તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 ઓક્ટોબરનું રાશિફળ:મંગળવારે ધન રાશિના જાતકોને સારા અવસર પ્રાપ્ત થશે, કુંભ રાશિના લોકો માટે ગ્રહસ્થિતિ અનુકૂળ સાબિત થશે

6 મહિનો પહેલા
 • ચંદ્રમા પર રાહુ-કેતુની છાયા હોવાને કારણે કામકાજમાં અડચણ આવી શકે છે, સાત રાશિના જાતકોએ સંભાળવું
 • અશુભ ગ્રહસ્થિતિને કારણે કેટલાક લોકોએ લેવડ-દેવડ તથા રોકાણમાં સાવધાની રાખવી

20 ઓક્ટોબર, મંગળવારના રોજ ચંદ્રમા પોતાની ઊતરતી રાશિમાં કેતુની સાથે હશે. તેના પર રાહુની દૃષ્ટિ પડવાને કારણે અશુભ યોગ બની રહ્યો છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે મિથુન, વૃશ્ચિક, વૃષભ, કર્ક, કન્યા, તુલા તથા મીન રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે નહીં. જોબ તથા બિઝનેસનાં કામકાજમાં આ સાત રાશિના જાતકોને અડચણ આવી શકે છે. કામમાં મન લાગશે નહીં. કેટલાક નિર્ણયો ખોટા સાબિત થશે. જૂની મુશ્કેલીઓ રહેશે. લેવડ-દેવડ તથા રોકાણમાં સાવધાની રાખવી, તો મેષ, સિંહ, ધન, મકર તથા કુંભ રાશિના જાતકો અશુભ અસરથી બચી શકશે. આ પાંચ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે.

20 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે, સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે.

નેગેટિવઃ- આળસના કારણે થોડાં કામ અધૂરાં રહી શકે છે, એટલે તમારી ઊર્જા અને કાર્યક્ષમતાને જાળવી રાખો. આર્થિક મામલે કોઇપણ નિર્યણ ધ્યાનપૂર્વક લો, નહીંતર કોઇ પ્રકારની ભૂલ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- વ્યાપારિક મામલે આજે કોઇપણ નિર્યણ લેવામાં મુશ્કેલીઓ આવશે.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક લાગણી વધશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળનો સંચાર અનુભવ કરશો. અન્યના નિર્ણયોની અપેક્ષા પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો, તમને સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારો અધિકાર અને ગુસ્સાવાળો વ્યવહાર તમારાં કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે, એટલે તમારા આક્રમક સ્વભાવ અને ગુસ્સા પર કાબૂ રાખો. ભાઇઓ સાથે કોઇ નાની વાતને લઇને મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં નવીનતાની કોઇ સંભાવના નથી.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર તથા ડાયાબિટીસવાળી વ્યક્તિઓએ પોતાનું ધ્યાન રાખવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસનો મોટા ભાગનો સમય રચનાત્મક કાર્યોમાં પસાર થઇ શકે છે. ઘરમાં રિનોવેશન તથા સજાવટને લગતાં કાર્યોની રૂપરેખા બનશે, સાથે જ કોઇ બાળકો તરફથી તેમના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- ખોટાં કાર્યોમાં સમય પસાર કરવાથી તમારાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે, જેના કારણે તણાવ હાવી થઇ જશે. તમારા સ્વભાવમાં નિયંત્રણ લાવો, કેમ કે ગુસ્સાના કારણે થોડા સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને પેટને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે ઓનલાઇન શોપિંગ અને મસ્તીભર્યાં કાર્યોમાં સમય પસાર થશે. રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવાઓને કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળવાથી તણાવમુક્ત અનુભવ કરશે.

નેગેટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી વધારે જરૂરી છે, નહીંતર બેદરકારીને કારણે તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. બાળકોની ગતિવિધિઓ તથા મિત્રો પર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- મીડિયા અને શેરબજાર વગેરેને લગતા વ્યવસાય સફળ રહેશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી યોજનાઓ બનશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. એકબીજાને હળવા-મળવાથી વાતાવરણ આનંદિત બની રહેશે. તમારી કોઇ વિશેષ પ્રતિભા લોકો સામે આવી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ વારસાગત સંપત્તિને લઇને ભાઇઓ સાથે થોડા વિવાદની આશંકા છે. થોડી સાવધાની અને સમજણ દ્વારા પરિસ્થિતિ સંભાળી શકાય છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ એકાગ્રતા સાથે કરે.

વ્યવસાયઃ- આજનો દિવસ માર્કેટિંગને લગતાં કાર્યો તથા પેમેન્ટ એકઠું કરવામાં પસાર થશે.

લવઃ- કોઇ બહારની વ્યક્તિની દખલને કારણે ઘરમાં થોડા વિવાદ ઊભા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડન કારણે થાક અને માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ શુભ સમાચાર મળવાથી આનંદ અનુભવ થશે, સાથે જ ઘરમાં પણ માંગલિક કાર્યને લગતી યોજનાઓ બનશે. લાભદાયક યાત્રાનો પણ યોગ બની રહ્યો છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારાને લગતા શુભ અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવું જરૂરી છે, કેમ કે બાળકોના અભ્યાસને લગતી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. રૂપિયાને લગતી ઉધારી અંગે સાવધાન રહો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીને લગતી ગતિવિધિઓમાં કોઇની સામે વધારે જાહેર કરશો નહીં.

લવઃ- પતિ-પત્ની વ્યસ્ત હોવાને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આવા સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને જ તમારા પક્ષમાં છે, પરંતુ એનો ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. વારસાગત સંપત્તિ લાભ આપી શકે છે. લાભદાયક યાત્રાઓ સંપન્ન થઇ શકે છે તથા આવકના માર્ગ પણ બનશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓ અને ક્રિયાઓમાં ખર્ચ વધવાથી બજેટ નિયંત્રણમાં રહેશે નહીં. આ વાતનું ધ્યાન રાખશો. કોઇપણ પ્રકારની લેવડ-દેવડ કરવાથી બચવું. વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે વ્યાવસાયિક સ્થળે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટી ખરીદીને લગતાં કાર્યો કરવા માટે સમય ઉત્તમ છે. ધાર્મિક તથા સામાજિક ક્રિયાઓમાં પણ સમય પસાર થઇ શકે છે. આ સમયે રોકાણ કરવાની જે યોજના બનાવી રહ્યા છો એ ભવિષ્ય માટે મદદગાર સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- મનમાં કોઇ કારણોસર થોડી અશાંતિ અને તણાવ અનુભવ થશે. થોડા સમય પ્રકૃતિના સાંનિધ્યમાં પસાર કરો, સાથે જ મેડિટેશન પર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- પ્રોપર્ટી, વીમા, કમિશન વગેરેને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થઇ શકે છે.

લવઃ- કામકાજ વધારે હોવા છતાં તમે પરિવાર માટે સમય કાઢશો.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રભાવશાળી કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. ઉન્નતિના અવસર પણ પ્રાપ્ત થશે. આજે તમારાં કામ જાતે જ પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- આળસના કારણે તમે થોડાં કામને ટાળવાનો પ્રયાસ કરશો, જે તમારા માટે નકારાત્મક સાબિત થઇ શકે છે. આ ખામીને દૂર કરો તથા તમારા કામ પ્રત્યે એકાગ્રચિત્ત રહો. મિત્રોની સલાહ પર વધારે વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ- તમારા સહયોગી તથા કર્મચારીઓ સાથે સંબંધ સારા જાળવી રાખો.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે થોડાં અધૂરાં રહેલાં કાર્યો સંપન્ન થઇ શકે છે, એટલે પોઝિટિવ થઇને તમારાં કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. ઘણા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી પણ આર્થિક સ્થિતિ મજબૂત થઇ શકે છે.

નેગેટિવઃ- આજે ઉધારીને લગતા કોઇપણ કાર્ય કરશો નહીં. તેનાથી ફાયદો થશે નહીં, પરંતુ એકબીજા સાથે સંબંધોમાં ક્લેશ વધી શકે છે. કોઇ પાડોશી સાથે પણ વિવાદની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એના પર ગંભીરતાથી અમલ કરો.

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા શોપિંગને લગતી યોજનાઓ બનશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યા અનુભવાશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો કોઇ ગાડી કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બની રહી છે તો આજે એ અંગે ગંભીરતાથી વિચાર કરો, કેમ કે ગ્રહસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે, સાથે જ કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય રહેશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તમારા મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ અનુભવ કરી શકો છો. ગુસ્સાને કારણે તમારા બનતાં કાર્યો પણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં મન પ્રમાણે સંપર્ક મળવાની સંભાવના છે.

લવઃ- કોઇપણ કાર્ય કરતાં પહેલાં ઘરના કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- થાક અને તણાવના કારણે નબળાઇ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પોતાના દ્વારા લીધેલા નિર્ણય યોગ્ય સાબિત થઇ શકે છે. અન્યની વાતોમાં વધારે ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. જો કોઇ સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો છે તો આજે એનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારો અધિકાર અને ગુસ્સાવાળો સ્વભાવ તમારાં કાર્યોમાં વિઘ્ન ઊભા કરી શકે છે, એટલે તમારા સ્વભાવને સહજ અને સંયમિત રાખો.

વ્યવસાયઃ- વેપારમાં આજે કોઇ પ્રકારના નુકસાનની સ્થિતિ બની રહી છે, એટલે સાવધાન રહેવું

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને ગરદનસંબંધી સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો