19 સપ્ટેમ્બરનું રાશિફળ:શનિવારે વૃશ્ચિક અને મકર રાશિના લોકોએ મનોરંજનને લગતાં ખોટાં કાર્યોમાં પોતાનો સમય બગાડવો નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

19 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે.

નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. સામાજિક ગતિવિધિઓમાં કાર્ય કરતી સમયે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે બદનામી કે ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમે ગંભીરતાથી નિર્ણય લઇ શકશો.

લવઃ- ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ગરમીને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા છે. તમે કામકાજ અને પરિવારમાં તાલમેલ જાળવી રાખશો. બાળકોના અભ્યાસ તથા એડમિશનને લગતાં કાર્યમાં વિશેષ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- વાહન અથવા ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં ખર્ચ થશે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. ચોરી થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- કામકાજમાં નવી ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું આજે નિરાકરણ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ બેદરકારી કરશો નહીં.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા ઉદાર દૃષ્ટિકોણથી બધા લોકો પ્રભાવિત થશે. સમય રહેતાં જ જૂના મતભેદો તથા ગેરસમજને તમે ઉકેલી શકશો. બાળકોને અભ્યાસમાં મનગમતું પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક પરિવારને લઇને મનમાં અસુરક્ષા જેવી ભાવના આવી શકે છે. આ માત્ર તમારો વહેમ જ રહેશે. આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે.

વ્યવસાયઃ- કામકાજમાં તમારી કાર્ય કુશળતા તથા કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- હાર્ડ ડિસીઝ તથા ડાયાબિટીઝ જેવી પરેશાનીઓથી સાવધાન રહો

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતાં કાર્યોમાં પરિવાર સાથે મળીને શોપિંગમાં સમય પસાર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે વિદ્યાર્થીઓને સફળતા મળશે.

નેગેટિવઃ- તમે અપરિચિત લોકો સાથે સંપર્ક વધારશો નહીં. કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં. વાહન ચલાવતી સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં થોડાં કડક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના મહેમાનોના આવવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે. બધા સભ્યો એકબીજા સાથે મળીને આનંદ અનુભવ કરશે. કોઇ મહત્ત્વરપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- ક્યારેક વાતચીત દરમિયાન તમારાથી એવી વાત બોલાઇ શકે છે જે સંબંધો માટે નુકસાનદાયક રહેશે. એટલે તમે તમારા ગુસ્સા અને આવેગ ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વિસ્તારને લઇને યોજનાઓમાં પરેશાનીઓ આવશે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પ્રત્યે સાવધાન રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના વ્યક્તિ વ્યવહાર કુશળ હોય છે અને આજે તમારો આ જ ગુણ તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. તમે બુદ્ધિ અને હોથિયારી દ્વારા તમારા સંપર્ક સૂત્રોનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો. કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કોઇ નવી ઉપલબ્ધિ તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- ઘર-પરિવાર તથા કારોબારની વચ્ચે તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ તથા શરીરના દુખાવાની પરેશાની રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામકાજને લઇને થોડી પોઝિટિવ યાત્રાનો પ્લાન બનશે. જે આર્થિક રીતે ખૂબ જ લાભદાયક સાબિત થશે. બાળકોને લઇને કોઇ વિશેષ કાર્ય પૂર્ણ થવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ન માનવાથી નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારો ઉદાર સ્વભાવ વ્યાપારિક સંબંધ વધારે સારા બનાવશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ અને મતભેદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન તમારા ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહેશે. કોઇ સભ્યના લગ્નને લઇને સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. આજે તમે તમારા કાર્યને યોજનાબદ્ધ અને યોગ્ય રીતે પૂર્ણ કરશો.

નેગેટિવઃ- વિદ્યાર્થી તથા યુવા વર્ગ મનોરંજનને લગતાં ખોટાં કાર્યોમાં પડીને પોતાના કરિયર સાથે સમજોતો કરે નહીં. ઘરમાં અચાનક જ થોડાં સંબંધીઓના આવી જવાથી વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર ગંભીરતાથી કામ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન સિઝનના કારણે શારીરિક નબળાઇ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોના સહયોગથી ઉકેલાઇ જશે. જેના કારણે તમે પોતાને તણાવ મુક્ત અનુભવ કરશો. વિદેશમાં જઇને અભ્યાસ માટે મહેનત કરી રહેલાં વિદ્યાર્થીઓને ઓછી મહેનતે સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- જમીન માટે ઉધાર લેવાની યોજના બનશે, ચિંતા કરશો નહીં ઉધાર ધીમે-ધીમે ચૂકવાઇ પણ જશે. કોઇ નજીકના મિત્ર સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે અનુભવ કરશો કે કોઇપણ વિપરિત પરિસ્થિતિમાં તમારો પૂરો પરિવાર તમારી સાથે ઊભો રહેશે. પરિવારને પ્રાથમિકતા ઉપર રાખવું જરૂરી છે. ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- વ્યવસાયિક ભાગદોડ તથા આર્થિક મંદીના કારણે પરિવારના સભ્યોના ખર્ચમાં ઘટાડો કરવો પડશે. જેના કારણે બાળકો નિરાશ રહેશે. આ સમયે કોઇ વ્યક્તિ ઉપર અતિ વિશ્વાસ તમારા માટે હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લઇને યોજનાઓ ઉપર ફરી વિચાર કરો.

લવઃ- યુવા વર્ગ પ્રેમ પ્રસંગ તથા સોશિયલ મીડિયામાં પોતાનો સમય ખરાબ કરે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પરિવારના સભ્યોને એકબીજા પાસેથી અપેક્ષાઓ રહેશે અને તમે તેને પૂર્ણ કરવામાં સમર્થ પણ રહેશો. તેમનું સુખ તમને ખૂબ જ સુકૂન પ્રદાન કરશે. આજનો દિવસ ધનને લગતાં રોકાણ કરવા માટે ઉત્તમ છે.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે ધનની લેવડ-દેવડ કરવાથી સંબંધોમાં કડવાસ ઊભી થઇ શકે છે. ગુસ્સા અને આવેગના કારણે અનેકવાર બનતું કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરનું વાતાવરમ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો તથા વ્યસનથી દૂર રહો

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે મોટાભાગનો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાનો પ્લાન કરશો. જેથી તમને અનેક મુંજવણથી છુટકારો મળશે.

નેગેટિવઃ- તમારા પરિવારની જરૂરિયાતોને નજરઅંદાજ કરશો નહીં. તમારો કોઇ નજીકનો મિત્ર ઈર્ષ્યાની ભાવનાથી કોઇ યોજના કે ષડયંત્ર રચી શકે છે.

વ્યવસાયઃ- વેપાર અને કારોબારમાં આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની યોજના બનશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...