તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારનું રાશિફળ:બુધવારે મેષ જાતકો માટે સમય અનુકૂળ રહેશે, સફળતા માટેનો કોઇ નવો માર્ગ પણ મળી શકે છે

16 દિવસ પહેલા

2 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે જે તમને આશાવાદી જાળવી રાખશે અને કોઇ સફળતાનો દ્વાર પણ બનશે. ઘર-પરિવારની દેખરેખની વ્યવસ્થા સંતોષજનક રહેશે. મિત્રો સાથે મોજમસ્તીમાં વિતાવેલ ક્ષણ યાદગાર રહી શકે છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઈ નબળાઈ જગજાહેર ન થઈ જાય. આજે બાળકોની સંગતને લગતી ફરિયાદ આવી શકે છે. એટલે તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખો. ભાઈ કે બહેનના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઉન્નતિનો યોગ્ય અવસર મળશે.

લવઃ- વિપરીત લિંગના મિત્ર પ્રત્યે આકર્ષણ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું તમારા કાર્યો પ્રત્યે વધારે ગંભીર અને જાગરૂત રહેવું લાભદાયક પરિસ્થિતિઓને નિર્માણ કરશે. ઘણા સમય પછી ઘરમાં કોઇ સંબંધીના આવવાથી વાતાવરણ સુખમય રહી શકે છે.

નેગેટિવઃ- તમારી પર્સનલ વાતો કોઈ સામે જાહેર ન કરો. કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે. ખરીદદારી તથા મનોરંજનને લગતા કાર્યોમાં ખર્ચ વધી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓમાં થોડી અનુકૂળતા આવશે.

લવઃ- પારિવારિક ગતિવિધિઓ સુખદ અને સુખમય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં મિત્રો તથા સંબંધીઓ માટે સમય કાઢી શકશો. કોઇની પરેશાનીમાં મદદ કરવી તમને હાર્દિક સુખ આપી શકે છે. આ સમયે પ્રોપર્ટીના કારણે લોન લેવાની સ્થિતિ બની શકે છે.

નેગેટિવઃ- કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે, જેના કારણે મન પરેશાન રહેશે. કોઈ કામ મન પ્રમાણે ન થવાથી કોઇ વિશ્વાસનીય મિત્રની સલાહ અવશ્ય લો. યુવાઓને પોતાના કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોને પોતાના કાર્યો પ્રત્યે યોગ્ય યોગદાન આપવાના કારણે ઉન્નતિના અવસર બનશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો અને સફળ પણ થશો. કોઈ રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી સમસ્યાઓ વધી શકે છે. કોઈપણ નિર્ણય ખૂબ જ સમજીવિચારીને લો. તમારો કોઇ નજીકનો સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા દ્વારા લેવામા આવેલો કોઈ નિર્ણય સારો સાબિત થશે.

લવઃ- પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક આયોજનમાં યોગ્ય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા મન પ્રમાણેના કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. સાથે જ કોઇ વડીલ સભ્યનું માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે મદદગાર સાબિત થશે. કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાતનો અવસર પણ મળી શકે છે.

નેગેટિવઃ- પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન ન આપવાના કારણે પરિવારના લોકોની નિરાશા સહન કરવી પડી શકે છે. ખરાબ આદતો તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા ઉપર કંટ્રોલ રાખો

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમા છે. તમે ઉત્સાહ પરિપૂર્ણ રહેશો. ઘણા સમયથી અટવાયેલું પેમેન્ટ મળવાથી મનમાં રાહત રહેશે. પારિવારિક અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે તમારી કોશિશ અને મહેનત સફળ રહેશે.

નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં થોડું પ્રતિકૂળ પરિણામ મળી શકે છે. બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ દ્વારા અશુભ સમાચાર મળવાથી ઘરમાં દુઃખદ વાતાવરણ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોના કારણે આજે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારના સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી યોગ્ય નથી.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ અનુભવ કરશો. તમારા પોઝિટિવ તથા સંતુલિત વિચાર તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરશે. બાળકો દ્વારા કોઈ સફળતા પ્રાપ્ત થવાથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરો. કેમ કે, ક્યારેય આળસના કારણે તમે તમારા કાર્યોને ટાળવાની કોશિશ કરશો. વધારે ચર્ચા-વિચારણા કરવાથી અનેકવાર તમારા હાથમાં મહત્ત્વપૂર્ણ સફળતા સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ થોડી ધીમી રહેશે

લવઃ- પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થશે,

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગરૂત રહો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ સરકારી કામ અટવાયેલું છે, તો આજે કોશિશ કરીને તેનો ઉકેલ મેળવો. ભાવનાત્મક રૂપથી તમે પોતાને ખૂબ જ સશક્ત અનુભવ કરશો. જમીન કે જાયદાદને લગતા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો

નેગેટિવઃ- કોઈપણ પાડોસી કે મિત્રો સાથે વિવાદમાં પડશો નહીં. ક્યારેક મનમાં થોડી અનહોની જેવો ભય રહી શકે છે. પોઝિટિવ દૃષ્ટિકોણ જાળવી રાખવો જરૂરી છે. ખાસ કરીને રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની ગતિવિધિ તમને તણાવ આપી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે વધારે સંવેદનશીલ રહી શકો છો.

સ્વાસ્થ્યઃ- થોડી નબળાઈ અને થાક અનુભવ કરી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દિવસ સારો રહેશે. યોજનાઓને શરૂ કરવામાં જ દિવસનો મોટાભાગનો સમય પસાર થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી રાહત મળી શકે છે. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે.

નેગેટિવઃ- ક્યારેય આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. થોડો સમય આત્મચિંતનમાં પણ પસાર કરો. નાની-મોટી વાતોના કારણે કોઇ સાથે વિવાદમાં ઉતરવાની જગ્યાએ તેને ઇગ્નોર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- નોકરી તથા વ્યવસાય બંને જગ્યાએ પરિસ્થિતિઓ અનુકૂળ બની રહેશે.

લવઃ- આખો દિવસ કામ હોવા છતાં તમે પરિવાર સાથે સુખમય સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- મિત્રો તથા જાણકારો સાથે વધારેમા વધારે સંપર્ક જાળવી રાખો. તમને નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. જો ઘરની દેખરેખ કે સુધારને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો વાસ્તુ નિયમોનું પણ પાલન કરો.

નેગેટિવઃ- મામા પક્ષ સાથે કોઈ પ્રકારનો વિવાદ થવાની શક્યતા છે. તમારા જિદ્દી સ્વભાવને સુધારો. વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની યોજના બની રહી છે, તો આજે ટાળો.

વ્યવસાયઃ- કોઈપણ ફોન કોલને ઇગ્નોર ન કરો

લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિના લગ્નને લગતી માંગલિક યોજના બની શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને સુસ્તી રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રચનાત્મક કાર્યોને કરવામાં તમારો યોગ્ય સમય પસાર થશે. થોડા પડકારો સામે આવી શકે છે. તેનો સ્વીકાર કરવાથી તમારું આત્મબળ વધશે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ઉકેલાઈ તેવી શક્યતાઓ છે.

નેગેટિવઃ- થોડા વિરોધીઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે, તમે તેના ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. મિત્રોથી થોડા બચીને રહો, કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે.

લવઃ- પરિવારમાં કોઇ મુદ્દાને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. તમારે થોડી ભૂલોથી બોધપાઠ મેળવીને તમારી દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર લાવવો પડશે. યુવા વર્ગને પણ પોતાની મહેનત પ્રમાણે શુભ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ બહારનો વ્યક્તિ તમારી મદદ કરવાની કોશિશ કરશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. અન્યની મંશાને પણ સમજવાની કોશિશ કરો. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કાર્યોમાં વધારે પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી આજે બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.