બુધવારનું રાશિફળ:બુધવારનો દિવસ ધન જાતકો માટે માન અને પ્રતિષ્ઠાવર્ધક રહેશે, ધર્મ-કર્મના કાર્યોમાં રસ વધશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 ઓક્ટોબરે ચંદ્રનું રાશિ પરિવર્તન, ચાર રાશિને લાભ થઈ શકે છે

બુધવાર, 20 ઓક્ટોબરના રોજ સવારે ચંદ્ર મીન રાશિમાં રહેશે અને બપોરે મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધવારે રેવતી નક્ષત્ર હોવાથી ઉત્પાત નામનો અશુભ યોગ બની રહ્યો છે. બુધવારે શરદ પૂનમ પણ છે.

વૃષભ, સિંહ, તુલા તથા ધન રાશિના જાતકોને લાભ થવાની શક્યતા છે. અન્ય રાશિના જાતકોએ સમજી વિચારીને કામમાં આગળ વધવું.

20 ઓક્ટોબર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે ભાવનાત્મક રીતે સશક્ત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થઈ શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ રીતે પરિવર્તન પણ અનુભવ કરશો.

નેગેટિવઃ- અચાનક કોઈ મુશ્કેલી અને સમસ્યા ઊભી થઈ શકે છે. સમજણ અને સાવધાની સાથે તમે તેમાંથી બહાર પણ આવી જશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જમીન જાયદાદ અને રોકાણ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. ઉત્તમ સમાચાર પણ મળી શકે છે. તમે દરેક કાર્યોમાં રસ લઈને તમારી ક્ષમતાઓ પ્રમાણે કામને અંજામ આપી શકો છો.

નેગેટિવઃ- બધું જ ઠીક હોવા છતાંય મનમાં થોડા નકારાત્મક વિચારો આવી શકે છે. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં પસાર કરવો તમને સુકૂન આપી શકે છે. યુવાઓ પોતાના કરિયરને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું ઢીલું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- માનસિક રીતે તમે પોતાને મજબૂત અનુભવ કરી શકો છો. તમારું પોતાના વ્યક્તિત્વને નિખારવામાં અંગે ખાસ ધ્યાન રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મળીને લાભદાયક યોજનાઓ પણ બનશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.

નેગેટિવઃ- ધનને લગતા મામલે કોઈ પ્રકારનો સમજોતો ન કરો. વાહન કે ઘરના સમારકામને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. તમારા સંબંધીઓ સાથે સંબંધ સારા જાળવી રાખવામાં તમારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારનું સ્થાન કે કાર્યપ્રણાલીમાં પરિવર્તન કરવાની જરૂરિયતા છે.

લવઃ- પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓ અને શોપિંગમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ કામમાં યોગ્ય સફળતા મળવાથી ઉત્સાહ વધશે. જેથી દિવસભરનો થાક પણ ભૂલી શકો છો. કોઈપણ પ્રકારની સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવના છે.

નેગેટિવઃ- કરિયર અને વ્યક્તિગત કાર્યોમાં તમારા અહંકારને આડે આવવા દેશો નહીં. નહીંતર બનતું કામ ખરાબ થઈ શકે છે. વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે કોઈ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વેપારમાં મદદગાર સાબિત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. લાભના નવા માર્ગ બની શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થઈ શકે છે જેથી માનસિક શાંતિ મળી શકે છે. આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ સફળ રહી શકે છે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. નાની વાત અંગે પણ કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારા સ્વભાવને નિયંત્રિત રાખો. બાળકોન પરેશાનીઓના નિવારણ માટે થોડો સમય તેમન સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- જીવનસાથી સાથે થોડો વિવાદ થવાની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઈ સપનું સાકાર થવાથી માનસિક રીતે સુકૂન રહેશે. સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેનો ભરપૂર સહયોગ કરો. જો કોઈ નવું મકાન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- કામ વધારે રહી શકે છે. મહેનતની જગ્યાએ પરિણામ ઓછું મળી શકે છે. વિદ્યાર્થી સમજવા-વિચારવામાં વધારે સમય લગાવશે જેથી હાથમાં આવેલી કોઈ સફળતા સરકી શકે છે.

વ્યવસાયઃ- કારોબારી સ્ત્રીઓ ખાસ કરીને પોતાના વેપાર ઉપર વધારે ધ્યાન આપે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યવહાર તથા મૃદુભાષીતા દ્વારા ખરાબ સંબંધને સુધારવામાં સફળ રહેશે. તમારા પોઝિટિવ વિચાર જેવા કે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે સ્વાભાવિક જ ઉત્તમ પરિસ્થિતિઓ ઊત્પન્ન કરશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો મનમોજી સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. ઘરમાં પણ પારિવારિક સભ્યો સાથે કોઈ નાની વાતને લઇને ગેરસમજ ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે તમારી કોઈ એવી વાત ઉજાગર થઈ શકે છે જેને તમે ગુપ્ત રાખવા ઇચ્છતા હતાં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા વિઘ્નોને દૂર કરવામાં સફળ રહેશો. જેથી તમને આત્મ સંતુષ્ટિનો ભાવ રહેશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં ખાસ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ નજીકના મિત્ર તમને દગો આપી શકે છે. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે બેદરકારી ભવિષ્ય માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે સાવધાની રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિ અને સફળતા માટે મદદગાર રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં ગાઢ સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન કે મશીનને લગતા ઉપકરણોનો સાવધાની પૂર્વક ઉપયોગ કરો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય માન અને પ્રતિષ્ઠાવર્ધક છે. ધર્મ-કર્મ અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. વેપાર, ઘર અને દુનિયાદારી વચ્ચે સંતુલન જાળવી રાખવું. કોઈને ઉધાર આપેલાં રૂપિયાનો થોડો ભાગ પાછો મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના મિત્રની નકારાત્મક ગતિવિધિઓથી તમને આઘાત કે ધક્કો લાગી શકે છે. ગાડી કે મકાનને લગતા કાગળ સાચવીને રાખો. ક્યારેક કોઈ ખાસ વિષય અંગે જાણવાની ઇચ્છા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- કોઈ પ્રકારની વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં પરાજિત થશો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખીને તમારી ખાસ પ્રતિભાને જાગૃત કરવામાં સમય પસાર થશે. ખાસ કરીને ગૃહિણીઓ પોતાને સાબિત કરવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વધારે આત્મકેન્દ્રિત થવાથી તેની નકારાત્મક અસર તમારા વ્યક્તિગત તથા પારિવારિક જીવન ઉપર પડી શકે છે. કોઈ ધાર્મિક ઉત્સવમાં ગેરસમજના કારણે કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કાર્યોની વચ્ચે થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી મનમાં આનંદ રહેશે. તમારા સિદ્ધાંતો સાથે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરવો તમને મજબૂત જાળવી રાખશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધ મધુર રહેશે. કેમ કે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી હટીને ખોટા કાર્યોમાં લાગી શકે છે. જેથી કોર્સ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- તેલને લગતા વેપારમાં ભરપૂર નફો કમાવવાની સ્થિતિ રહી શકે છે.

લવઃ- વધારે કામના કારણે પરિવારમાં ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગળાને લગતી પરેશાની અંગે બેદરકારી ન રાખશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી સમજણ અને બુદ્ધિમત્તા દ્વારા તમારા કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરવામાં સક્ષમ રહેશો. કાર્યને યોજનાબદ્ધ રીતે કરવું તમને સફળતા આપી શકે છે. ઘરમાં મિત્રો કે મહેમાનોનું આગમન થશે તથા બધા સભ્યો એકબીજા સાથે મેલજોલનો આનંદ ઉઠાવશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરે. નહીંતર પરિણામ ખરાબ આવી શકે છે. તમારા સ્વભાવને સહજ અને સંતુલિત જાળવી રાખો. કેમ કે ગુસ્સાથી પરિસ્થિતિઓ વધારે ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- ખાનપાનને લગતા વેપાર ધીમે-ધીમે વ્યવસ્થિત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજાના સંબંધ સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેસ અને પેટ ખરાબ થવા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.