તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:2 અશુભ યોગને કારણે કન્યા સહિત ચાર રાશિ માટે કપરો દિવસ, માત્ર બે જ રાશિઓ માટે શુભ દિવસ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધન અને મકર સહિત છ રાશિઓ પર રહેશે ગ્રહોની મિશ્ર અસર
  • વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે

2 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ વ્યતિપાત અને કાણ નામના બે અશુભ યોગ સર્જાઈ રહ્યા છે. આ કારણે ચાર રાશિઓ માટે દિવસ સારો નથી અને અન્ય છ રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ ઉપરાંત બે રાશિઓ માટે દિવસ મધ્યમ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે ગુરુવારે કર્ક રાશિના જાતકોના કામકાજમાં કોઈ ગરબડ થઈ શકે છે અને ખોટી સલાહથી પણ નુકસાન થઈ શકે છે.

સિંહ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્યા રાશિના જાતકોએ પૈસાની લેવડ દેવડમાં ધ્યાન રાખવું. વિશ્વાસઘાત થઈ શકે છે. સાથોસાથ મીન રાશિના જાતકોને ખોટી સલાહ મળવાથી નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. સાવચેતીપૂર્વક કામ કરવાં પડશે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, તુલા, ધન અને મકર રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. જ્યારે વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે.

2 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિવારમાં પ્રોપર્ટી કે કોઈ અન્ય મુદ્દાને લઇને જે ગેરસમજ ચાલી રહી હતી તે કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. જેના કારણે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ થઈ જશે. ઘરમાં રિનોવેશન કે પરિવર્તનને લગતા થોડા કાર્યો થઈ શકે છે.

નેગેટિવઃ- બહારના વ્યક્તિઓની સલાહ ઉપર અમલ ન કરો પરંતુ ઘરના વડીલો અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈપણ વિચાર કરતી સમયે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને થોડું સારું પરિણામ મળવાની શક્યતા નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધ પોઝિટિવ અને સહયોગાત્મક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો થોડો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર જળવાયેલો રહેશે. તેમની સલાહનું પાલન કરવું તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત જાળવી રાખવાની જરૂરિયાત છે કેમ કે કોઈ સમયે આળસના કારણે તમે થોડો કામ ઇગ્નોર કરી શકો છો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આજે થોડા અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની જરૂરિયાતો અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધા અને માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી દબાયેલી પ્રતિભા અને ક્ષમતાને ઓળખો. ઘર અને સમાજમાં તમારી કોઇ ખાસ સફળતાને લઇને તમને સન્માનિત કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતા યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડા લોકોમાં ઇર્ષ્યાની ભાવના કે ગેરસમજ ઊભી થઈ શકે છે. તમે બધાને ઇગ્નોર કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વેપારમાં વધારે ઉન્નતિ પ્રાપ્ત કરશો.

લવઃ- આજે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનથી પરેશાન રહી શકો છો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોર્ટ કચેરીને લગતો કોઈ મામલો તમાર હકમાં આવી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે થોડો લાભ લઇને આવી રહી છે. કોઈ રાજનૈતિક વ્યક્તિ દ્વારા તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. તમારી કોઈપણ યોજના જાહેર ન કરો. નહીંતર કોઈ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે. યુવાઓ પોતાનો સમય ખરાબ ન કરીને પોતાના ભવિષ્યને લગતી રૂપરેખા તૈયાર કરવામાં લગાવે.

વ્યવસાયઃ- આજે બહારના વ્યક્તિઓની સલાહ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વારસાગત પ્રોપર્ટીને લગતો કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેના અંગે ચર્ચા-વિચારણાં કરવાનો યોગ્ય સમય છે. થોડા અટવાયેલાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો તેના આજે પૂર્ણ થવાની શક્યતા છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. તમારો થોડો ગુસ્સો તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. અજાણ્યા લોકો સાથે કોઈ સંપર્ક ન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મશીનને લગતી કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથી તથા પારિવારિક લોકોની સલાહ ઉપર ચર્ચા-વિચારણાં થશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક કોઈ યુવા વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ વાતો અંગે ચર્ચા-વિચારણાં થઈ શકે છે, જેનું સારું પરિણામ સામે આવશે. જમીનને લગતા કાર્યોમાં રોકાણ કરવાની પણ યોજના બનશે.

નેગેટિવઃ- ક્યારેક તમે અન્ય લોકોની વાતો ઉપર શંકા કરવા લાગો છો, જે સંબંધોમાં ખટાસ ઊભી કરી શકે છે. તમારા સ્વભાવ અને વિચારોને પોઝિટિવ રાખવાથી પરિસ્થિતિઓ સારી જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં રિટેલની જગ્યાએ હોલસેલ કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્ત રહેવાના કારણે ઘરમા સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ આવવા દેશો નહીં.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના માટે યોગ્ય સમય છે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. બધા સભ્યો એકબીજાની ભાવનાઓની કદર કરશે.

નેગેટિવઃ- જો ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ રાખવું હોય કો કોઈ સંબંધી કે મિત્રની દખલ તમારા ઘરમાં થવા દેશો નહીં. બાળકોના કરિયરને લગતી સમસ્યાઓમાં તમારા સહયોગની પણ જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક થાક જેવી સ્થિતિ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને તેમના કોઈ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી તણાવમુક્ત અનુભવ કરશે. ભવિષ્યમાં તેને લગતી સારી જોબની તક પ્રાપ્ત કરી શકો છો. ધર્મ-કર્મ તથા અધ્યાત્મ પ્રત્યે પણ આસ્થા રહેશે.

નેગેટિવઃ- બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. તેમના ઉપર વધારે અંકુશ લગાવવો તેમને જિદ્દી બનાવી શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટિસને લગતી તકલીફ હોય, તેઓ બેદરકારી ન કરે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતું કોઈ અટવાયેલું કામ તમારા હકમાં આવી શકે છે. સંબંધીઓના કોઈ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારો સહયોગ નિર્ણાયક રહેશે. તમારી બુદ્ધિમાની અને સમજણની ચર્ચા પણ થશે.

નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ સહી કરતા પહેલાં દસ્તાવેજને ધ્યાનથી વાંચી લો. તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે અથવા કોઈ ચીટિંગ પણ કરી શકે છે. આજે આ ગતિવિધિઓને ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં કોઈપણ ગતિવિધિને ઇગ્નોર ન કરો.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી જલ્દી જ લગ્ન થાય તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ જીવનમાં થોડા પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી સફળતા બનાવી રહ્યું છે. કોઈપણ કાર્યને ગંભીરતાથી કરવાથી તે કાર્યમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવો અતિ જરૂરી છે કેમ કે મોટાભાગે તેના કારણે તમારા માટે થોડી પરેશાની ઊભી થઈ શકે છે. તેનું પરિણામ પણ ભોગવવું પડી શકે છે. આજે પણ મામાપક્ષ સાથે થોડા વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ- કોઇ જૂના વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત તમને ફ્રેશ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન થવાથી પરિવારને રાહત મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતા કોઈ કાર્યમાં કોઈની મદદ મળવાથી આત્વિશ્વાસ વધશે.

નેગેટિવઃ- તમારા ખર્ચ ઉપર કાબૂ રાખો. અચાનક જ કોઈ ખર્ચ આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. કોઈ કાકાના ભાઈ સાથે વિવાદ કે મનમુટાવ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજકાલ જે વિસ્તારને લગતી યોજના બની રહી છે, તેને આગળ ટાળવાની જગ્યાએ ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જાળવી રાખવા માટે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો

સ્વાસ્થ્યઃ- તમારા પોઝિટિવ વિચાર અને સંયમિત દિનચર્યા તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઈપણ કામ ઉતાવળમાં ન કરીને પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમને ઉન્નતિના નવા માર્ગ મળી શકે છે. સાથે જ તમારો આત્મવિશ્વાસ અને પ્રતિભામાં પણ વિકાસ થશે.

નેગેટિવઃ- ઘરના વડીલો તથા ખાસ વ્યક્તિઓનું અપમાન અને અવહેલના ન કરો. તેમના આશીર્વાદ અને સલાહ તમારા માટે સંજીવની છે અને ભાગ્યોદય કારક પણ છે. અકારણ જ ગુસ્સાની સ્થિતિથી બચવું જોઈએ.

વ્યવસાયઃ- વધારે નફો કમાવવાના ચક્કરમાં કોઈપણ અયોગ્ય કામ કરતા પહેલાં વિચાર કરવો.

લવઃ- પતિ-પત્નીમાં રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઈ શારીરિક પરેશાનીથી આજે થોડો આરામ મળશે