2 નવેમ્બરનું રાશિફળ:સોમવારે કર્ક રાશિના જાતકોએ તેમના ભાઈઓ સાથે સંબંધ સાચવવા, સિંહ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે કાર્યો પ્રત્યે તમે મહેનત કરી રહ્યા હતા, આજે તેનાં શુભ પરિણામ આશા કરતાં વધારે પ્રાપ્ત થશે. નજીકના સંબંધીઓના ઘરે જવાનું આમંત્રણ મળશે. એકબીજા સાથે મેલજોલમાં સમય સારો પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- કાલ્પનિક તથા લોકોની બનાવેલી વાતો પર ધ્યાન ન આપીને હકીકતમાં વિશ્વાસ રાખો. બધી પરિસ્થિતિઓને પહેલા સમજો પછી એના અંગે તમારો મત રાખો. બાળકોની ભૂલને શાંતિથી સમજાવો, ગુસ્સો કરવાથી તેમના અંદર હીનતાની ભાવના જન્મી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઇપણ ડીલ ફાઇનલ કરતા સમયે સમજદારી અને સમજણથી કામ લો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, અપચા અને પેટની તકલીફ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા અટવાયેલાં રાજકીય કામ કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઉકેલાઈ શકે છે, એટલે કોશિશ કરતા રહો. બાળકોની સમસ્યાઓનો યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે પાડોશી સાથે કોઇ વાતને લઇને તણાવ ઊભો થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લો, નહીંતર મામલો ખરાબ થઇ શકે છે. રોકાણને લગતાં કાર્યોમાં વધારે સાવધાની જાળવવી પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કાર્યોમાં નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવો.

લવઃ- જીવનસાથી તથા પરિવારજનો માટે ભેટ લાવો તથા તેમની સાથે સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે તમારી સંયમિત દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલ વ્યક્તિઓના માન-સન્માનનું ધ્યાન રાખવું તથા તેમની સાથે સમય પસાર કરવો તેમને સુખી અને સ્વસ્થ રાખશે. તેમની મદદથી ચાલી રહેલા કોઇ પારિવારિક મામલો ઉકેલાઇ શકે છે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ રાખશો નહીં. તમારી પીઠ પાછળ તે લોકો તમારા અંગે ખોટી અફવા ફેલાવી શકે છે. મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવા કે ચોરી થવાથી ખૂબ જ નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- જો કોઇ સાથે પાર્ટનરશિપમાં વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેના બધા જ સ્તરો અંગે સારી રીતે વિચાર કરી લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી બીમારીઓ થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા જીવનથી અલગ થોડો સમય આત્મ અવલોકન કરવામાં પસાર કરશો. જેથી તમને તમારી અનેક ગૂંચવાયેલી વ્યક્તિગત વસ્તુઓને વ્યવસ્થિત કરવામાં સરળતા રહેશે, સાથે જ, અત્યારસુધી અસંભવ લાગી રહ્યાં કાર્યોને પણ સંભવ કરવાની રૂપરેખા બનશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ ગેરસમજને કારણે ભાઇઓ સાથે મતભેદ થઇ શકે છે. દરેક સમસ્યાનું સમાધાન યોગ્ય વ્યવહારથી મળી શકે છે. તમે આવું કરવામાં સમર્થ રહેશો.

વ્યવસાયઃ- કોઇપણ કામને અન્ય સાથે મળીને કરવાની અપેક્ષા તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર ઊભો થઇ શકે છે. સમજદારીથી કામ લો, નહીંતર વાત ખરાબ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારાં નક્ષત્રો તથા ભાગ્ય તમારા માટે શુભ અવસરનું નિર્માણ કરી રહ્યાં છે. આ અવસરોનો ભરપૂર ઉપયોગ કરો. તમે તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ રાખો. તમે દરેક કામનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેના કારણે તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. આ સમયે સેવિંગમાં પણ ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- આજે વેપારમાં થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવામાં કોઇ પ્રકારની અસમંજસની સ્થિતિ રહેશે.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો ભરપૂર સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલીમાં નબળાઇ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય વર્તમાન કાર્યો પર જ ધ્યાન કેન્દ્રિત રાખવું યોગ્ય છે. ભવિષ્યની યોજનાને લગતા કોઇપણ કાર્યને ટાળશો નહીં. આ સમયે ગ્રહ ગોચર તમારાં કાર્યોને ગતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- ભાઈ-બહેનો સાથે સંબંધોમાં કટુતા આવવા દેશો નહીં, કેમ કે તેના કારણે તમારું મન ખરાબ રહેશે તથા કાર્યક્ષમતામાં પણ ઘટાડો આવી શકે છે. અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુ ન મળવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એના પર જ ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- દિવસભરની ભાગદોડ પછી પરિવારજનો સાથે સમય પસાર કરવાથી તાજગી અને સ્ફૂર્તિ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર ધરાવતા લોકોએ પોતાનું રૂટિન ચેકઅપ કરાવવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય પ્રબળ છે, એટલે સમયનું ભરપૂર સન્માન અને સદુપયોગ કરો તથા સંપૂર્ણ મહેનત અને કાર્યક્ષમતા તમારા કામમાં લગાવો. મહિલા વર્ગ માટે વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થવાની છે.

