તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 નવેમ્બરનું રાશિફળ:શુક્રવારે સિંહ જાતકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે, પતિ-પત્ની વચ્ચે સામાન્ય વિવાદ થઇ શકે છે

5 દિવસ પહેલા
  • 3 શુભ યોગને કારણે કુંભ સહિત 6 રાશિ માટે ફાયદાકારક દિવસ

20 નવેમ્બર, શુક્રવારના રોજ વૃદ્ધિ, સર્વાર્થસિદ્ધિ તથા રવિયોગ બની રહ્યા છે. આ ત્રણ શુભ યોગને કારણે છ રાશિઓ માટે દિવસ ખાસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, કર્ક, સિંહ, કન્યા, કુંભ તથા મીન રાશિના જાતકો માટે લેવડ-દેવડ તથા રોકાણ માટે ફાયદાકારક દિવસ રહેશે. જોબ તથા બિઝનેસના જરૂરી કામો પૂરા થઈ શકે છે. નવી યોજનાઓ પર કામ થશે અને સફળતા મળવાના યોગ છે. આ ઉપરાંત વૃષભ, મેષ, તુલા, વૃશ્ચિક, ધન તથા મકર રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

20 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળ કરશે. તમારો વ્યક્તિગત રસ ધરાવતાં કાર્યોમાં સમય પસાર કરવાથી સુકૂન મળશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં માંગલિક કાર્યમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક ભેદભાવ જેવી સ્થિતિ ઊભી થવાથી મન નિરાશ રહેશે. સંબંધો સાચવવાં. રૂપિયા અંગે કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો, કેમ કે આ સમયે થોડા નુકસાનની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધતા તણાવ ઉપર કાબૂ રાખો, તેની અસર તમારી કાર્યક્ષમતા અને મનોબળ ઉપર પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા દ્વારા લીધેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રોકાણ અંગે કાર્યો માટે દિવસ ઉત્તમ છે. વિદ્યાર્થીઓને પોતાના કોઇ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ચિંતા દૂર થવાથી સુકૂન મળશે.

નેગેટિવઃ- શેરબાર, સટ્ટો વગેરે જેવા રિસ્કના કાર્યોથી દૂર રહો. કોઇ પ્રકારના ગેરકાયદેસર કાર્યોમાં રસ ધરાવશો નહીં. નકારાત્મક પ્રવૃતિના લોકો સાથે મળવાનું થવાથી તમારી માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ- થોડી પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાકના કારણે શારીરિક નબળાઈ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને તમારા નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે. એટલે હ્રદયની અપેક્ષાએ દિમાગથી નિર્ણય લો. શેરબજાર તથા રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં તમે વધારે નફો કમાશો. માત્ર થોડી સાવધાની જાળવવી જરૂરી છે.

નેગેટિવઃ- તમારા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે તમારા થોડાં સંબંધ ખરાબ થશે. કોઇપણ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જરૂરી છે. ગુસ્સાના કારણે સમસ્યાઓ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ભાર રહેશે.

લવઃ- પરિવારમાં શાંતિ અને અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. ત્યાં જઇને તમે ખૂબ જ સુકૂન અને શાંતિ અનુભવ કરશો. કોઇ સામાજિક સંસ્થામાં સહયોગના કારણે તમે સન્માનિત પણ થઇ શકો છો.

નેગેટિવઃ- બિનજરૂરી વધતાં ખર્ચના કારણે મન થોડું પરેશાન રહી શકે છે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. કોઇ પાડોસી સાથે બેકાર વિવાદ થઇ શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિથી વાત પૂર્ણ કરવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- આ સમયે તમારા કાર્યસ્થળ ઉપર કામની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ- તમારી પરેશાનીઓનો ઉકેલ કરવામાં જીવનસાથી અને પારિવારિક સભ્યોનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ પ્રકારની ઈજા પહોંચે તેવી સંભાવના છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે સંબંધોને મજબૂત કરવામાં વિશેષ સમય આપી રહ્યા છો. આજે પણ તમારો દિવસ પરિવારના લોકોની સુખ-સુવિધા અને દેખરેખના કાર્યોમાં પસાર થશે. પ્રોપર્ટીની લેવડ-દેવડની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે કોઇપણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- ક્યારેક બાળકો પાસેથી વધારે આશા રાખવી તથા તેમના ઉપર રોક-ટોક કરવી તેમને વધારે જિદ્દી બનાવી શકે છે. એટલે તમારા સ્વભાવમાં લચીલાપણું રાખો. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હાલ મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા બની રહેશે. આ સમયે આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- બાળકોની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસ અને આત્મબળને વધારશે. તમારા જ નજીકના લોકો સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે. એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ- અચાનક કોઇ મોટા ખર્ચ આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ સમયે તમારી જરૂરિયાતના ખર્ચ ઉપર કાપ કરવો પડશે. સંબંધોને સંભાળવાના ચક્કરમાં તમારે અન્ય સામે નમવું પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કોઇપણ કામને આળસના કારણે પેડિંગ રાખશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે, તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા વડીલ લોકોના સંપર્કમાં સમય પસાર કરવાથી તેમની પોઝિટિવ અસર તમારી પર્સનાલિટી ઉપર પડી શકે છે. તમને તમારા જીવનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ વાતો શીખવા મળશે.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સો તથા ઉત્તેજનાના કારણે કોઇ બનતું કામ પણ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે. કોઇપણ અસમંજસની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લેવી તમારી પરેશાનીઓનો ઉકેલ છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં વધારે પરેશાનીઓ સામે આવશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ ઈજાની સંભાવના છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે થોડી તમને ભ્રમિત કરીને તમારા આ સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દરેક કાર્યોને પ્રેક્ટિકલી કરવાની કોશિશ કરો. બાળકો તરફથી પણ કોઇ સંતોષજનક પરિણામ મળવાથી મનમાં સુકૂન રહેશે.

નેગેટિવઃ- આ સમયે મહેનત વધારે અને લાભ ઓછો રહે તેવી સ્થિતિ બનશે, પરંતુ તણાવ લેવો આ સમસ્યાનો ઉકેલ નથી. યોગ્ય સમયની રાહ જોવો, પરિસ્થિતિ તમારા પક્ષમાં થઇ જશે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામ સફળ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ શારીરિક ઘાવ થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રાજનૈતિક કે સામાજિક ગતિવિધિઓને લગતી મહત્ત્વપૂર્ણ ગોષ્ઠી અથવા સભામાં જવાનો અવસર પ્રાપ્ત થશે. તેને નજરઅંદાજ ન કરો કેમ કે, તેમના દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ખાસ કરીને યુવા વર્ગ કોઇપણ અનૈતિક કાર્ય જેમ કે, જુગાર, સટ્ટા વગેરે સાથે જોડાયેલાં લોકોના સંપર્કમાં ન આવે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ દાગ લાગી શકે છે.

વ્યવસાયઃ- આજે કારોબારી ગતિવિધિઓ ધીમી રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તથા ખાનપાનને વ્યવસ્થિત રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારા કુશળ વ્યવહાર દ્વારા ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. જેથી બંને જગ્યાએ વાતાવરણ સારું જળવાયેલું રહેશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- ગુસ્સો અને જિદ્દી સ્વભાવ જેવા તમારા અવગુણો ઉપર અંકુશ રાખવો જરૂરી છે. કેમ કે તેના કારણે તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. જોકે, પરિવારના સભ્યો તમને પૂર્ણ સહયોગ કરશે.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- વધારે વ્યસ્તતા હોવા છતાં તમારું ઘર-પરિવાર પ્રત્યે સમર્પણ ઘરમાં સુખ-શાંતિ લાવશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા માથાના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નાણાંકીય કાર્યોને લગતી યોજના અંગે કામ કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે ખૂબ જ લાભદાયક વાતાવરણ બનાવી રહી છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના પણ સફળ થશે.

નેગેટિવઃ- ખોટું હરવા-ફરવા તથા મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની અપેક્ષાએ ગંભીરતાથી તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. નહીંતર તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બાળકોની પરેશાનીઓને લઇને તમારી કોઇ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- હાલ કાર્ય પ્રણાલીમાં પરિવર્તનને લગતી યોજનાઓને ટાળો.

લવઃ- ઘરના મામલે વધારે દખલ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. એકબીજાને મળવાનું અને વાર્તાલાપથી અનેક મહત્ત્વપૂર્ણ વાતો સામે આવશે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. આ સમયે તમારી હોબી અથવા કઇંક નવું કરવાની ધુન તમને વ્યસ્ત રાખશે.

નેગેટિવઃ- રોકાણ કરતી સમયે વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કેમ કે, કોઇ પ્રકારની દગાબાજી થવાની સંભાવના છે. કોઇ પારિવારિક સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- આજે શેરબજાર, સટ્ટો તથા તેજી-મંદી સાથે સંબંધિત કામ કરનાર લોકોને નફો થશે.

લવઃ- લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે થોડી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો