બુધવારનું રાશિફળ:બુધવારનો દિવસ વૃશ્ચિક જાતકો માટે ખૂબ જ સંતોષજનક રહેશે, ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ કરવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિથુન રાશિને અચાનક ફાયદો થશે, મીન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે

2 માર્ચ, બુધવારના રોજ સિદ્ધ તથા માનસ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિને અચાનક ફાયદો થશે. કન્યા રાશિ માટે પણ દિવસ સારો રહેશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જાતકોને ફાયદો થવાની સંભાવના છે. મકર તથા કુંભ રાશિ માટે દિવસ શુભ રહેશે. મીન રાશિને ઉપલબ્ધિ મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધરશે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. વિચારેલા કામો પૂરા થશે, પરંતુ અડચણો આવશે.

2 માર્ચ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ સ્થાપિત થશે. જૂની યાદો તાજા થવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ વિશેષ મુદ્રા અંગે વિચાર થવાથી તમને કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારું યોગદાન જરૂરી છે. પરિસ્થિતિને ગુસ્સા અને ઉતાવળથી સાચવવાની કોશિશ ન કરો. આ સમયે ઘર-પરિવાર તથા વ્યવસાયને લગતી ગતિવિધિઓને યોગ્ય જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી મોટાભાગનો સમય લાભદાયી રહેશે નહીં.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ- થોડો સમય તણાવ હાવી થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે. થોડો સમય આત્મ મનનમા પણ પસાર કરો, તેનાથી તમે અનેક મુશ્કેલીઓને વ્યવસ્થિત કરવામાં મદદ મળી શકશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે નાની-મોટી બેદરકારીના કારણે ભાઈઓ સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. દરેક સમસ્યાનું પોતાની વ્યવહાર કુશળતા દ્વારા સમાધાન શોધો. અન્ય ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને તમારા વ્યવહારમાં લચીલાપણુ લાવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો તમને લાભ મળવાનો છે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્રચિત્ત રહો. થોડો સમય ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓના સહયોગમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- જો જમીનને લગતો કોઈ મામલો ચાલી રહ્યો છે, તો તેમા મોડું થઈ શકે છે. પરંતુ જલ્દી જ તે શાંતિથી પૂર્ણ થઈ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ જાતે જ કરો, અન્ય ઉપર વધારે વિશ્વાસ યોગ્ય નથી.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. પાડોસીઓ સાથે પણ કોઈ જૂનો મામલો ઉકેલાઇ શકે છે. તેનાથી તારા સંબંધોમાં મધુરતા આવશે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે તમારા ભોળા સ્વભાવના કારણે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે તમે તમારા આત્મબળમાં પણ થોડી નબળાઈ અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક પ્રણાલીમાં થોડા ફેરફારની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર બની રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વભાવ ઉપર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકો સાથે હળવા-મળવાનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા તમે સારું પરિણામ મેળવી શકશો. થોડો સમય ઘરની ગતિવિધિઓ અને બાળકોની સમસ્યાઓને વ્યવસ્થિત કરવામાં પણ પસાર કરશો.

નેગેટિવઃ- સવાર-સવારમાં કોઈ સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. જેની અસર તમારી સંપૂર્ણ દિનચર્યા ઉપર પણ પડી શકે છે. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો અને શાંતિથી પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરના કાર્યોમાં સહયોગ આપવો તથા વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવી સંબંધને મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ- થાક હાવી થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી તમે વ્યસ્ત રહી શકો છો. તેનાથી રોજિંદા જીવનમાં થોડો ફેરફાર અને સુકૂન પણ આવી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે થોડા ખાસ નિયમો બનાવશો.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસને ઇગ્નોર કરી શકે છે. બહારની ગતિવિધિઓમાં તેમનું વધારે ધ્યાન રહેશે. તમારા વિરોધી તમારા વિરૂદ્ધ થોડી અપમાનજનક સ્થિતિ બનાવી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમા ખૂબ જ દોડભાગ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અનુભવ થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આખો દિવસ કામ વધારે રહેવાથી થાક રહી શકે છે. થોડી રાહત મેળવવા માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો. તેનાથી તમે ફરી નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે તમારા જ નિર્ણયને સર્વોપરિ રાખવા યોગ્ય છે. ભાઈઓ સાથે જમીનને લગતા કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો શાંતિથી તેને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ પોઝિટિવ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય ખૂબ જ સંતોષજનક છે. માત્ર ઉતાવળની જગ્યાએ શાંતિથી કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો. થોડા નજીકના લોકો સાથે મુલાકાત થશે જે ખૂબ જ પોઝિટિવ રહી શકે છે. ઘરના પરિવર્તનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે, જેના કારણે તમારા બનતા કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે. કોઇપણ ખાસ કામમાં ઘરના વડીલ સભ્યોની સલાહ લો

વ્યવસાયઃ- રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની સાથે પૂર્ણ કરો

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી થોડી નબળી રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારી આસ્થા વધવાથી તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો.

નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યોના માન-સન્માનમાં કોઈપણ પ્રકારની અદેખાઈ ન કરો. તેમના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સુખદાયી રહેશે. આ સમય નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતા કાર્યો ટાળો તો સારું.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અજાણ વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત થશે. જે બંને માટે પોઝિટિવ રહી શકે છે. તમે તમારા કાર્યો ઉપર જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળી શકશે.

નેગેટિવઃ- કોઈ મિત્રના કારણે તમારી અંદર શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે સંબંધોમાં પણ ખટાસ આવી શકે છે. રોકાણ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી થોડી યોજનાઓ હાથમાં આવી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર માટે પણ સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- ગરમીને લગતી પરેશાનીઓ સામે તમારી રક્ષા કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ ખાસ કાર્યને લગતી યોજના આજે શરૂ થઈ શકે છે. તેના કારણે તમે ખૂબ જ સુકૂન અનુભવ કરશો. બાળકોની કોઇ સફળતાથી તમને સુખ મળી શકે છે. પરિવારના લોકો સાથે શોપિંગમા સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- અન્ય લોકોની દખલના કારણે તમારી ઘરની વ્યવસ્થામાં થોડો તણાવ આવી શકે છે. સાથે જ આર્થિક નુકસાન થવાની શક્યતા છે. તમે તમારા નિર્ણય જાતે જ લો. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયત છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માનસિક થાકની સ્થિતિ બની શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જોકે, તમારા અંગે અફવાહ ઊઠી શકે છે. કોઈ સફળતા પ્રાપ્ત થવાના કારણે આ લોકો જ તમારા વખાણ કરશે.

નેગેટિવઃ- જો કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો ઘરના વડીલ લોકોની સલાહ તમારા માટે હિતકારી રહેશે. સ્વભાવમાં ઘમંડ અને ઈગો જેવી સ્થિતિ આવવા દેશો નહીં. નહીંતર તેના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી પણ શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્તરે પણ બધા કાર્યો લગભગ નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- કોઇ વિપરિત લિંગ કે મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે.