સોમવારનું રાશિફળ:સોમવારના દિવસે મકર અને કુંભ જાતકો માટે પરિસ્થિતિ સારી રહેશે, કોઈ શુભ સમાચાર મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ, મકર તથા કુંભ રાશિ માટે સોમવારનો દિવસ સારો
  • કન્યા, વૃશ્ચિક અને ધન સહિત 6 રાશિ માટે દિવસ સામાન્ય

20 ડિસેમ્બર, સોમવારના રોજ શુક્લ તથા બ્રહ્મ એમ બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિ માટે સમય અનુકૂળ છે. અટવાયેલા પૈસા મળશે. કન્યા રાશિના જાતકો માટે પણ દિવસ ફાયદાકારક રહેશે. વૃશ્ચિક રાશિને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે. કુંભ તથા મકર રાશિને સારા સમાચાર મળી શકે છે. મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય છે.

20 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધોની વચ્ચે ચાલી રહેલાં વિવાદ દૂર થશે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. કોઇ ધાર્મિક સ્થળે જવાનથી તમને વધારે શાંતિ અને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક મામલાને લઇને ભાઈ-બહેન વચ્ચે વિવાદ થઇ શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યની મધ્યસ્થતાથી સંબંધ મધુર બનશે. કોઇપણ યોજના ઉપર કામ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ રહેશે.

લવઃ- પતિ-પત્નીનો સારો સહયોગ વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યો કરતી વખતે સાવધાન રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાનું સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓને પોતાની નોકરીને લગતા કોઇ ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- મિત્રો અને ખોટા કાર્યોમાં પોતાનો સમય ખરાબ ન કરો. તેના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને અકારણ જ તણાવ ઊભો થઇ શકે છે, એટલે વધારે ગુસ્સો કરવાથી બચવું.

વ્યવસાયઃ- થોડા વ્યક્તિગત કાર્યોના કારણે તમે કાર્યસ્થળમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરને લગતો પ્લાન પણ બની શકે છે. તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસની સામે તમારા વિરોધી પણ પરાજિત થશે.

નેગેટિવઃ- કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો વધારે સમજણ અને વિવેકથી કામ લેવાની જરૂરિયાત છે. મિત્રો સાથે કોઇ નાની વાતને લઇને મતભેદ થઇ શકે છે. તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઇપણ પ્રકારની યોજના ઉપર આજે કાર્યવાહી ટાળો તો સારું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ કોઇ ચિંતાના કારણે ઊંઘ ન આવવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમને છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનું સમાધાન મળશે. જેના કારણે વધારે રાહત અને તણાવમુક્ત અનુભવ કરશો. જમીનને લગતી કોઇ ગતિવિધિમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાથી તમે શારીરિક અને માનસિક રીતે થાકી શકો છો. તમારા કામને અન્ય લોકો સાથે વહેંચો. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિઓ અનુકૂળ છે. તમારા કાર્યોને લગતી નીતિઓ અંગે ચર્ચા-વિચારણાં કરો અને તેને વધારે સુધારવાની કોશિશ કરો. તમને ચોક્કસ જ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત તમને સુખ આપશે.

નેગેટિવઃ- માતા-પિતા કે કોઇ વડીલ સભ્યના આત્મ સન્માનને ઠેસ પહોંચાડશો નહીં. આ સમયે તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી તેમનું આત્મબળ નબળું થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ તથા સહયોગીઓનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓ બનશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ લાભદાયી રહેશે. ઘરની વ્યવસ્થાને જાળવી રાખવા સિવાય અન્ય કાર્યોમાં પણ તેમનું યોગદાન રહેશે

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં તથા કાર્યશૈલીમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે. ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે જ નુકસાનનું કારણ બની શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવું.

લવઃ- દિવસભરની ભાગદોડ પછી પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી ઊર્જાવાન અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે રસ કાઢી શકશો. નાણાકીય સ્થિતિમા થોડો સુધાર આવશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલો વિવાદ પણ દૂર થશે. વિદ્યાર્થી વર્ગ સંપૂર્ણ મહેનતથી પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખશે.

નેગેટિવઃ- તમારા સિદ્ધાંતો સાથે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. આ સમયે ખોટા ખર્ચ પણ સામે આવી શકે છે. માનસિક સુકૂન મેળવવા માટે કોઇ એકાંત કે ધાર્મિક સ્થાને થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયને લગતા કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો કે ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, પરંતુ આ નિર્ણય પોઝિટિવ પરિણામ જ આપશે. કોઇ મિત્ર સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. તમે તમારી જવાબદારીઓને નિભાવવામાં સફળ પણ રહેશો

નેગેટિવઃ- દિવસભર વ્યસ્તતા રહી શકે છે. કોઇપણ સરકારી કાર્યો આજે ટાળો તો સારુ રહેશે. કોઇની જવાબદારી પોતાના ઉપર લેશો નહીં. તે તમારા માટે જ મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મન પ્રમાણે કામ કરવાથી સફળતા મળી શકે છે.

લવઃ- પરિવારના લોકોનું એકબીજા પ્રત્યે તાલમેલ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. દરેક કાર્યને યોગ્ય રીતે કરવાથી જલ્દી જ તમે લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. તમે તમારા ઘરને લગતી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી અંજામ આપશો.

નેગેટિવઃ- વધારે ભાવુકતા રાખવી પણ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. અચાકન જ કોઈ મોટો ખર્ચો આવવાથી બજેટ ખરાબ થઇ શકે છે. તણાવ લેવાની જગ્યાએ ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. ધાર્મિક યાત્રાને લગતા પ્લાન પણ બની શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓનો પણ સહયોગ અને આશીર્વાદ તમારી ઉપર રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે તમારા ખોટા ખર્ચ ઉપર કાબુ રાખો તો સારું રહેશે. યુવાઓ પોતાના કાર્યો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં સારું તાલમેલ જાળવી રાખવાથી ઘરનું વાતાવણ સારું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને કોઈ નવી દિશા આપી શકે છે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યો માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે તથા થોડા નિર્ણયો પણ ખોટા સાબિત થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો.

વ્યવસાયઃ- નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમારી મુખ્ય કોશિશ બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે. અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમા ઘણું શીખવા મળી શકે છે.

નેગેટિવઃ- અફવાહો ઉપર વધારે ધ્યાન આપશો નહીં. તમારી ઉપર કોઇ નકારાત્મક અસર પડશે નહીં તથા તમારા કાર્યો પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જોકે, પારિવારિક કાર્યોમાં ધ્યાન ન આપવાથી નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- કોઇપણ પ્રકારના વ્યવસાયમાં હિસાબ-કિતાબ કરતી સમયે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક અને સુકૂન આપનાર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારને લગતી એલર્જી તમને પરેશાન કરી શકે છે.