તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે વૃષભ રાશિના બાળકોની કોઈ જિદ્દ કે અડિયલ વ્યવહાર માતા-પિતાની પરેશાનીનું કારણ બની શકે છે

2 મહિનો પહેલા
  • સિંહ, વૃશ્ચિક, કુંભ તથા ધન રાશિ માટે દિવસ સારો
  • મકર-મીન સહિત 7 રાશિ માટે દિવસ સામાન્ય
  • તુલા રાશિએ દિવસ સંભાળીને પસાર કરવો

2 જુલાઈ, શુક્રવારના રોજ રેવતી નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે આખો દિવસ શ્રીવત્સ નામનો શુભ યોગ રહેશે. સિંહ, વૃશ્ચિક તથા કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. આ રાશિના જાતકોની નોકરીમાં પદોન્નતિ થાય તેવી શક્યતા છે. આ સાથે જ ધન રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, મકર તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય છે. તો તુલા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ ઠીક નથી. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે.

2 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- થોડા વિરોધી તત્વ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. પરંતુ સફળ થઈ શકશે નહીં, એટલે નિશ્ચિંત રહો. જ્યારે અન્ય લોકોની સમસ્યા અને કાર્યોને ઉકેલવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ- ઉતાવળ અને વધારે ઉત્સાહિત હોવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. એટલે તમારી અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો. વાહન કે પ્રોપર્ટી માટે લોન સીમા કરતા વધારે ન લેશો.

વ્યવસાયઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓની અસર હાલની સ્થિતિમાં પણ વેપાર ઉપર પડી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર માટે સમય કાઢવો પરિવારના સભ્યોને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ કામમાં વધારે મહેનત રહી શકે છે. પરંતુ આ મહેનતનું સુખદ પરિણામ પણ મળશે. જો કોઈ વિવાદિત મામલો હોય તો તેને કોઈની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. સફળતા ચોક્કસ મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ જિદ્દ કે અડિયલ વ્યવહાર તમારી પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પરિવારમાં અનુશાસન જાળવી રાખવું જરૂરી છે. અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવશે, જેમાં કાપ કરવો શક્ય નથી.

વ્યવસાયઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. એટલે વેપારને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન આપો.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા રાજનૈતિક અને સામાજિક સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો. આ સમયે તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ દરેક પરિસ્થિતિમાં તમને સક્ષમ કરશે. કોઇ અટવાયેલું કામ થોડી જ મહેનતે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ તમને વાતોમાં ફસાવી શકે છે. એટલે અન્ય લોકોની વાતોમાં ન આવો અને સાવધાન રહો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં બિલકુલ પણ રોકાણ ન કરો.

વ્યવસાયઃ- વર્તમાન સમય સંપૂર્ણ રીતે તમારા કારોબાર ઉપર ફોકસ રાખવાનો છે.

લવઃ- લગ્ન જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલીને યોગ્ય જાળવી રાખો

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી વિજય પ્રાપ્ત થવા જેવી ફિલિંગ રહેશે. આત્મવિશ્વાસ પણ વધશે. વિરોધીઓની તમારા પ્રત્યે કોઈપણ નકારાત્મક ગતિવિધિ સફળ થઈ શકશે નહીં. એટલે તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે કરતા જાવ.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર પણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. તમારી વધારે મહત્ત્વકાંક્ષાને પણ કાબૂમાં રાખો. યુવાઓ નકારાત્મક ગતિવિધિઓમાં પડે નહીં, નહીંતર તે બદનામીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને વ્યવસ્થિત રાખી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ રહો. સફળતા નિશ્ચિત છે. તમારો શાંતિપૂર્ણ વ્યવહાર તમારી કાર્યપ્રણાલીને વધારે સારી જાળવી રાખશે. સાથે જ તમારા સ્વાસ્થ્યને પણ ઉત્તમ રાખશે.

નેગેટિવઃ- ગ્રહ ગોચરની સ્થિતિ થોડી એવી રહેશે કે દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. એટલે વાહનનો ઉપયોગ ન કરો તો યોગ્ય રહેશે. યુવાઓ તથા વિદ્યાર્થીઓ મર્યાદિત દિનચર્યા જાળવી રાખો. સોશિયલ મીડિયાને લગતી નકારાત્મક વાતોમાં તમારો સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ- વેપારમાં થોડી પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઇને વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદની સ્થિતિથી બચવા માટે યોગ અને મેડિટેશન કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા જીવન પ્રત્યે પોઝિટિવ રહેવા માટે તમારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. થોડો સમય અનુભવી લોકોના સંપર્કમાં રહેવાની કોશિશ કરો. તેમના માર્ગદર્શન તથા અનુભવ તમારા માટે લાભદાયી રહેશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ધૈર્ય અને શાલીનતા જાળવી રાખવી જરૂરી છે. ઘરની કોઇ અવ્યવસ્થાને સુધારવામાં તમારો સહયોગ જરૂરી રહેવો જોઈએ. જો કોર્ટ કેસનો કોઈ મામલો ચાલી રહ્યો છે તો મામલો ગુંચવાઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડી પરેશાનીઓ વધી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે પોતાની રક્ષા કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ દિવસોમાં તમે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખૂબ જ વધારે મહેનત કરશો. તમારી ઉદારતા અને ભાવુકતાભર્યા સ્વભાવથી લોકો પ્રભાવિત રહેશે. તમારો આ ગુણ તમને સામાજિક તથા વ્યવસાયિક મામલે વધારે સફળતા આપી શકે છે.

નેગેટિવઃ- થોડા લોકો વ્યક્તિગત કારણોના કારણે તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. જેની અસર તમારા માન-સન્માન ઉપર પડવાની શક્યતા છે. નકારાત્મક લોકોથી દૂર રહો. કોઈના ઉપર વિશ્વાસ કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાની જરૂરિયાત નથી.

લવઃ- જીવનસાથી સાથે સહયોગાત્મક તથા ભાવુકતાના સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે સુખ-સુવિધાઓ તથા શોપિંગમાં સમય પસાર થશે. ખર્ચ વધારે રહી શકેછે. સાથે જ આવકના સાધન પણ સારા હોવાથી ખર્ચની ચિંતા રહેશે નહીં. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટને લઇને સંપૂર્ણ રીતે મહેનતથી કોશિશ કરતા રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના આવવાથી તમારી છાપ ખરાબ થઈ શકે છે. એટલે તમારા સ્વભાવમાં સહજતા અને સોમ્યતા જાળવી રાખવી જરૂરી છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઇને પણ નિયમિત દેખરેખ અને સેવાનો ભાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે ઇન્ટીરિયર અને દેખરેખમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમી અને બાફના કારણે માથાનો દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય બંને જ તમને સહયોગ કરી રહ્યા છે. જો કોઈ પ્રોપર્ટી વેચવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને ઇચ્છા પ્રમાણે યોગ્ય કિંમત મળી શકે છે. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તથા વાર્તાલાપ તમારા બંને માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- દૂરના ક્ષેત્રો સાથે અટવાયેલી વ્યવસાયિક ગતિવિધિઓમાં ફરી શરૂઆત થશે. એટલે આ કાર્યો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે તમારી યોજનાઓને સીક્રેટ રાખવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- દૂરના ક્ષેત્ર સાથે અટવાયેલી વ્યવસાયિક ગતિવિધિઓ ફરી શરૂ થઈ શકે છે.

લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બાળકના કરિયરને લગતી કોઈ સમસ્યાને લઇને સારી સલાહ અને મદદ મળી શકે છે. જેથી તમારો તણાવ દૂર થશે. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ નવા આત્મવિશ્વાસ સાથે ધ્યાન આપી શકો છો.

નેગેટિવઃ- જોકે, વધારે કામના ભારના કારણે વ્યવહારમાં થોડું ચીડિયાપણુ આવી શકે છે. આ સમયે પોઝિટિવ રહેવું જરૂરી છે. યુવાઓ ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપારમાં પરિવર્તનને લગતી જે યોજના બની રહી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ પ્રિય મિત્ર સાથે મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવાથી તમને સુકૂન મળશે. ધાર્મિક-અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તણાવથી મુક્તિ મેળવવાનો ઉત્તમ સાધન છે.

નેગેટિવઃ- બાળકના કરિયરને લગતા કોઇ કાર્યમાં વિઘ્ન આવવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે બાળકોનું આત્મબળ જાળવી રાખો. આર્થિક ગતિવિધિઓ થોડી મંદ રહી શકે છે. ધૈર્ય અને સંયમથી પોતાનું કાર્ય કરતા જાવ તથા યોગ્ય સમયની રાહ જુઓ.

વ્યવસાયઃ- કોઈ પાર્ટનરશિપને લગતો વેપારશરૂ થઈ શકે છે.

લવઃ- પારિવારિક લોકોનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ કે ગળામા ઇન્ફેક્શન જેવી તકલીફને ઇગ્નોર ન કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ સંબંધી કે પાડોસી સાથે સંબંધોમાં ચાલી રહેલ મતભેદમાં આજે સુધાર આવી શકે છે. સંબંધ ફરી મધુર જળવાયેલાં રહેશે. કોઈપણ ગતિવિધિને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં પરેશાની આવવાથી થોડી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. હાલ વર્તમાન વાતાવરણના કારણે આર્થિક સ્થિતિમાં વધારે સુધાર આવવાની આશા નથી.

વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વેપાર સાથે જોડાયેલાં કામ સફળ રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.