તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે મેષ, વૃષભ, કન્યા અને તુલા રાશિના લોકોના લગ્નજીવનમાં વિવાદ ઊભો થઈ શકે છે

9 મહિનો પહેલા
  • મેષ-વૃષભ રાશિને મળશે નસીબનો સાથ, ધન રાશિના જાતકોની આવક વધશે
  • વૃશ્ચિક, મકર, કુંભ રાશિએ તબિયત સંભાળવી, કન્યા-મીન બેદરકારી ના રાખે

21 ડિસેમ્બર, સોમવારના રોજ ગ્રહ-નક્ષત્ર અનેક જાતકો માટે શુભ સાબિત થશે. આ દિવસે સાત રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા તથા ધન રાશિના જાતકોનાં વિચારેલાં કામો પૂરાં થશે. જોબ તથા બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટકેલા પૈસા પરત મળવાના યોગ છે. અનેક બાબતમાં નસીબનો સાથ મળશે. આ ઉપરાંત કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોનો દિવસ મધ્યમ રહેશે. આ પાંચ રાશિએ પૈસાની લેવડ-દેવડ તથા રોકાણમાં સાવચેત રહેવું.

21 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ

મેષઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારાના લોકોને મળવાથી નવી ઊર્જા પ્રાપ્ત થશે. લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ વધશે.

નેગેટિવઃ- આજે દિવસના બીજા ભાગમાં એવો અનુભવ થશે જાણે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. આર્થિક સ્થિતિઓમાં થોડી ડગમગાઈ આવી શકે છે, જેથી પરેશાન રહેશો. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જ યોગ્ય છે.।

વ્યવસાયઃ- ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજને કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધનની જગ્યાએ પોતાનાં માન-સન્માન અને આદર્શો પર વિશ્વાસ રાખવાથી તમને સફળતા મળશે. તમારું કર્મ પ્રધાન હોવું જ તમારા ભાગ્યનું પણ નિર્માણ કરશે. કોઇ ધાર્મિક કે સામાજિક આયોજનની જવાબદારી પણ તમારા પર રહી શકે છે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વધારે વ્યસ્તતાને કારણે તમે તમારા પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં, જેને કારણે પરિવારના સભ્યોની નિરાશા ભોગવવી પડી શકે છે. થોડો સમય બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં પણ પસાર કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતો વ્યવસાય સફળ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- યુરિનને લગતું ઇન્ફેક્શન અને સોજા જેવી પરેશાની થવાની સંભાવના છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મક તથા થોડાં રહસ્યને જાણવા પ્રત્યે તમારો રસ વધશે. તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવાની કોશિશ પણ તમે કરશો. પ્રોપર્ટીના વેચાણને લગતાં કાર્યોમાં યોગ્ય લાભની સંભાવના છે.

નેગેટિવઃ- તમારો ખૂબ જ વધારે અનુશાસિત વ્યવહાર પરિવારજનો માટે પરેશાની ઊભી કરી શકે છે, એટલે તમારા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર કરો.

લવઃ- કોઇ અન્ય વ્યક્તિને કારણે લગ્નજીવનમાં તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ખોટી ગતિવિધિઓથી ધ્યાન હટાવીને આત્મ અવલોકન કરવાની કોશિશ કરો, જેનાથી તમને ખૂબ જ વધારે શાંતિ અને તણાવથી મુક્તિ મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ ને કોઇ સમયે વધારે વિચાર કરવાથી થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે, એટલે તરત નિર્ણય લઇને કામ શરૂ કરો. યુવા વર્ગને કોઇ કારણોસર કરિયરને લગતી યોજનાઓને હાલ ટાળવી પડી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવહારને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય ઉત્તમ છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓથી રાહત મળી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અન્યની ભૂલોને માફ કરવી તથા સંબંધોને સહજ જાળવી રાખવા આ રાશિના લોકોની વિશેષતા છે. તમારું પરિવાર તથા સમાજમાં વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં એની રૂપરેખા બનાવીને જ એને અમલમાં મૂકો.

નેગેટિવઃ- બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારાં પોતાનાં વ્યક્તિગત કામ અટકી જશે. બાળકો પર વધારે રોક-ટોક ન લગાવો. આવું કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવી શક્ય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની મુશ્કેલીઓથી પરેશાન રહેશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારાં કાર્યોને ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. એનાથી તમારા કાર્ય સુગમતાથી પૂર્ણ થઇ જશે. કોઇ અટવાયેલા રૂપિયા પણ પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે ઉતાવળ અને બેદરકારીને કારણે થોડાં કામ અધૂરાં રહી શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય લેશો નહીં. ધૈર્યપૂર્વક સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન ગતિવિધિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની વધવા દેશો નહીં.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ રાજકીય કામ અટવાયેલાં છે, તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં સફળતા મળશે. ઘરેલુ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના થોડા લોકો તમારી આલોચના કે નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો, તમારું અહિત થશે નહીં. આર્થિક સ્થિતિઓમાં કોઇ પ્રકારની ભાગદોડ રહી શકે છે.

વ્યવસાયઃ- જો કોઇ વ્યાવસાયિક કામ અટવાયેલું છે તો આજે એનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ ઊભા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે મોટા ભાગનો સમય પરિવારની જવાબદારીને પૂર્ણ કરવામાં પસાર થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે અને તમને માનસિક શુકન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. બેંકિંગ કાર્યોમાં કોઇ વાતની મુશ્કેલીઓ આવવાને કારણે મનમાં ગભરામણ થઇ શકે છે. આર્થિક મામલે થોડી સાવધાની જાળવવી.

વ્યવસાયઃ- વ્યાવસાયિક વ્યવસ્થામાં સુધારો આવશે. મોટા ભાગનાં કામ સમયે પૂર્ણ પણ થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજન અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ પણ બની શકે છે. આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણની યોજના બની રહી છે તો એના પર અમલ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- અજાણ લોકો પર વધારે વિશ્વાસ ન કરો. તમારી સાથે દગાબાજી થઇ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો, સાથે જ એવું પણ ધ્યાન રાખો કે આળસ કરવાથી અનેક અવસર હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાનો છે. આ સમયે તમે તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જા દ્વારા તમારાં કાર્યોમાં લગાવો.

લવઃ- તમારા કોઇપણ કામમાં જીવનસાથી કે પારિવારિક લોકોની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી વધવાને કારણે છાતીમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. છેલ્લા થોડા સમયથી જે લોકો તમારી વિરુદ્ધ હતા તેઓ આજે તમારા પક્ષમાં આવી જશે. બાળકોને લગતાં કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. આ સમયે તમારી પ્રતિભાને ઓળખો અને પૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડો લોકો ફાયદો પણ ઉઠાવી શકે છે. અન્યના મામલાઓનો ઉકેલ લાવવાના ચક્કરમાં થોડા લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- આજે ઓફિસમાં કોઇ પ્રકારના ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણમાં તમારું ધ્યાન રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિનો અવસર લાવશે. લાભદાયક મુદ્દા પર ચર્ચા-વિચારણા થશે. કોઇ ધાર્મિક સંસ્થા સાથે તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે.

નેગેટિવઃ- તમારાં વ્યક્તિગત કાર્યોમાં કોઇ બહારની વ્યક્તિને સામેલ ન કરો. કોઇપણ યોજના બનાવતાં પહેલાં એના અંગે ફરી વિચાર કરવો પણ જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કાર્યને લગતી નીતિઓ અંગે ફેરફારને લગતી યોજનાઓ બનશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સર્વાઇકલને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમય પ્રોપર્ટી કે અન્ય કોઇ અટવાયેલાં કામ રાજનૈતિક વ્યક્તિ દ્વારા ઉકેલાઇ શકે છે. સામાજિક સીમા પણ વધશે. તમે તમારા ફિટનેસને લઇને પણ ગંભીર રહેશો.

નેગેટિવઃ- તમારાં બનતાં કાર્યોમાં મોટે ભાગે મુશ્કેલીઓ આવી જવાનું કારણ તમારી આળસ અને બેદરકારી રહેશે. તમારા આ અવગુણો પર પ્રતિબંધ લાગશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા અતિ જરૂરી છે.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.