રવિવારનું રાશિફળ:અનંત ચૌદસના દિવસે વૃષભ, મીન સહિત 5 રાશિઓ પર ગણેશજીની સવિશેષ કૃપા રહેશે, રવિવારે તમામ જાતકોએ વિઘ્નહર્તાને ભાવપૂર્વક ભજવા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 19 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. રવિવાર અને શતભિષા યોગને કારણે રાક્ષસ નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. રવિવારે જ અનંત ચૌદસ પણ છે. આ તિથિ પર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. રવિવારે ગણેશ પૂજનની સાથોસાથ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન પણ કરવું.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે રવિવારે વૃષભ, કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના જાતકોને લાભ મળે તેવા યોગો સર્જાઈ રહ્યા છે.

19 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમને અનેક અવસર આપી રહી છે. તેનું ભરપૂર સન્માન કરો. કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત કરી દો. ભાઈઓ કે નજીકના લોકો સાથે થોડી લાભકારી યોજનાઓ અંગે ચર્ચા થશે.

નેગેટિવઃ- આળસના કારણે કોઈપણ કામ ટાળવાની કોશિશ ન કરો. કેમ કે તેના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. બોલચાલની રીત નરમ રાખો. ખરાબ ભાષાનો પ્રયોગ લોકોમાં નિરાશા ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓના કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે ગળામાં થોડું ઇન્ફેક્શન થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે અપ્રત્યાશિત ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. જેના કારણે તમારા વિચાર પોઝિટિવ અને સંતુલિત રહેશે. આ સમયે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે શરૂ કરીને ચાલો, સમય તમારા પક્ષમાં છે.

નેગેટિવઃ- ક્યારેક મનમરજી અને અતિ આત્મવિશ્વાસના કારણે દગો મળી શકે છે. મિત્રો સાથે તમારો સમય ખરાબ ન કરો. તમારી ઊર્જાને પોઝિટિવ રીતે ઉપયોગ કરવાથી તમારા અનેક કાર્યો યોગ્ય રીતે થતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ સુધારની શક્યતા નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકના કારણે થોડું અસહજ અનુભવ કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો કોઈ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો, પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાનો અવાજ સાંભળો, તમને યોગ્ય સલાહ મળશે. પારિવારિક તથા વ્યક્તિગત કાર્યોમાં સમાધાન મળવાની આશા છે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. કોઈ બહાર વ્યક્તિની દખલ તમારા પરિવાર તથા વેપાર ઉપર થવા દેશો નહીં. કેમ કે આ કારણે અકારણ જ ગેરસમજ ઊભી થઈ શકે છે. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરવામાં આવતી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ પ્રસંગોથી દૂર રહો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓને તમે વ્યવસ્થિત કરવામાં સફળ રહેશો. વર્તમાન સમયના નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમે તમારા પરિવારની સુરક્ષાને લગતા જે નિયમ બનાવ્યાં છે, તે ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, તેનાથી તેમની સુરક્ષાની ભાવના વધશે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરશો.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક સહયોગ તમારી કાર્ય ક્ષમતાને નવી દિશા પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાની જેમ કે શરદીની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ફાયનાન્સને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. સાથે જ તમારી કોઈ યોજના શરૂ થવાથી મનમાં સુખ અને ઉમંગ રહેશે થોડો સમય પોતાના રસના કાર્યોને કરવામાં પસાર કરો.

નેગેટિવઃ- તમારા ભાવુક સ્વભાવ ઉપર અંકુશ રાખો. નહીંતર કોઈ તમારી ભાવુકતા અને ઉદારતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. મામા પક્ષ સાથે સંબંધોમાં ગેરસમજ આવવા દેશો નહીં, પોતાની વાણી અને જિદ્દી સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- આ સમય સારો રહેશે કે કાર્યક્ષેત્રમાં મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- ખોટા પ્રેમ સંબંધો તથા મનોરંજન વગેરેમાં સમય ખરાબ ન કરો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને બીપી જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યકુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે કરી શકશો. આ સમયે તમારા વિચારો સંપૂર્ણ રીતે વ્યવહારિક રાખો. શેરબજાર અને રિસ્કને લગતા કાર્યોમાં લાભદાયક તક મળી શકે છે.

નેગેટિવઃ- અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. થોડા લોકો ઇર્ષ્યાની ભાવના સાથે તમારા પ્રત્યે પરેશાનીઓ વધારી શકે છે. પાડોસી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- કોઈ જૂના મિત્રને મળવાથી યાદ તાજા થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ થોડું સારું આપવાની કોશિશ કરી રહી છે. પોતાની અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. દિવસની શરૂઆતમાં જ તમે તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લેશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થવું કે સ્વાર્થ મેળવવાની ભાવના આવવાથી મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. ઘરના વડીલોની દેખરેખ પણ તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- વ્યવસાયની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં, બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- ઘર તથા પારિવારિક લોકો સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. એટલે તમારી ઊર્જા અને સમયનો ઉપયોગ કરો. આજે ધનલાભની શક્યતા છે. બપોર પછી કોઈ કામ પૂર્ણ થવાની શક્યતા છે.

નેગેટિવઃ- વધારે વિચારવામાં પોતાનો સમય ખરાબ ન કરો તથા યોજનાઓને તરત શરૂ કરો. આજે ખર્ચ વધારે રહી શકે છે સાથે જ લાભની સ્થિતિ પણ બનશે, એટલે વધારે પરેશાન હોવાની જરૂરિયાત નથી. પરંતુ તમારા સ્વભાવને પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા માટે વેપારને લગતા નવા સ્ત્રોત ઓપન કરી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને ગભરામણના કારણે પરેશાન રહી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તે કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. આજે તમારે તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરવો.

નેગેટિવઃ- ક્યારેક તમારા કાર્યો અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમય પ્રમાણે પોતાના વિચારોમાં પણ લચીલાપણું લાવો. ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય લેશો નહીં. વર્તમાન સ્થિતિઓ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓ સાથે કોઈ વિવાદની સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્ની પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ક્યારેક કામ વધારે રહેવાના કારણે ચીડિયાપણું અને થાક રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત પ્રભાવ આપી શકે છે. યોજનાબદ્ધ દિનચર્યાને વ્યવસ્થિત રાખો. આવકના સાધન મળી શકે છે. સંબંધીઓનું ઘરમાં આગમન થશે તથા ભેટની લેવડ-દેવડ વાતાવરણને સુખમય બનાવશે.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. થોડી જૂની નકારાત્મક વાત સામે આવી શકે છે. કોઈ સંબંધી સાથે થોડી નિરાશા રહી શકે છે. વર્તમાનમાં રહેવું સારું રહેશે. વિદ્યાર્થીઓ પણ આ સમયે પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર વધી શકે છે. તમારા વ્યવહારને કોમળ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ઘરમાં રિનોવેશન કે દેખરેખને લગતા ફેરફારને લગતી થોડી યોજના બનશે. પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈપણ કાર્ય કરતા પહેલાં બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.

નેગેટિવઃ- વધારે સમજી-વિચારીને કામ કરવાના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. એટલે તરત નિર્ણય લેવાની કોશિશ કરો. તમારા મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ સાચવીને રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- જીવનસાથી સાથે કોઈ પ્રકારના મતભેદને વધારશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થઈ શકે છે જેના કારણે પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે. બાળકોની કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહેશે. ઘરના વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે દખલ કરવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. પોતાના વ્યવહારને સંયમિત રાખો. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોશિશ દ્વારા નવી સફળતા મળી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.