2 ઓક્ટોબરનું રાશિફળ:શુક્રવારના દિવસે 6 રાશિના લોકો માટે લાભદાયક દિવસ રહેશે, 9 રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શુભ યોગ સર્જાવાથી છ રાશિના જાતકો માટે ખાસ દિવસ
  • સર્વાર્થસિદ્ધિ યોગને કારણે લેવડ-દેવડમાં ખાસ લોકોને ધનલાભ થશે

બે ઓક્ટોબર, શુક્રવારના રોજ ધ્રુવ તથા શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ યોગના પ્રભાવથી કર્ક, સિંહ, કન્યા, ધન, કુંભ તથા મીન રાશિના જાતકોની આવક વધી શકે છે. લેવડ-દેવડમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. આ સાથે જ તિથિ, વાર તથા નક્ષત્ર સાથે મળી સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરવામાં આવેલું રોકાણ ફાયદાકારક રહે છે. ગ્રહ-નક્ષત્રની શુભ સ્થિતિનો ફાયદો છ રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે મેષ તથા મિથુન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ ઉપરાંત વૃષભ, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું.

2 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ અટવાયેલું પેમેન્ટ મળી જવાથી મનમાં પ્રસન્નતા રહેશે. તમારું દરેક કાર્ય વ્યાવહારિક રીતે પૂર્ણ કરવું નવી સંભાવનાઓ પ્રદાન કરશે. નજીકના સંબંધીઓના ઘરે આવવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે.

નેગેટિવઃ- કોઇ નજીકની ધાર્મિક યાત્રાને લગતો પ્રોગ્રામ બની રહ્યો હોય તો થોડાં સમય માટે તે ટાળી દો. કેમ કે, વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- આજે કોઇને હળવા-મળવાનું કે માર્કેટિંગને લગતાં કામને ટાળી દો.

લવઃ- ક્યારેક તમારી અતિ સંવેદનશીલતા જીવનસાથી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું તમારા કામ પ્રત્યે વધારે ગંભીર અને જાગ્રત રહેવું લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે. તમારા પોઝિટિવ વિચારથી તમને ઉપલબ્ધિઓ તો મળશે જ સાથે તમારી આસપાસનું વાતાવરણ સારું જળવાશે.

નેગેટિવઃ- ખરીદારી અને મનોરંજનને લગતાં કાર્યોમાં ખર્ચ કરતાં પહેલાં તમારા બજેટનું ધ્યાન રાખો. સાથે જ તમારી યોજનાઓને સાર્વજનિક રૂપથી જાહેર કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઊભી થવાની આશંકા છે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે તમારી ભાવનાઓ અને સમર્પણની ભાવનાને જોઇને લગ્ન માટે પરિવારની મંજૂરી મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે તમારી જાગૃતિ તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીને ત્યાં મહેમાન બનીને જવાનો અવસર પ્રાપ્ત થશે. આ મુલાકાત તમને તાજગી આપશે. થોડી યોજનાઓને તમે યોગ્ય રૂપરેખા આપીને શરૂ કરશો. જે લાભદાયી સાબિત થશે.

નેગેટિવઃ- મનોરંજન સાથે મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં પણ ધ્યાન આપો. થોડી બેદરકારીથી ધનનું નુકસાન થઇ શકે છે. કોઇ ઉપલબ્ધિ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- તમારી ફાઇલ તથા પેપર્સને સંભાળીને રાખો.

લવઃ- પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર તથા સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીથી ચલાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રોકાણને લગતા મામલાઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. કેમ કે, આ સમયે ગ્રહ સ્થિતિઓ લાભદાયક બની રહી છે. સાથે જ, તમે તમારી યોજનાઓને લગતી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન લાવી રહ્યા છો તે પણ તમારા માટે વિશેષ લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા વર્તમાન સ્થિતિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને તમારા અનેક કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મશીન વગેરેને લગતાં કારોબારમાં થોડા નવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદીની ફરિયાદ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વારસાગત સંપત્તિનો મામલો ઉકેલાઇ જશે. દિવસનો મોટાભાગનો સમય પરિવાર તથા રોકાણને લગતાં કાર્યોમાં પસાર થશે. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજે તેને લગતાં પેપરનું કામ પૂર્ણ કરો.

નેગેટિવઃ- તમારી યોજનાઓને સંપૂર્ણ રીતે સમજી-વિચારીને તથા તપાસ કરીને કાર્ય કરો. આજકાલ તમારા સ્વભાવમાં અકારણ જ ગુસ્સો અને ઉગ્રતા હાવી થઇ જાય છે. જેની વ્યવસાય અને પરિવાર ઉપર નકારાત્મક અસર પડશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે.

લવઃ- પરિવારનાં બાળકોના લગ્નને લગતાં કોઇ માંગલિક કાર્ય પૂર્ણ થવાની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- ગરમી અને પરસેવાના કારણે કોઇ પ્રકારની ચામડીની પરેશાની થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ ગુરુ સમાન વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર પોઝિટિવ ઊર્જા પ્રવાહિત કરશે. તમે તમારા જીવન સાથે જોડાયેલાં દરેક કાર્ય પ્રત્યે એકાગ્રચિત્ત થઇને સમર્પિત રહેશો.

નેગેટિવઃ- કલ્પનાઓમાં ન જીવતાં હકીકતની દુનિયામાં આવો. માત્ર વિચારો બનાવવાથી કામ અધૂરાં રહી જશે. બાળકોની મનઃસ્થિતિને પણ સમજો અને તેમની સાથે કઠોર વ્યવહાર કરશો નહીં.

વ્યવસાયઃ- નોકરી અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે.

લવઃ- તમારો પરિવાર પ્રત્યે સમર્પણ તથા સહયોગ પરિવારના લોકોને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- છાતીને લગતી કોઇ તકલીફ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા વિચારોમાં વધારે પોઝિટિવ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો. ઘરના વડીલોની વાત માનવી તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

નેગેટિવઃ- જમીન-પ્રોપર્ટીની ખરીદીના યોગ બની રહ્યા છે. જેના માટે ઉધાર લેવું પડી શકે છે. પરંતુ પરેશાન થશો નહીં, કેમ કે, સમય રહેતાં ઉધાર ચૂકતે પણ થઇ જશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ વધારે અનુકૂળ નથી.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે ઉત્તેજના અને ગુસ્સાના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે મહેનત કરશો અને કોઇ ઉપલબ્ધિ મેળવવામાં પણ સક્ષમ રહેશો. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. અટવાયેલું પેમેન્ટ મળવાના કોઇ અણસાર નથી. એટલે ધૈર્ય જાળવી રાખો. વીતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા શુગર લેવલની તપાસ કરાવવી.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ પૂર્વજોની જમીનને લગતી સમસ્યા ચાલી રહી હશે, તો આજે તેનો ઉકેલ મળવાની આશા છે, એટલે કોશિશ કરતા રહો. તમારી લગન અને હિંમત કોઈ લાભ આપી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમે તમારી અંદર આત્મબળમાં ઘટાડાનો અનુભવ કરશો. કેમ કે, નકારાત્મક વાતો તમારી ઉપર હાવી થઇ જાય છે. મનમાં વિના કારણે ગુસ્સો અને તણાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ કોઇ સુધારની આશા નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળવાથી મનમાં સંતોષ રહેશે. ઘર માટે નવી વસ્તુઓની ખરીદારીમાં સમય પસાર થશે. નજીકના સંબંધીઓ સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે.

નેગેટિવઃ- ઘરની બહાર અહીં-ત્યાં જવામાં તમારો સમય પસાર કરશો નહીં. કેમ કે, માર્કેટિંગને લગતાં કાર્યોમાં ઉત્તમ ફળ મળશે નહીં. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા વિરૂદ્ધ થોડી અફવા ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય હાલ યોગ્ય નથી.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગુસ્સા અને ચીડિયાપણાના કારણે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારી બધી યોજનાઓને શરૂ કરવાનો ખૂબ જ સારો સમય છે. સાથે જ, તમને સફળતા પ્રાપ્ત પણ થશે. પૂર્વજોને લગતાં કાર્યોમાં પણ તમારી મંજૂરી સાથે કોઇ મામલો ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- જમીન-જાયદાદને લગતો કોઇ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે ગંભીર વિચાર કરી લો. આજે બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરશો નહીં.

વ્યવસાયઃ- તમારા ગુસ્સાવાળા સ્વભાવ ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે. કેમ કે, તેની અસર તમારી કાર્યક્ષમતા અને વ્યવસાય ઉપર પડશે.

લવઃ- લગ્ન સંબંધ માધુર્ય જળવાશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે શરીરમાં થોડી નબળાઇ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સ્વાસ્થ્યમાં થોડા સુધારાનો અનુભવ થવાથી તમારી અંદર સ્ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિઓ ફરી વ્યવસ્થિત કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે. વાદ-વિવાદ અને લડાઇ-ઝઘડાની સ્થિતિ પણ દૂર રહો.

વ્યવસાયઃ- માર્કેટિંગ ગતિવિધિઓ તથા સંપર્ક સૂત્રોને મજબૂત કરવામાં તમારી પૂર્ણ ઊર્જા અને ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું અને સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- પાચનતંત્ર નબળું હોવાના કારણે ગેસ અને માથાનો દુખાવો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...