ખર્ચ વધારે પણ રહેશે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં કોઇ સારી ડીલ થવાની શક્યતા છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી સમજણ અને સમજદારીથી કોઇ પારિવારિક મામલો ઉકેલવામાં સક્ષમ રહેશો. અન્યની વાતો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને હાર્દિક સુખ મળશે.

નેગેટિવઃ- ઘરમા અચાનક મહેમાનો આવી જવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. સ્વભાવમાં ચીડિયાપણું ન આવે તેનું ધ્યાન રાખો. કોઇપણ પરેશાનીમાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે શરીરમાં સુસ્તી અને થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં યોગ્ય સમય પસાર કરશો. જેના કારણે માનસિક સુકૂન મળશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી સન્માનજનક સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લગતી ગતિવિધિઓમાં યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ- ઘરના કોઇપણ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. કોઇ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદ ઊત્પન્ન થવાની સ્થિતિ બની શકે છે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ જળવાયેલો રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જાળવી રાખવા માટે તમારા અહંકાર અને ગુસ્સા ઉપર કાબૂ રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અને સહયોગ દ્વારા સામાજિક રૂપથી તમે તમારી છાપને નિખારવામાં સક્ષમ રહેશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધોમાં વધારે મધુરતા વધશે.

નેગેટિવઃ- અન્ય કાર્યો સાથે-સાથે તમારા ઘર પરિવાર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બાળકો ઉપર વધારે અંકુશ ન લગાવો તથા સહયોગાત્મક વ્યવહાર રાખો.

વ્યવસાયઃ- કોઇ અનુભવી અને વડીલ વ્યક્તિનો સહયોગ તમારા કાર્યક્ષેત્ર માટે ઉન્નતિદાયક રહેશે.

લવઃ- ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક-ક્યારેક કોઇ પરેશાનીના કારણે નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો સ્થાન પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો તેને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. બાળકોના કરિયરને લગતા કોઇપણ શુભ સમાચાર મળશે. કોઇ ધાર્મિક યાત્રા પણ થઇ શકે છે.

નેગેટિવઃ- ખોટા હરવા-ફરવા અને મોજ-મસ્તીમાં તમારો સમય નષ્ટ ન કરો. તેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિમાં તમારે ધૈર્ય તથા શાંતિ જાળવવી પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી તણાવ દૂર થશે. તમારી દિનચર્યામાં થોડા ફેરફાર લાવવા માટે અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- આજે કોઇપણ જગ્યાએ રૂપિયા રોકાણ કરવાને લગતી યોજના ન બનાવો, કેમ કે નુકસાનદાયક સ્થિતિ બની રહી છે. વધારે મેલજોલ ન રાખો, તમારા કામ ઉપર જ ધ્યાન આપો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લગતું યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં નિરાશા રહેશે.

વ્યવસાયઃ- કોઇપણ કાર્ય કે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો.

લવઃ- પારિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક પરેશાનીઓને હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમારો પોઝિટિવ વ્યવહાર તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. કોઇ ધાર્મિક સ્થળ ઉપર પણ થોડો સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા અને પરિવાર બંને માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે. કોઇપણ પ્રકારના ખોટા ખર્ચ ન કરો નહીંતર આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાને લગતા કોઇપણ કામ અને ગતિવિધિને અન્ય સામે જાહેર ન કરો.

લવઃ- પરિવારજનો સાથે મનોરંજન કે મોજ-મસ્તીમાં સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસ જેવી નાની-નાની પરેશાનીઓ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો