તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોએ વાહન ધ્યાનથી ચલાવવું, ટાઈમ મેનેજમેન્ટથી અટવાયેલા કામ પૂરા થશે

16 દિવસ પહેલા
 • મકર રાશિને ધનલાભની શક્યતા, બે શુભ યોગને કારણે 8 રાશિ માટે લાભદાયી દિવસ
 • મેષ, વૃષભ, મિથુન તથા વૃશ્ચિક રાશિ માટે મધ્યમ દિવસ, આખો દિવસ સાવચેતી રાખવી

2 એપ્રિલ, શુક્રવારના રોજ ચંદ્ર તથા મંગળના દૃષ્ટિ સંબંધથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સાથે જ જયેષ્ઠા નક્ષત્ર હોવાને કારણે ચર નામનો બીજો શુભ યોગ આખો દિવસ રહેશે. કર્ક રાશિને પબ્લિક ડીલિંગ તથા માર્કેટિંગના કામમાં સફળતા મળશે. મોટાભાગનું કામ ઘરેથી ફોન પર જ થઈ જશે. સિંહ રાશિને નવા ઓર્ડર મળી શકે છે. આ રાશિના નોકરિયાત જાતકો ટૂંક સમયમાં પોતાનું મનપસંદ કામ કરી શકશે.

કન્યા રાશિને ઓફિસના કામકાજમાં હકારાત્મક ફેરફાર જોવા મળશે. તુલા રાશિ માટે અનુકૂળ સમય છે. આ રાશિના જાતકો કોઈ પણ કામ કઢાવવામાં માહિર રહેશે. ધન રાશિના જાતકો માટે અટકાયેલા કામો પૂરા કરવા માટે અનુકૂળ સમય છે. મકર રાશિની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સુધરશે. કુંભ રાશિના જાતકોના અટકાયેલા કામો ઝડપથી પૂર્ણ થશે. સમજી વિચારીને કરવામાં આવેલા નિર્ણયો ભવિષ્યમાં લાભકારક રહેશે. મીન રાશિ માટે સમય અનુકૂળ રહેશે. આ રાશિના જાતકો યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ મેળવી શકશે.

આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન તથા વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. 12માંથી 8 રાશિનો દિવસ સારો જશે.

2 એપ્રિલ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ-આજે તમે કોઈ એવું કામ પૂરું કરશો જેનાથી તમારા વ્યક્તિત્વ અને કુશળતાથી લોકો પ્રભાવિત થશે. કોઈ મહત્ત્વની વાત મામલે નજીકના મિત્ર સાથે ચર્ચા થશે.

નેગેટિવઃ- અચાનક ઘરે મહેમાન આવી જતા ઘરની વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ જશે. સંતાનના એડમિશનમાં તકલીફ આવી શકે છે.

વ્યવસાયઃ- ફેમિલી બિઝનેસમાં તાલમેલ રાખવો જરૂરી છે. નોકરિયાત વર્ગને કામ કરવાની રીતમાં ચેન્જ લાવવો પડશે.

લવઃ-દાંપત્યજીવનમાં ખુશી રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઈકલ અથવા ખભામાં દુખાવો થશે. યોગ અને વ્યાયામ નિયમિત કરો.

--------------------------------
વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહની સ્થિતિ તમારા પક્ષમાં છે. કોઈ મિત્રને આર્થિક મદદ કરવાથી રાહત મળશે. પરિવાર સાથે ખરીદી માટે સમય પસાર કરી શકશો.

નેગેટિવઃ-બિનજરૂરી ખર્ચા વધી જશે. યુવા વર્ગે નકામી વસ્તુઓને બદલે કરિયર પર ફોકસ કરવું.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ વાતને લીધે મતભેદ રહેશે. આથી સ્વભાવ બદલવો પડશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થ સારી રહેશે. થાકને લીધે નબળાઈ લાગશે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક લોકો સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલામાં હસ્તક્ષેપ ન કરો. તેણે લીધે સંબંધો બગડી શકે છે.

વ્યવસાયઃ- કામ કરશો તેનું પરિણામ પણ મળશે. કોઈ રિસ્ક ના લો, કારણકે તેનાથી નુકસાનની સંભાવના છે.

લવઃ- જૂનાં મિત્ર સાથે અચાનક મુલાકાતથી ખુશ થઇ જશો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ભોજન પર સંયમ રાખો.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રૂટીન લાઈફમાંથી થોડો સમય તમારા માટે કાઢો. આમ કરવાથી તમને નવી ઊર્જાનો અનુભવ થશે.

નેગેટિવઃ- કોઈ જૂનાં મુદ્દાને લીધે પ્રોબ્લેમ થશે. તેને કારણે નજીકનાં સંબંધો પર પણ અસર થશે.

વ્યવસાયઃ- મશીનરી સંબંધિત ધંધામાં ખર્ચ આવશે. પબ્લિક ડીલિંગ કે માર્કેટિંગમાં સફળતા મળશે.

લવઃ- પતિ-પત્નીમાં સુમેળ રહેશે. ઘરમાં મહત્ત્વની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- શરદી, ખાંસીની તકલીફ થશે. પ્રદૂષિત વાતાવરણથી સાચવવું.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વાસ્તુના નિયમ પ્રમાણે કામ કરવાથી ફાયદો થશે. કોઈ પણ કામ કર્યા પહેલાં પોતાના મનની વાત સાંભળવી.

નેગેટિવઃ- તમારા દરેક કામમાં વધારે પડતા અનુશાસન અને રોક-ટોકને લીધે બીજાને તકલીફ થશે. તમારો સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરો.

વ્યવસાયઃ- કામમાં કર્મચારીઓની સલાહ પણ સાંભળો. નોકરિયાત વ્યક્તિને ટૂંક સમયમાં તેને ગમતું કામ મળી જશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે સ્ટ્રેસ અને કામને લીધે માથામાં દુખાવો અને પેટમાં તકલીફ થશે. થોડો સમય આરામ કરવો.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સંતાનના કરિયર સંબંધિત કામમાં સારા સમાચાર મળતા ઘરમાં ઉત્સવ રહેશે. મિત્રો-ફેમિલી સાથે ગેટ-ટુ-ગેધરથી સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- આજે રોકાણ કરવાના કામને મોકૂફ રાખો. ગેરકાનૂની કામમાં દિલચસ્પી ના લો. ઝઘડામાં ના પડો.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વડીલની સલાહ લો. ઓફિસમાં પોઝિટિવ ચેન્જ આવશે.

લવઃ- પતિ-પત્ની બંનેના સહયોગથી સંબંધમાં વધારે મધુરતા આવશે. ઘરમાં બધું કંટ્રોલમાં રહેશે.

સ્વાસ્થ્યઃ-ક્યારેક કામમાં મોડું થતા નેગેટિવ વિચારો આવી શકે છે. માનસિક તણાવ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. દુકાન-ઘરના રીનોવેશનનો પ્લાન બનશે. કોઈ પણ કામ પ્લાનિંગ પ્રમાણે પૂરું થશે.

નેગેટિવઃ- વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો. ગુસ્સાને લીધે વધારે સ્થિતિ વધારે બગડી શકે છે.

વ્યવસાયઃ- વર્કિંગ પ્લેસ પર કોઈ પાસે કામ કઢાવવામાં માહેર રહેશો. કોઈને રૂપિયા કે માલ ઉધાર ના આપો.

લવઃ-ઘરનું વાતાવરણ સુખમય રહેશે. યુવા વર્ષે લવ લાઈફમાં સમય બગાડ્યા વગર કરિયર પર ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ- સાંધા અને ગૂંઠણનો દુખાવો વધશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. લાંબા સમયના સ્ટ્રેસથી રાહત મળશે. ભાઈઓ સાથે સંબંધ સારા રહેશે.

નેગેટિવઃ- પિતા-પુત્રમાં હળવો ઝઘડો થશે. એકબીજાના વિચારોને સમજવા અને સન્માન કરવું.

વ્યવસાયઃ- દરેક નાની વાતને ગંભીરતાથી લો. મંદી અને મોંઘવારીની અસર તમારા કામ પર પડશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથીનો સાથ મનોબળ વધારશે.

સ્વાસ્થ્યઃ- એલર્જીની તકલીફ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યશૈલીથી લોકો પ્રભાવિત થશે. તમારા રસનાં વિષયમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત કરી શકશો.

નેગેટિવઃ- અભિમાન પર કંટ્રોલ રાખવો. સમયનું મૂલ્ય ઓળખો, ઉચિત કામ ના કરવાથી નુકસાન જશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ માટે આ સમય યોગ્ય છે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં પાર્ટનરનો સાથ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે. કોઈ ફંક્શનમાં જવાનું થશે. તમે જોયેલા સપના સાકાર કરવા આ ઉત્તમ સમય છે.

નેગેટિવઃ- અચાનક ઘરમાં અપ્રિય વ્યક્તિન આગમનથી વાતાવરણ બગડે. પડોશીઓ સાથે સારા સંબંધ રાખો.

વ્યવસાયઃ- આર્ટ અને ગ્લેમર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. આ સમય કોઈ મહત્ત્વના નિર્ણય લેવા પડશે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું રહેશે. મનમાં શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ-આ હેલ્થ માટે સારો સમય નથી. રેગ્યુલર ચેકઅપ અને સારવાર કરાવો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ-યોગ્ય ટાઈમ મેનેજમેન્ટથી અટવાયેલા કામ પૂરા કરી શકશો.

નેગેટિવઃ- યુવાનોને કરિયરથી ખુશી નહિ થાય. વાહન સાવચેતીથી ચલાવો.

વ્યવસાયઃ- પબ્લિક રીલેશન અથવા મીડિયા સાથે જોડાયેલા લોકોએ વધારે ધ્યાન આપવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લીધે મતભેદ રહેશે. વાતચીત કરી સોલ્યુશન લાવવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેશે. મેડિટેશન માટે સમય કાઢવો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દરેક તકનો ભરપૂર લાભ ઉઠાવો. સમય અનુકૂળ છે. તમારી યોગ્યતા પ્રમાણે પરિણામ પણ મળશે.

નેગેટિવઃ- આર્થિક મામલે ધ્યાન રાખવું. જવાબદારીનો બોજ રહેશે.

વ્યવસાયઃ- મુશ્કેલ કામનું સોલ્યુશન મળશે. રોકાણના કામમાં વ્યસ્ત રહેશો.

લવઃ- લવ લાઈફમાં સફળતા મળશે. પતિ-પત્નીના સંબંધમાં તકલીફ આવશે.

સ્વાસ્થ્યઃ- જૂની તકલીફમાં સુધારો આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો