મંગળવારનું રાશિફળ:મંગળવારે મિથુન સહિત 6 રાશિના જાતકો માટે ફાયદાનો દિવસ, અટવાયેલું ધન પાછું મળશે, ધાર્યાં કામ થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

20 સપ્ટેમ્બર, મંગળવારના રોજ પુનર્વસુ નક્ષત્ર હોવાને કારણે સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને નસીબનો સાથ મળશે. વૃષભ રાશિને વધારાની આવક થાય તેવી શક્યતા છે. મિથુન રાશિને પ્રમોશનના સમાચાર મળી શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી મકર રાશિ માટે દિવસ શુભ રહેશે. અધૂરા કામો પૂરા થઈ શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

20 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- મનને સ્થિર રાખવાની કોશિશ કરો. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. જોખમી કાર્યોમાં રસ ન લેશો નહીંતર નુકસાન થઇ શકે છે. પરિજનો તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગ અને પ્રમોશન ઉપર વધારે ધ્યાન આપવું જોઇએ.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરના રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે. કામ વધારે હોવા છતાં થોડો સમય તમે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરશો.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે ખરાબ વચનોનો ઉપયોગ ન કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખો, કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. મિત્રો તથા નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલાં સંબંધમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળી શકે છે. કોઇપણ મુશ્કેલ કાર્યને તમે તમારી મહેનત દ્વારા ઉકેલી શકશો. કામ વધારે રહેવા છતાં તમે ઘરમાં જ તમારો ભરપૂર સહયોગ આપશો.

નેગેટિવઃ- થોડા બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વિવાદમાં પડશો નહીં. ક્યાંકથી કોઇ અપ્રિય કે શુભ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે ઘર-પરિવારને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે મોજ-મસ્તીની ક્રિયાઓમાં સમય સારો પસાર થશે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. ઘરની જરૂરિયાતોને લગતી વસ્તુઓની ઓનલાઇન ખરીદદારી કરવામાં એન્જોય કરશો.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિ તથા સંગત ઉપર નજર રાખો. આળસના કારણે થોડા અધૂરા કામ છૂટી શકે છે. આ સમયે તમારી ઊર્જા અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો આવવા દેશો નહીં. સમય પ્રમાણે વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- કોઇપણ નવા કામને શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મકતા વધશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સામાજિક અને ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર કરવાથી તમને માનસિક સુકૂન અને શાંતિ મળશે. પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતા કાર્યો સફળ રહેશે. તમારી કોઇ વિશેષ પ્રતિભા લોકો સામે આવશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં ખર્ચ કરવાથી બજેટ ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે સંબંધો ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું. વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય સારો છે.

લવઃ- પારિવારિક મામલાઓમાં કોઇ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને તણાવ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા કામ જાતે જ બનતા જશે. એટલે ગંભીરતાથી મહેતન કરવા ઉપર ધ્યાન આપો. જો કોઇ પણ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ લાવવા માટે આજે યોગ્ય સમય છે. પારિવારિક દેખરેખમાં પણ તમે સમય કાઢી શકશો.

નેગેટિવઃ- ક્યારેક આળસ અને બેદરકારીના કારણે તમારે થોડા કામ ટાળવા પડી શકે છે. આ સમયે ગાડી કે પ્રોપર્ટીને લગતા કોઇપણ કામને ટાળવા યોગ્ય રહેશે. કોઇપણ મુશ્કેલી આવે ત્યારે પારિવારિક સભ્યોની મદદ લો.

વ્યવસાયઃ- કોઇ મન પ્રમાણે વ્યવસ્થા કે કૉન્ટ્રેક્ટ મળી શકે છે.

લવઃ- પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ- નસમાં ખેંચાણ કે દુખાવાની સમસ્યા વધવા લાગશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામની જગ્યાએ તમે તમારા વ્યક્તિગત તથા તમારા રસની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરશો. તેનાથી તમને માનસિક સુકૂન અને સુખ મળશે. તમારા કાર્યોને યોજનાબદ્ધ અને ડિસિપ્લિનથી અંજામ આપો.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યોના લગ્ન જીવનમાં સમસ્યા આવી જવાથી તણાવ રહેશે. રૂપિયા-પૈસાના મામલાઓ અંગે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ સમયે કોઇપણ યાત્રાને ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પોલ્યૂશન અને વર્તમાન વાતાવરણથી તમે પોતાને બચાવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓનું ઘરમાં આગમન થવાથી સુખમય વાતાવરણ રહેશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે. જો ભવન નિર્માણને લગતું કામ અટવાયેલું છે તો તેના અંગે યોજના બનાવવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- આ સમયે યાત્રાને લગતી કોઇ ગતિવિધિને ટાળો તો સારું રહેશે. કામનો વધારે ભાર પોતાના ઉપર લેશો નહીં. ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને પોતાના મહત્ત્વપૂર્ણ કામ ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પબ્લિક રિલેશનને વધારે મજબૂત કરો.

લવઃ- પતિ-પત્ની સારા તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને વાઇરલની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય લાભદાયી છે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા તથા ઓનલાઇ ગતિવિધિમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. જૂની ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારી યોજનાઓને જાહેર થવા દેશો નહીં, નહીંતર તમારી સાથે દગાબાજી થઇ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવો.

વ્યવસાયઃ- જો વ્યવસાયમાં કોઇ પ્રકારનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાક હાવી રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તમને કોઇ સારી સફળતા મળવાની છે. આત્મ મનન તથા ચિંતન કરવાથી તમને ખૂબ જ વધારે માનસિક શાંતિ અનુભવ થશે. કોઇ મુશ્કેલ કાર્યોને પણ તમે દૃઢ સંકલ્પ દ્વારા પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- ઘરમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરો. કોઇ સાથે ખરાબ ભાષામાં વાત કરશો નહીં. અન્યની સલાહએ તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- નવા કરાર મળશે જે આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી ખૂબ જ વધારે સુકૂન મળશે. તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચાર કરશો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધને લઇને મનમાં શંકા અને નિરાશા જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા વિચારોમાં ધૈર્ય અને સ્થિરતા જાળવી રાખવી. ધનને લગતું કોઇપણ લેવડ-દેવજ આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને અનુશાસન પૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગ તથા કમરમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને પણ તમે તમારી મહેનત દ્વારા ઉકેલવાની કોશિશ કરશો. થાક હોવા છતાં તમારી અંદર ઊર્જા ભરપૂર રહેશે. કોઇ પારિવારિક વિવાદનું સમાધાન મળવાથી ઘરમાં સુકૂન અને શાંતિ રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ કરશો નહીં. ક્યારેક શંકા અને વહેમ જેવા વ્યવહાર તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી ક્ષમતાથી વધારે ઉધાર લેશો નહીં. આ સમયે સંતાનને પણ યોગ્ય માર્ગદર્શની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે તાલમેલ ખૂબ જ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને સર્વાઇકલની સમસ્યા વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...