નેગેટિવઃ- આ સમય ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઇને કામ કરવાનો છે, નહીંતર કોઇ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. કોઇ પ્રકારની આર્થિક વિષમતામાં પણ તમે ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- છેલ્લા થોડાં સમયથી કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડ અને તણાવપૂર્ણ દિનચર્યાથી રાહત મેળવવા માટે આજે થોડો સમય અધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરો, જેથી તમારી આંતરિક ઊર્જા અને આત્મવિશ્વાસ ફરી જાગ્રત થશે.

નેગેટિવઃ- તમારા જ થોડા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને અપમાનજનક સ્થિતિઓ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરશે, એટલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે એકાગ્ર રહેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- તમારા સ્ટાફ અને કર્મચારીઓ સાથે મિત્રતા તથા વિશ્વાસપૂર્ણ સંબંધ જાળવી રાખો.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે એલર્જી કે કફ-કોલ્ડની ફરિયાદ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારી અંદર પણ ભરપૂર પોઝિટિવ ઊર્જાનો અનુભવ કરશો. તમારી ઉત્તમ અને વ્યવસ્થિત દિનચર્યાનો પોઝિટિવ પ્રભાવ તમારા પરિવાર પર પડશે.

નેગેટિવઃ- ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારી અંદર પણ ભરપૂર પોઝિટિવ ઊર્જાનો અનુભવ કરશો. તમારી ઉત્તમ અને વ્યવસ્થિત દિનચર્યાનો પોઝિટિવ પ્રભાવ પરિવાર પર પડશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પરિસ્થિતિઓ આજે સામાન્ય રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડને કારણે થાક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે જીવન સાથે જોડાયેલી કોઇપણ વાતની સારી-ખરાબ સમજણ રાખો. બાળકોને લગતાં કોઇપણ કાર્ય સફળ થવાથી તમે તણાવમુક્તનો અનુભવ કરશો. સ્ત્રીઓ પોતાના ઘરે તથા બહાર બંને ગતિવિધિઓને યોગ્ય રીતે સંચાલિત કરવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- કોઇને પણ ઉધાર રૂપિયા આપતા સમયે એ ક્યારે પાછા મળશે એ નક્કી કરી લો, કેમ કે આ સમયે થોડી આર્થિક પરેશાનીઓ રહી શકે છે, જેને કારણે તમારી મનઃસ્થિતિ થોડી વિચલિત રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર કોઇ પાડોશી સાથે નાના મુદ્દે ઝઘડો થઇ શકે છે.

લવઃ- તમે તમારી વ્યસ્તતાને કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાકને કારણે થોડા અસ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે નક્ષત્રો તથા ભાગ્ય તમારા માટે શુભ અવસરોનું નિર્માણ કરી રહ્યા છે. તમારી યોગ્યતા તથા ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ રાખો. તમે સફળતા પ્રાપ્ત કરશો. થોડા નજીકના લોકો સાથે મળવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. આ સમયે આવકના સાધન તો બનશે, પરંતુ ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં ભરપૂર ફાયદો થશે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા ખભામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થા તથા સેવાને લગતાં કાર્યોમાં વિશેષ રસ રહેશે. અન્યની મદદ કરીને તમને માનસિક તથા આત્મિક શુકન પણ પ્રાપ્ત થશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં એના અંગે ઊંડાણથી વિચાર કરશો તો જ સફળતા મળશે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસ તથા વ્યક્તિગત સમસ્યાઓને લઇને તેમને માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે, નહીંતર તેમનું મનોબળ ઘટી શકે છે. મકાન કે ગાડીની ખરીદદારી કરતી સમયે કાગળિયાનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધાં કાર્યોને તમારી દેખરેખ હેઠળ જ કરાવો.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારીદેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઈ રહ્યો છે?

નવેમ્બર મહિનાનું રાશિફળ/ આ મહિને કુંભ સહિત 9 રાશિને નક્ષત્રોનો સાથ મળી શકે છે, ધનલાભના પણ યોગ છે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષીની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવાચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

સાપ્તાહિક રાશિફળ/ 5 રાશિ માટે નવેમ્બરનું પહેલું સપ્તાહ શુભ રહેશે, મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

અન્ય સમાચારો પણ છે...