મંગળવારનું રાશિફળ:મંગળવારે તુલા જાતકોને થોડા કડવા અનુભવો દ્વારા ઘણું નવું શીખવા મળશે, વેપારમાં સફળતા મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12માંથી 4 રાશિ માટે દિવસ ફાયદાકારક
  • વૃષભ-મિથુન રાશિને નુકસાનના યોગ
  • ધન સહિત 6 રાશિ માટે દિવસ સામાન્ય

2 નવેમ્બર, મંગળવારના રોજ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોવાથી પ્રજાપતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. સિંહ, કન્યા, મકર તથા કુંભ રાશિને સફળતા મળશે. આર્થિક ફાયદો થશે. આ ઉપરાંત મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના કામ તો પૂરા થશે પરંતુ અડચણ આવી શકે છે. જોખમથી બચીને રહેવું. વૃષભ તથા મિથુન રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. નુકસાન થવાની આશંકા છે.

2 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા પારિવારિક વાતાવરણમાં તમારા સન્માન અને સ્ટેટસમાં વધારો થશે. જોકે, સમયની ગતિ થોડી નબળી છે પરંતુ તમે તમારું કામ કઢાવી શકશો. લોક કલ્યાણ તથા પ્રમાણના કાર્યોમાં તમારું નુકસાન થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ કામના કારણે તમારા કામકાજમાં કોઈ મુશ્કેલી આવી શકે છે, જેના કારણે મૂડ ઓફ રહી શકે છે. કોઈપણ પેપર વર્ગ ખૂબ જ સમજી વિચારીને કરો. તમારા સ્વભાવને થોડો નરમ રાખવો

વ્યવસાયઃ- આજે તમારી વ્યવસાયિક નીતિ સારી સાબિત થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જૂના સંબંધોમાં સુધાર લાવો. નવા-નવા લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. બાળકોના સુંદર ભવિષ્યની કોઈ યોજના કે પ્લાનિંગ સફળ થઈ શકે છે. દિલની જગ્યાએ દિમાગથી કામ લેવું, તમે અશક્ય કાર્યોને સરળતાથી આજે પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર બધી યોજનાઓ અને પ્લાનિંગ અધૂરા રહી શકે છે. કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક લોકોના સાનિધ્યમાં રહેવાથી તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં નફો થશે. તમે તમારી આસપાસ બની રહેલાં ખોટા કાર્યોને દૂર કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તે લકો તમારા કાર્યોમાં વિઘ્ન તથા અવરોધ ઊભો કરી શકે છે. તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો કેમ કે આ સમય સંયમ અને ધૈર્યથી કામ લેવાનો છે.

વ્યવસાયઃ- વેપાર તથા કામકાજની દૃષ્ટિએ કોઈ યાત્રા કરવી પડી શકે છે.

લવઃ- પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાને લગતો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે વધારે ગંભીરતા અને વિચાર કરીને નિર્ણય લેવાની જરૂરિયાત છે. જોકે તમે તમારી પ્રતિભા અને યોગ્યતા દ્વારા તમારા કાર્યોને સંપૂર્ણ ગંભીરતા અને સાદગી સાથે અંજામ આપશો.

નેગેટિવઃ- થોડા ગુંચવાયેલાં મામલાઓ હાલ સામાન્ય રહેશે. દિલની જગ્યાએ દિમાગનો અવાજ સાંભળો. જોકે થોડા લોકો તમારા સામે પરેશાનીઓ ઊભી કરી શકે છે, પરંતુ તેમને સફળતા મળી શકશે નહીં. કોઈ વિવાદની સ્થિતિ બનવાથી તમે તમારો સંયમ ગુમાવશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં થોડી મુશ્કેલી અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને મતભેદ વધશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈપણ પારિવારિક વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. માત્ર તમારી બોલી અને વાણી ઉપર સંયમ રાખો. રચનાત્મક ગતિવિધિઓ તથા ક્રિયાઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ જગ્યાએથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલે પૂર્ણ સાવધાની તથા વિવેકથી કામ લો. તેમાં વિરોધી તમને નુકસાન પહોંચવાની ઇચ્છા રાખશે. અયોગ્ય અને બે નંબરના કાર્યોથી દૂર રહો નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે સજાગ રહેવું પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં અંગત સંબંધોમાં મિઠાસ જળવાયેલી રહેશે. તમારો મોટાભાગનો સમય પરિવાર અને મિત્રો સાથે મનોરંજનમાં પસાર થશે. નવા કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધી શકે છે. માનસિક શાંતિ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઈ જૂના મુદ્દાને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. ગુસ્સા અને આવેશમાં આવવું નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ખરાબ આદત અને સંગતથી દૂર રહો. કોઈ સંબંધીને લઈને અશુભ સમાચાર મળવાથી તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. છેલ્લાં થોડા કડવા અનુભવોથી તમને ઘણું શીખવા મળી શકે છે. તેના પ્રમાણે તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરી રાખશો.

નેગેટિવઃ- ઉતાવળમાં આવીને કોઈપણ નિર્ણય ન લેશો. આ સમયે તમારા ઉપર કોઈ અસત્યનો આરોપ પણ લાગી શકે છે. ભાઈઓ સાથે ચાલી રહેલાં વિવાદને તમે એકબીજા સાથે મળીને ઉકેલવાની કોશિશ કરશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તમને સફળતા આપશે.

લવઃ- પતિ-પત્ની અને પરિવારના લોકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયર વગેરેમાં સફળતાના ઉત્તમ યોગ બની રહ્યા છે. તેમાં તમે કોઈ નવી તકનીકનું હુનર પ્રાપ્ત કરી શકો છો. આ સમય આત્મમંથન અને આત્મ વિશ્લેષણનો છે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના લગ્ન સંબંધોમાં અલગ થવાની સ્થિતિ બની શકે છે. ખોટા વિવાદમાં અને તર્ક કરવાથી બચવું. ખરાબ વ્યક્તિના ચક્કરમાં પડીને તમે તમારું પણ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં દરેક કાર્યને ગંભીરતા અને સાદગી સાથે અંજામ આપશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ અને મતભેદોનું નિવારણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમાજ સેવા તથા લોક કલ્યાણકારી કાર્યોમાં તમારો રસ વધશે. તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થઈ શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી તમને કોઈ સલાહ મળી શકે છે. નવા કાર્યો પ્રત્યે પણ તમારી પ્રવૃત્તિ અને યોજનાઓ બનશે.

નેગેટિવઃ- લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દિલની જગ્યાએ દિમાગથી કામ લેવું. આ સમયે કોઈને રૂપિયા ઉધાર આપ્યાં છે તો પાછા મળવાની શક્યતાઓ ઓછી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને ગંભીરતાથી લો.

લવઃ- પરિવારના લોકોનો સ્નેહ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ સાવધાની જાળવી રાખવી.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સંતાનને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. છેલ્લા ઘણાં સમયથી અટવાયેલાં કાર્યો ઓછી કોશિશથી પૂર્ણ થઈ જશે. કોઈ સંબંધીને લગતા કોઈ સુખદ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અંગે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે નહીંતર તેનું પરિણામ ખરાબ આવી શકે છે. આ સમયે તમારે તમારા ખર્ચ ઉપર કામ મુકવો પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના બનાવી છે, તે નાના વિઘ્ન પછી પૂર્ણ થઈ જશે.

લવઃ- બાળકોના અભ્યાસ કે કરિયરને લગતું કોઈ શુભ કામ સંપન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓની અસર રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાતનો સમય રહેશે. મોટા અધિકારીઓ સાથે સંબંધ તમને આગળ વધવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તમારી દિનચર્યામાં થોડો પરિવર્તન લાવવો તમારા વ્યક્તિત્વને વધારે નિખારી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ માટે મનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. એકબીજા સાથે ચર્ચા-વિચારણાં દ્વારા તમે સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકશો. આ સમયે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિવાદમાં સમજી વિચારીને લેવામાં આવતો નિર્ણય તમને લાભ આપશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજીને એકબીજાનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવાર તથા બાળકો સાથે જોડાયેલી જવાબદારીને તમે યોગ્ય રીતે અંજામ આપી શકશો. ભાઈઓ સાથે સંબંધ વધારે ગાઢ બની શકે છે. આકરી મહેનત અને સફળતા વચ્ચે તમે પોતાને સક્રિય અને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાની થવાથી તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ક્યારેક તમે પોતાને ભાવનાત્મક તથા આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રાખવામાં બેદરકારી કરશો

વ્યવસાયઃ- વેપારમાં લાભ મેળવવા માટે થોડી નવી યોજનાઓ બની શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલનો અભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને કસરત ઉપર ધ્યાન આપો.

અન્ય સમાચારો પણ છે...