શનિવારનું રાશિફળ:શનિવારે વૃષભ જાતકો માટે લાભની સ્થિતિ રહેશે, વડીલોનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત થશે

2 વર્ષ પહેલા
  • વર્ષનો પહેલો શનિવાર 8 રાશિ માટે શુભ, ચાર રાશિ માટે મધ્યમ દિવસ
  • તુલા રાશિના જાતકોના પ્રોપર્ટી સંબંધિત અટકેલા કામો પૂરા થશે
  • શૅર માર્કેટ સાથે જોડાયેલા કન્યા રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે

બીજી જાન્યુઆરી, શનિવારના રોજ આશ્લેષા નક્ષત્રને કારણે માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્ર તથા ગુરુના દૃષ્ટિ સંબંધથી ગજકેસરી યોગ પણ બને છે. આ શુભ યોગનો ફાયદો 12માંથી 8 રાશિને મળશે. મેષ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે વર્ષનો પહેલો શનિવાર શુભ રહેશે. આ રાશિને અનેક બાબતોમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. ધન લાભ તથા પ્રમોશનના યોગ છે. જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. આ ઉપરાંત વૃષભ, મિથુન, કર્ક તથા વૃશ્ચિક રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. બેદરકારી રાખવી નહીં અને જોખમ લેવાથી બચવું.

2 જાન્યુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિવાર અને ફાયનાન્સ સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી આજે થોડી રાહત મળશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લગતું પ્લાનિંગ કરે, સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડને લઇને થોડી શંકાની સ્થિતિ રહેશે. બપોર પછી પરિસ્થિતિ સારી થઇ જશે. કોઇની વાત ઉપર વિશ્વાસ કરતાં પહલાં તેના અંગે યોગ્ય રીતે વિચાર કરી લેવો.

વ્યવસાયઃ- કાર્યસ્થળ તથા નોકરીમાં તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક સમારોહમાં જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- શરદીથી સાચવવું. સાંધાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોને લઇને વધારે મહેનત કરી રહ્યા હતાં, આજે તને લગતો લાભ પ્રાપ્ત થશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ જળવાયેલો રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે,

નેગેટિવઃ- કોઇ મિત્રને લગતો કોઇ જૂનો મામલો ફરી ઊભો થઇ શકે છે. પરંતુ ઉત્તેજિત થવાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વ્યવહાર કરવો વધારે યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ શરૂ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે આખો દિવસ વ્યસ્ત રહેશો. મોજ-મસ્તી માટે થોડો સમય પસાર કરવો. સમજદારીથી લેવામાં આવેલાં નિર્ણય આર્થિક રીતે તમને વધારે મજબૂત અને સક્ષમ કરશે.

નેગેટિવઃ- કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે. તમારા બજેટનું પણ ધ્યાન રાખો. કાકાના ભાઇ-બહેનો સાથે કોઇ નાની વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લો.

લવઃ- આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે ક્યારેક તણાવ અને થાક હાવી રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા સંપર્કોની સીમા વધારો. તમારા માટે આ સમય ફાયદાકારક રહેશે. મહત્ત્વપૂર્ણ તથા અનુભવી લોકો સાથે પણ ઉત્તમ સમય પસાર થશે. જેનો પોજિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડશે.

નેગેટિવઃ- અપરિચિત લોકો સાથે વ્યવહાર કરતી સમયે તમારી ગતિવિધિઓને તેમના સામે જાહેર ન કરો. નહીંતર તમારું જ નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક હાવી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારા સપના તથા મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો દિવસ છે. તમે જે કામને પણ કરવાનું મનમાં વિચારશો તેને પૂર્ણ કરીને જ રહેશો. ભાઇઓ સાથે ચાલી રહેલો વિવાદ આજે દૂર થશે.

નેગેટિવઃ- ભાવુકતામાં આવીને કોઇ નિર્ણય ન લેશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇ નજીકના વ્યક્તિ તમારી સમસ્યાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા સમયથી જે નવા કાર્યોને કરવાની યોજના બની રહી છે, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશે. મહેમાનોની આગતા-સ્વાગતામાં સમય પસાર થશે. બપોર પછી લાભની સ્થિતિ બની શકે છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય પૂર્ણ થશે.

નેગેટિવઃ- ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. કોઇ વ્યક્તિ પાસેથી રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- શેર તથા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં લોકો આજે નફો મેળવશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારના જોખમી કાર્યો કરવાથી બચવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. જો કોઇ પ્રોપર્ટીને લગતો મામલો અટકી રહ્યો છે તો આજે તેને લગતું કોઇ કાર્ય પૂર્ણ થઇ શકે છે. એટલે કોશિશ કરતાં રહેવું.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં તથા તમારા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. આજે કોઇ પણ પ્રકારની ઉધારી આપવાનું કામ કરશો નહીં કેમ કે તેને પાછું મેળવવું મુશ્કેલ રહેશે.

વ્યવસાયઃ- જો વેપારમાં કોઇ પાર્ટનરશિપને લગતું કાર્ય કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ફાયદાકારક રહેશે.

લવઃ- ક્યારેક તમારો મનમોજી સ્વભાવ પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પ્રકૃતિ તમને કોઇ સારો અવસર પ્રદાન કરવાની છે. એટલે આ સમયનો ભરપૂર સહયોગ કરો. પારિવારિક વ્યવસ્થાને અનુશાસિત જાળવી રાખવાની તમારી કોશિશ સફળ રહેશે. અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- બાળકોને લગતી કોઇ ચિંતા રહેશે, તમારા અહંકારને નિયંત્રણમાં રાખો. પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને મનમુટાવની સ્થિતિ બની શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કામથી કામ રાખો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી કામમાં જે ફેરફાર કર્યો છે તેના શુભ પરિણામ હવે મળવા લાગશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ વિચારો સાથે કરો. વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત જાળવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ યોજના બનાવો. બપોર પછી તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાનું સમાધાન કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- ક્યારેક તમે આળસના કારણે તમારા કામને ટાળવાની કોશિશ કરશો. કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તેની અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેવા છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિ મજબૂત જાળવી રાખશો.

લવઃ- પારિવારિક સભ્યો માટે કોઇને કોઇ ભેટ લઇને આવવું ઘરમાં બધાને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ દીર્ઘકાલિન લાભની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી પણ માનસિક શાંતિ મળશે. કામકાજ તથા પારિવારિક જવાબદારીઓની વચ્ચે તાલમેલ બેસાડવું પડકાર સમાન રહેશે.

નેગેટિવઃ- તમારા જ થોડા નજીકના લોકો બનતાં કાર્યોમાં મુશ્કેલી અને અવરોધ ઊભો કરી શકે છે, એટલે કોઇની વાતોમાં ન આવીને તમારા કામ ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- કોઇ પાર્ટી સાથે નવા કાર્યોને શરૂ કરવાને લગતી મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજમાં વધારે મહેનત અને કઠોર પરિશ્રમના કારણે તમે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકો છો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યાના કારણે આજે તમે આરામ અને શાંતિપૂર્ણ રીતે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે તથા કોઇ લાભદાયક મુદ્દે ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારું ધ્યાન થોડી ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિર્યંત્રણ રહેશે. પરંતુ હાલ કામમાં કોઇ યોગ્ય ફેરફાર આવે તેવી સંભાવના નથી.

લવઃ- ઘરની નાની-મોટી વાતોને મોટી કરશો નહીં. આવું કરવાથી સંબંધ સારા રહેશે,

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી અટવાયેલાં કાર્યોમાં આજે થોડી ગતિ આવશે. તમે તમારી અંદર વધારે આત્મવિશ્વાસ અનુભવ કરશો. તમે કોઇ એવો નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર નિયંત્રણ રાખો. તેની અસર પારિવારિક વ્યવસ્થા ઉપર પડી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભૌતિક ગતિવિધિઓમાં લાગી જવાથી અભ્યાસમાં વિઘ્ન પડશે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે

સ્વાસ્થ્યઃ- શરદીની અસર તમારા મનોબળ અને કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.