2 સપ્ટેમ્બરનું રાશિફળ:બુધવારે ધન જાતકો રૂપિયાની અપેક્ષાએ તેમના માન-સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 સપ્ટેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો.

નેગેટિવઃ- વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરે આરામ કરી શકશો નહીં. સંતાનના કારણે કોઇ ચિંતા રહી શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ શોધો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં.

લવઃ- ભાવનાત્મક પૂર્ણ વ્યવહાર રાખવાથી ઘરનું વાતાવરણ સુમધુર થઇ જશે.

સ્વાસ્થ્યઃ- અસંયમિત ખાનપાનના કારણે પેટ ખરાબ થવાની આશંકા છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યામં થોડો પરિવર્તન લાવશે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાના પૂર્ણ યોગ છે.

નેગેટિવઃ- આજે કોઇ પ્રકારનો વિવાદ ઊભો થઇ શકે છે. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ ચાલી રહ્યાં હોય તો તેમાં એકબીજાની સહમતિથી ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- મોટાભાગનો સમય માર્કેટિંગ અને પેમેન્ટ કલેક્ટ કરવામાં વ્યતીત થશે.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યતીત થશે. સાથે જ, મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક મજબૂત થશે. વિદ્યાર્થી ગણ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે.

નેગેટિવઃ- આજે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થશે. કોઇને ઉધાર આપશો નહીં, કેમ કે પાછા મળવાની સંભાવના નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રે તમારી યોજનાઓ સફળ રહેશે

લવઃ- તમારી કોઇ યોજનાને ગતિ આપવા માટે જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરની સજાવટ માટે પરિજનો સાથે વિચાર-વિમર્શ થઇ શકે છે. ખરીદારીમાં પણ સમય વ્યતીત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ- રોકાણ સંબંધિત કોઇપણ પોલિસીને લેતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી અવશ્ય લો. ખોટાં નિર્ણયના કારણે પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કાર્યને લઇને અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- જીવનસાથી સાથે સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વિચારો પોઝિટિવ જાળવી રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- દિવસના બીજા પક્ષમાં થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ અને આત્મબળ દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી શકશો. ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે આસ્થા વધશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચની સ્થિતિ રહેશે. બીમારી વગેરેમાં પણ વધારે ખર્ચ થવાની આશંકા રહેશે.

વ્યવસાયઃ- ગ્લેમર, કળા, સૌંદર્ય પ્રસાધન વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આવક અને વ્યયમાં સમાનતા રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રાખવું પડશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મેલ-મિલાપ થઇ શકે છે.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખવા જરૂરી છે. સંબંધ ખરાબ થવાથી તમારી છાપ ઉપર ધબ્બો લાગી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ સ્થિતિ સારી જળવાઇ રહેવાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ- પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને રાહત આપશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન ભટકાવીને તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યો ઉપર કેન્દ્રિત રાખશો. જેનાથી અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થવા લાગશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ- સ્ત્રીવર્ગ સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- લીવરને આરામ આપવાની જરૂરિયાત છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અન્યની મદદ કરવી તથા તેમની સમસ્યાનું સમાધાન કરવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ નફો થશે. ઘરનું વાતાવરણ અનુશાસિત રહેશે.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે સમય વ્યતીત કરવામાં તમારા અનેક કામ અટકી જશે. નુકસાન થઇ શકશે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કાર્યો કોઇ અનુભવી તથા વરિષ્ઠ વ્યક્તિની મદદથી સંપન્ન થશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ભાગ્યોદય કારક રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને મહેનત કરવાની જગ્યાએ બ્લડ પ્રેશર વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે રૂપિયાની અપેક્ષા તમારા માન-સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખો છો. આ સમયે તેમાં તમે સફળ પણ રહેશો. તમારું કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યનું નિર્માણ પણ કરશે.

નેગેટિવઃ- ખોટા હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય વ્યતીત કરવાથી ધન તથા સમયન બરબાદી થશે. આ સમયે બાળકો ઉપર અંકુશ રાખશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો.

લવઃ- પારિવારિક જીવન ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન સંબંધિત ઇન્ફેક્શન અને સોજા જેવી સ્થિતિ ઉત્પન્ન થવાની આશંકા છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓ તરફ વધારે મજબૂત કરવામાં રહેશે. તેની સાથે સંબંધિત તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સામાજિક ધાર્મિક આયોજનની જવાબદારી તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ- સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્તતા રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. બજેટ કરતાં વધારે ધન ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં સફળ રહેશો.

લવઃ- કોઇ વિપરિત લિંગના વ્યક્તિના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારા સ્વભાવમાં ઉદારતા અને કોમળતાની ભાવના વધારે રહેશે. જેનાથી તમારી આસપાસનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારી વધારે ઉદારતા નુકસાનદાયક રહેશે. ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી રહેશે. મોટા ભાઇ અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમે સફળ થઇ જશો.

વ્યવસાયઃ- કારખાનામાં મશીન સાથે સંબંધિત વેપારમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે.

લવઃ- લગ્ન સંબંધો મધુર જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક તમારી ગુસ્સાવાળી વાણી તમારા સ્વયં માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તણાવના કારણે તમને ભરપૂર ઊંઘ આવશે.

વ્યવસાયઃ- વ્યવસાય તથા નોકરી બંને કાર્યક્ષેત્રોમાં કોઇ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને મેડિટેશનની મદદ લો.