મંગળવારનું રાશિફળ:મંગળવારે મીન જાતકોએ કોઈ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં, આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે

એક વર્ષ પહેલા
  • મેષ, મકર, મીન રાશિના જાતકોને ધન લાભની શક્યતા, વૃશ્ચિક રાશિએ સાવચેત રહેવું
  • વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા તથા ધન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

20 જુલાઈ, મંગળવારના રોજ શુક્લ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ, મકર, તથા મીન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ કુંભ રાશિના અટકેલા કામો પૂરા થશે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા તથા ધન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. વૃશ્ચિક રાશિએ લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ મુશ્કેલી-ભર્યો રહેશે.

20 જુલાઈ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર આવશે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર તમને આગળ વધવા અને તમારા કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરવામાં મદદ કરશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનની પણ યોજના બનશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારના રોકાણને ટાળો. જો સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ધ્યાન રાખો કે ભાઈઓ સાથે સંબંધ ખરાબ ન થાય. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે ફેરફારને લગતી જે યોજના બનાવી રહ્યા છો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- ઘરમાં મહેમાનોની અવરજવરથી વાતાવરણ વધારે સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. બધા કામ શાંતિથી સંપન્ન થઈ શકે છે. થોડા લોકો જે તમારા વિરૂદ્ધ હતાં, આજે તે તમારા પક્ષમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાઓને તેમની મહેનત પ્રમાણે અનુકૂળ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે જો કોઈને વચન આપેલું છે તો તેને જરૂર પૂર્ણ કરો. નહીંતર તમારી છાપ ખરાબ થઈ શકે છે. અન્ય લોકોના મામલાઓ ઉકેલવામાં તમારું મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં ફેરફાર આવશે અને તમને તેનું સારું પરિણામ પણ મળશે.

લવઃ- તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે ચામડીને લગતી કોઈ એલર્જી થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતથી તમારી લોકપ્રિયતા પણ વધશે. સાથે જ જનસંપર્કની સીમા પણ વિશાળ થશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે. કોઈ પ્રોપર્ટીને લગતું કામ આજે પૂર્ણ થવાની શક્યતા છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની ઉધારી ન કરો, નહીંતર તમે દગાબાજીનો શિકાર થઈ શકો છો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન જરૂર રાખો. કોઈપણ નિર્ણય લેવામાં વધારે ચર્ચા-વિચારણાં ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લેવામાં આવેલ ઠોસ નિર્ણય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ અનુશાસિત અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટમાં દુખાવો અને ગેસની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ સુખદ ઘટના બની શકે છે. જેના કારણે તમને સુખ મળી શકે છે. તમારી સંપૂર્ણ ઊર્જા સાતે દિનચર્યા અને કાર્યપ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઘરમાં પણ નજીકના સંબંધીઓ આવવાથી સુખ અને સુકૂનભર્યું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- જમીનને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો કાગળિયાને લઇને મુશ્કેલી રહી શકે છે. વિવેક અને સમજદારીથી કામ લેવું. રૂપિયા-પૈસાની ઉધારી ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે બધી ગતિવિધિઓને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકશો.

લવઃ- વેપાર અને પરિવાર બંને જગ્યાએ સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- મોબાઈલ કે મેઇલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. તેના અંગે ગંભીરતાથી કામ કરો. ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઘરમાં કોઈપણ માંગલિક કાર્યોને લગતી યોજના બની શકે છે.

નેગેટિવઃ- અચાનક કોઈ ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે આર્થિક તંગી રહી શકે છે. જો કોર્ટને લગતો કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તમારા શુભચિંતકો સાથે આ અંગે વાત કરીને યોગ્ય ઉકેલ મેળવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે, જે ખૂબ જ લાભદાયી અને સન્માનજનક સાબિત થઈ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહી શકે છે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે દરેક શક્ય કોશિશ કરશો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, તે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. વડીલો તથા અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. ચોક્કસ જ તમને કોઈ યોગ્ય રસ્તો મળી શકે છે.

વ્યવસાયઃ- પ્રતિષ્ઠિત વ્યવસાયિક લોકો સાથે તમારા સંપર્કોને વધારે મજબૂત કરો.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બાફના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારી સમજણ અને સંતુલિત વ્યવહારથી ઉકેલાઇ જશે. ઘરની દેખરેખ અને સજાવાટને લગતા કાર્યોમાં પણ રસ અને વ્યસ્ત રહી શકો છો. યુવાઓ પોતાના કરિયરને લઈને ખૂબ જ સજાગ રહેશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ પરેશાનીનું કારણ બની શકે છે. તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. અહંકાર અને ગુસ્સા જેવી ખામીઓમા સુધાર લાવો તથા શાંતિ અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કાર્યક્ષમતા અને ઊર્જામાં ઘટાડો અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તથા ભાગ્ય તમને શુભ અવસર પ્રદાન કરી રહ્યા છે. સમયનો યોગ્ય સદુપયોગ કરો. ઉતાવળની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. ઘરની વ્યવસ્થાને સારી જાળવી રાખવામાં તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે વધારે વિચાર કરવામાં થોડું પરિણામ હાથમાંથી સરકી શકે છે. અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ હાવી થવા દેશો નહીં. તેના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની સાથે કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે વધી રહેલી તમારી આસ્થાથી તમારા દૃષ્ટિકોણમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી વ્યસ્તતાથી આજે રાહત મળશે અને દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે.

નેગેટિવઃ- ઘરના વડીલના માન-સન્માનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો આવવા દેશો નહીં. કોઈપણ કાર્યમાં તેમનો સહયોગ જરૂરી છે, જોખમી કાર્યોથી દૂર રહો, આ સમયે કોઈ મોટું નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં જે પરિવર્તન કર્યું છે, તે લાભદાયી સાબિત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે જેટલી મહેનત કરશો તેના પ્રમાણે જ તમને પરિણામ મળી શકશે. વિદ્યાર્થીઓને પણ તેમની શિક્ષાને આડે આવતા વિઘ્ન દૂર થશે. ભવિષ્યને લગતા નિર્ણયો લેવા માટે તમારી અંદર હિંમત પણ આવી શકે છે.

નેગેટિવઃ- તમારો તીખો અને ગુસ્સાવાળો સ્વભાવ કંટ્રોલમાં રાખો. તેના કારણે તમારી માનહાનિ શક્ય છે. રોકાણ કરતા પહેલાં તેના અનેક સ્તર અંગે વિચાર કરી લો.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક પાર્ટીઓના સંપર્કમાં રહો.

લવઃ- કામ વધારે રહેવાના કારણે તમારા પરિવાર માટે પણ સમય કાઢવો પડશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ વિશેષ કાર્યને લગતી યોજના શરૂ થશે. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- તમારા કોઈ ખોટા નિર્ણયના કારણે તમને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. કોઈપણ પગલું ભરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યોમાં ધ્યાન આપો. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમને તમારા કાર્યોમાં મન પ્રમાણે સફળતા મળી શકે છે. સાથે જ અનેક પ્રકારની પોઝિટિવ ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે, એટલે સાવધાન રહો. ઘરના વડીલોની સલાહ ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય લગભગ નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક પોઝિટિવિટી રહી શકે છે.