2 ડિસેમ્બરનું રાશિફળ:બુધવાર કન્યા રાશિના લોકો માટે સપના સાકાર કરવાનો દિવસ રહેશે, ગ્રહ સ્થિતિ જાતકો માટે અનેક અવસર લાવી રહી છે

2 વર્ષ પહેલા
  • 2 ડિસેમ્બરના રોજ બે શુભ યોગ, ચંદ્ર મિથુન રાશિમાં
  • બુધવારનો દિવસ મકર-કુંભ રાશિ માટે લાભદાયી

બુધવાર, 2 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધ યોગ રહેશે. બધુવારના રોજ મૃગશિરા નક્ષત્ર હોવાને કારણે અમૃત નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં શરૂ કરેલાં કામોમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. બુધવારે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. બુધવારે ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવી જોઈએ. 'શ્રી ગણેશાય નમઃ' મંત્રનો જાપ કરવો તથા ગણેશજીને દૂર્વા ચઢાવવી. દીવો પ્રગટાવીને આરતી કરો.

2 ડિસેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો. ભાવુકતા અને ઉદારતામાં લીધેલાં નિર્ણય નુકસાન આપી શકે છે. કોઇ યોજના બનાવતાં પહેલાં તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

વ્યવસાયઃ- કામકાજને લઇને કરેલી કોઇ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યના દ્વાર ખોલી દેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારું ધ્યાન ભાવી લક્ષ્ય તરફ આકર્ષિત રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમને લગતી ગતિવિધિઓ રહેશે. લાભદાયક જન સંપર્ક સ્થાપિત થશે. નજીકના સંબંધીઓના ઘરે આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. તમારી કોઇ નકારાત્મક વાત કોઇ મિત્ર કે સંબંધી સાથે સંબંધોમાં કટુતા ઊભી કરી શકે છે. આ સમયે તમારા સ્વભાવને ખૂબ જ વધારે સહજ જાળવી રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક રૂપથી દિવસ ઉત્તમ છે.

લવઃ- લગ્નજીવનમાં તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે થોડો માનસિક અને શારીરિક તણાવ અનુભવ થશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક સ્થિતિ બનાવી રહ્યું છે. આ સમય છેલ્લી થોડી ખામીઓથી કઇંક બોધપાઠ લઇને આગળ વધવાનો છે. સાથે જ, પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનિત રહેશે.

નેગેટિવઃ- આ સમય સ્વાર્થ પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવાનો છે. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની અવહેલના ન કરો. તેમના આશીર્વાદ અને સહયોગ તમને માર્ગદર્શન આપશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને વધારવા માટે જનસંપર્ક ખૂબ જ લાભદાયક સાબિત થશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે તથા લગ્નસંબંધો સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળાને લગતાં ઇન્ફેક્શનને ગંભીરતાથી લો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધશે. લોકોની વાતની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઇપણ કામમાં મુશ્કેલીઓ આવવાથી ઘરના વડીલ વ્યક્તિની સલાહ ખૂબ જ લાભદાયક રહેશે. આ સમયે બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.

લવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી રહેશે. ઘરમાં રિનોવેશન અને સજાવટને લગતાં કાર્યોમાં સમય પસાર થશે. મુશ્કેલ કાર્ય પણ તમે તમારા દૃઢ નિર્ણયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ- ક્યારેક અન્યની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરાવી શકો છો, એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. ગુસ્સા અને આવેશના કારણે થોડાં સંબંધોમાં તિરાડ ઊભી થઇ શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારમાં વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા રહેશે, જેથી થાક અને સુસ્તી રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારે તમારા સપના સાકાર કરવાનો દિવસ છે એટલે ખૂબ મહેનત કરો. જો ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત કરી દો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક અવસર લાવી રહી છે.

નેગેટિવઃ- આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો, તેના કારણે થોડાં કાર્યોમાં વિલંબ થઇ શકે છે. યોજનાઓને શરૂ કરતી સમયે થોડી દુવિધાની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગીઓના કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

લવઃ- તમે વ્યસ્ત હોવા છતાં તમારા ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો જેથી તમારા સંબંધ વધારે મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે હોવાના કારણે થાક અને નબળાઇ અનુભવ થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યને લગતી યોજનાઓ બનાવી લો, કેમ કે, બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમારા કામ જાતે જ પૂર્ણ થવાના શરૂ થઇ જશે. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારું આત્મ કેન્દ્રિત થઇ જવું તથા માત્ર પોતાના અંગે વિચારવું નજીકના સંબંધોમાં કટુતા લાવી શકે છે. આ સમયે આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં હાલ ગતિ ધીમી જ રહેશે. આ સમયે તમારા કામની ક્વોલિટીને વધારે સારી બનાવવાની જરૂરિયાત છે.

લવઃ- ઘર તથા પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં ખેંચાણને કારણે શરીરમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે આરામ તથા પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ તમને માનસિક શાંતિ આપશે અને પોઝિટિવ ઊર્જાનો પણ સંચાર થશે. ઘરમાં ફેરફારને લગતાં કોઇ કાર્ય સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- આળસના કારણે થોડા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયે બહારના વ્યક્તિઓ ઉપર વધારે વિશ્વાસ ન કરો. તેમના કારણે અકારણ જ થોડાં નજીકના સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા તથા માર્કેટિંગને લગતાં કાર્યોમાં પસાર થશે.

લવઃ- પતિ-પત્નીએ એકબીજાને સહયોગ કરવો ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ આજે સારી જળવાયેલી રહેશે. પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારા કારણે ઉકેલાઇ જશે. તેના કારણે પરિવારનું વાતાવરણ સામાન્ય થઇ જશે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર સાથે મનમુટાવ થવાથી મન નિરાશ રહેશે. થોડી હકારાત્મક કોશિશ તમારા સંબંધોને ફરી મધુર બનાવશે. અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવો પણ નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ વધારે નફો કમાવાની આશા ન રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પોઝિટિવ તથા સહયોગ પૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ લાભદાયક મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં છે. કોઇ રોકાણને લગતી યોજના બની રહી છે તો તરત તેના ઉપર અમલ કરો. આર્થિક દૃષ્ટિએ પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- આળસના કારણે થોડા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વારસાગત સંપત્તિને લગતી કોઇ વાત ઉપર ભાઇઓ સાથે વાદ-વિવાદ થવાની આશંકા છે. જોકે, તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સંભાળી શકશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે ઘરની દેખરેખની જવાબદારી તમારા જીવનસાથી દ્વારા નિભાવવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે સ્વભાવ ચીડિયો થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડાં પરિવારને લગતાં વાદ-વિવાદ દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ પ્રોપર્ટી ખરીદવાની યોજના બની રહી છે તો આ સમયે પરિસ્થિતિઓ ખૂબ જ લાભદાયક રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, તમારું કોઇ નજીકનું વ્યક્તિ જ તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ સમયે થોડી ભાગદોડની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં લાભદાયક સ્થિતિ રહેશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખંભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યોદયનો રસ્તો પ્રબળ કરી રહી છે. તમારા અટવાયેલાં કામ સરળતાથી પૂર્ણ થઇ જશે. વિરોધી પરાજિત થશે. આ સમયે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે બનતું કામ ખરાબ થઇ શકે છે એટલે ધૈર્ય અને સંયમથી કામ લો.

વ્યવસાયઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામના પ્રમોશનમાં વિતાવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ અને સામંજસ્ય ખૂબ જ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.