તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારે ગ્રહોની ચાલ કર્ક જાતકો માટે વિપરીત રહેશે અને કન્યા જાતકો માટે વિશેષ ફેરફાર લાવશે

એક મહિનો પહેલા
  • મેષ-વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સારો રહેશે, પ્રગતિની તકો મળશે
  • કુંભ-મીન સહિતની પાંચ રાશિએ સંભાળીને રહેવું, નુકસાનના યોગ

બીજી ફેબ્રુઆરી, મંગળવારના રોજ ધૃતિ તથા સૌમ્ય નામના બે શુભ યોગ બની રહ્યા છે, જેનો સીધો ફાયદો 7 રાશિને મળશે. મેષ રાશિના જાતકોને આજે પ્રગતિની તકો મળી શકે છે. મિથુન તથા સિંહ રાશિને આજે કોઈ ખાસ ઉપલબ્ધિ મળશે. યોજના બનાવીને કામ કરવાથી આ રાશિને ફાયદો થશે. તુલા રાશિને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત જાતકોને કોઈ ખાસ જવાબદારી મળી શકે છે. ધન રાશિને પણ નવી તકો મળવાની શક્યતા છે. મકર રાશિના નોકરિયાત જાતકોને સારું કામ કરવા પર બોનસ મળી શકે છે. આ ઉપરાંત વૃષભ, કર્ક, કન્યા, કુંભ તથા મીન રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. આ પાંચ રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરનાર જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું.

2 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામ કરતાં પહેલાં તેની યોજના બનાવી લેવી. તેનાથી તમે કોઇપણ પ્રકારની ભૂલ થવાથી બચી જશો. જો ઘરની દેખરેખ કે સમારકામને લગતું કોઇ પ્લાનિંગ કરી રહ્યા છો તો આ કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- મોસાળ સાથે સંબંધોમાં કોઇ પ્રકારના વિવાદ જેવી સ્થિતિ થઇ શકે છે. તમારા સ્વભાવને સહજ તથા સંયમિત જાળવી રાખો. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઇગોના કારણે થોડું અંતર વધશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત ગતિવિધિઓને વ્યવસ્થિત જાળવી રાખવા માટે થોડી યોજના બનાવશો. તેમાં તમને સફળતા પણ મળશે. તમારામાં વધારે આત્મવિશ્વાસ જાગૃત થશે. વિદ્યાર્થીઓનું મન તેમના અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રહેશે

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ જૂનો મુદ્દો ફરી ઊભો થઇ શકે છે, જેના કારણે નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું ક્યારેક પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી આજે અનિવાર્ય રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે કોઇ ઇન્ફેક્શન કે છાતિને લગતી કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું યોજના બનાવીને તમારી દિનચર્યા અને કાર્યોને વ્યવસ્થિત રાખવું તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર રહેશે. કોઇ અટવાયેલું ધન પાછું મળી શકે છે. જેના કારણે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. બાળકોની ભાવનાઓને સમજીને તેમની ગતિવિધિઓમાં તેમનો સહયોગ કરો.

નેગેટિવઃ- કોઇ સંબંધીની દખલના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. અન્યની અપેક્ષા કર્યા વિના પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. વિદ્યાર્થીઓનું તેમના અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવું તેમના પરિણામને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- જો નવા વ્યવસાયને શરૂ કરવા કે વર્તમાન વ્યવસાયના વિસ્તારને લગતી થોડી યોજનાઓ બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ- ઘરના બધા સભ્યોનો તાલમેલ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ અને વાતાવરણના કારણે સિઝલન બીમારીઓથી બચીને રહેવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તમે તેનો સામનો કરવામાં સક્ષમ પણ રહેશો. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવી લેવી. આજે તમને કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થવાની છે.

નેગેટિવઃ- આ સમયે ગ્રહોની ચાલ થોડી વિપરીત પરિણામ પણ આપશે. ઇનકમ ટેક્સને લગતી કોઇ ઝંઝટ ઊભી થઇ શકે છે. એટલે આ કાર્યોને તરત જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ઉચ્ચ શિક્ષા અંગે અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને કોઇ પ્રકારનું વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- મંદી હોવા છતાં કારોબારમાં લાભદાયક સ્થિતિઓ રહેશે.

લવઃ- પતિ-પત્ના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- અવ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાનના કારણે સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે અધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં સુખદ સમય પસાર થશે. ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી મનોરંજન અને સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. જો સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે તો તેના ઉપર ગંભીરતાથી કામ કરવું.

નેગેટિવઃ- તમારા ઉપર આળસને હાવી થવા દેશો નહીં. વધારે વિચાર કરવામાં પણ સમય ખરાબ ન કરશો. તેની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી યોજનાઓ અને ગતિવિધિઓની જાણકારી કોઇને થાય નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારું ધ્યાન આપો.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ અને ઊર્જાવાન જાળવી રાખશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર અસમંજસની સ્થિતિમાં કોઇ નજીકના વ્યક્તિની સલાહ લો. તમને યોગ્ય માર્ગદર્શન મળી શકશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા જીવનમાં થોડા વિશેષ પરિવર્તન લાવી રહી છે. સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો. ક્યારેક તમારો ઇગો અને ગુસ્સાના કારણે બનતા કાર્યોમાં પરેશાની ઊભી થઇ શકે છે. બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામને આળસના કારણે કાલ ઉપર ટાળશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય પડકારરૂપ છે. તમે તમારી પ્રતિભા અને કાર્યક્ષમતા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું પણ જરૂરી છે.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ક્યારેક એવું લાગી શકે છે કે બધું જ હોવા છતાં પણ કઇંક અધૂરું છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. રસના કાર્યો કરવામાં થોડો સમય પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે પરિવારને પ્રાથમિકતા આપીને ઘરનું વાતાવરણ સારું જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યમાં થોડી પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારી સફળતાનો કોઇ દ્વાર ખુલવાનો છે. છેલ્લાં થોડા સમયથી જે ચિંતા ચાલી રહી હતી, તે દૂર થશે. લાભ પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ અને ઊર્જાનો પણ સંચાર થશે. કોઇ યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા પોતાના નજીકના લોકો જ તમારા માટે મુશ્કેલી અને અવરોધ ઊભા કરી શકે છે. કોઇની પણ વાતોમાં આવશો નહીં. કામકાજ અને પારિવારિક જવાબદારીઓની વચ્ચે તાલમેલ બેસાડવું પડકાર સ્વરૂપ રહેશે.

વ્યવસાયઃ- કોઇ મોટી ડિલ કે ઓર્ડર મળવાના યોગ છે.

લવઃ- તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ ઘરમાં સારો તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ તથા મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્યને લગતી યોજનાને લઇને કોઇ મહત્ત્વપૂર્ણ નીતિ બનાવશો. તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યો વખાણવા લાયક રહેશે. કામકાજ સિવાય પરિવાર અને મિત્રો સાથે પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કાયદાકીય તથા સરકારી મામલે બેદરકારી ન કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. આ સમયે સંબંધીઓ સાથે કોઇપણ પ્રકારના સહયોગની આશા કરવી ખોટી બાબત છે. આ સમયે તમારે તમારા કામ ઉપર જ વિશ્વાસ રાખવો જોઇએ.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ મેળવવામાં સમર્થ રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા વાયુની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે મોટાભાગનો સમય ઘરમાં જ પસાર કરશો. ઘરની સાફ-સફાઈ તથા સુધાર અંગેના કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. તમારા પરિજનો સાથે બેસીને અનુભવોને જણાવવા તમને સુખ આપશે. વિદ્યાર્થીઓને આજે નોકરી કે અભ્યાસને લગતી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઇપણ મુદ્દા ઉપર વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર કોઇ તમારી આ વાતથી દુઃખી થઇ શકે છે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી, અનુભવની ખામીથી કાર્ય અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને લગતા નિર્ણયમાં શરૂઆતમાં મુશ્કેલીઓ તથા પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય છે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. કોશિશ કરવાથી મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે. તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. બાળકો પણ તમારી આવડતને લઇને ફર્ક અનુભવ કરશે.

નેગેટિવઃ- આ સમયે સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી થોડું અંતર જાળવી રાખો. કોઇ પ્રકારની બદનામીનો શિકાર તમે થઇ શકો છો. આ સમય તમને સામાન્ય પરિણામ આપનાર રહેશે.

વ્યવસાયઃ- નેટવર્કિંગ તથા સેલ્સને લગતા કાર્યોમાં લોકોને સારા અવસર પ્રાપ્ત થશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- તણાવ કે ચીડિયાપણું તમારા ઉપર હાવી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમય અનુકૂળ છે. જોકે, મહેનત અને પરિશ્રમ વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યોને યોગ્ય રીતે કરવામાં સક્ષમ પણ રહેશો. કોઇ રાજકીય કાર્ય વિઘ્ન વિના પૂર્ણ થશે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક ઘરના સભ્યો વચ્ચે વૈચારિક વિરોધ થવાથી તમારા કામમાં ગતિરોધ આવી શકે છે. કોઇ વિશેષ મુદ્દા ઉપર નિર્ણય લેતાં પહેલાં તેના અંગે વધારે વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી બેદરકારી અને ઉદારતા તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી પરેશાન કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો