તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

19 ઓક્ટોબરનું રાશિફળ:સોમવારે મેષ સહિત 7 રાશિ માટે દિવસ શુભ રહેશે, આર્થિક અને પારિવારિક બંને લાભ થઈ શકે છે

15 કલાક પહેલા

19 ઓક્ટોબર, સોમવારના રોજ ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે, જેને કારણે આયુષ્માન તથા માનસ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગનો ફાયદો વૃષભ, મિથુન, સિંહ, કન્યા, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોને થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે આ સાત રાશિના જાતકોને અનેક બાબતમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. નવા કામની યોજનાઓ બનશે અને મોટી જવાબદારી પણ પૂર્ણ થશે. આ રાશિના જાતકોને ધન લાભ થવાનો પણ યોગ બની રહ્યો છે. તો કર્ક તથા ધન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું. નુકસાન થઈ શકે છે. મેષ, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોનો દિવસ મધ્યમ રહેશે.

સોમવારના રોજ તિથિ, વાર તથા નક્ષત્રથી સર્વાર્થસિદ્ધિયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં ખરીદી, લેવડ-દેવડ તથા રોકાણથી ફાયદો મળે છે, આથી આજે પ્રોપર્ટી, વેહિકલ તથા જરૂરી ખાસ સામાનની ખરીદી કરી શકાય છે. આ સાથે જ પૈસા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકાશે.

19 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- આજે મોટા ભાગનો સમય ઘર અને સંબંધીઓ સાથે પસાર થશે, જેનાથી તમારા સંબંધો વધારે સારા બનશે. આ સમયે ગ્રહસ્થિતિ થોડી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે, એટલે સમયનો ભરપૂર સદુપયોગ કરો.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે કોઇ વાતચીત કે મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરી લો. દગો થવાની સંભાવના પણ છે. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે ગતિવિધિઓ સામાન્ય ચાલતી રહેશે, એટલે કોઇપણ પ્રકારનું પરિવર્તન કરવાની કોશિશ કરશો નહીં.

લવઃ- જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે રચનાત્મક કાર્યો તથા અભ્યાસમાં વિશેષ રસ રહેશે. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે શુકનનો અનુભવ થશે. પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખો તથા તેમના માર્ગદર્શનને પોતાના જીવનમાં જરૂર અપનાવો.

નેગેટિવઃ- જોખમી કાર્યોથી દૂર રહો, કેમ કે તેમાં નુકસાન સિવાય કંઈ જ પ્રાપ્ત થશે નહીં. નજીકના સંબંધીઓ સાથે પણ કોઇ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ બનશે. કોઇ વ્યક્તિની દખલ દ્વારા સરળતાથી એનો ઉકેલ પણ મળી જશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે તમારી હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા અનેક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.

લવઃ- પારિવારિક તથા વ્યાવસાયિક જીવનમાં સારો તાલમેલ જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને ખાનપાનને સંયમિત જાળવી રાખો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સૂચના પ્રાપ્ત થશે, એટલે મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું ધ્યાન વિશેષ રૂપથી કેન્દ્રિત કરો. ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારો રસ વધારે રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા અને ઉત્તેજિત સ્વભાવ પર નિયંત્રણ રાખો. આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે મહેનત તથા થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સંબંધો સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાક જેવી સ્થિતિ અનુભવ થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ ફોન-કોલને નજરઅંદાજ કરશો નહીં, કેમ કે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ ગતિવિધિઓ તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ લાભદાયક રહેશે.

નેગેટિવઃ- અન્ય પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે, એટલે ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે અન્યની અપેક્ષાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારી સાથે હંમેશાં રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે નબળાઇ અને થાક જેવી સ્થિતિ અનુભવ થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ રહેશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. કઠોર પરિશ્રમથી તમે તમારાં કાર્યોને પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ- પોતાના પર વિશ્વાસ રાખીને કાર્ય કરશો, તો તમને સફળતા પ્રાપ્ત થશે. અન્ય સાથે ચર્ચા-વિચારણાં કરવાથી તમે કોઇ ખોટી સલાહનો શિકાર થઇ શકો છો. સાથે જ તમારા સંપર્ક સૂત્રોની સીમા વધારવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી છાપ અને પ્રતિષ્ઠામાં નિખાર આવશે. નવા કરાર મળશે જે આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આત્મ અવલોકન કરવાથી તમને વધારે માનસિક શાંતિ અનુભવ થશે. અનેક સમસ્યાઓનું સમાધાન પણ મળશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે અનેક ઉપલબ્ધિઓ લઇને આવી રહ્યો છે.

નેગેટિવઃ- અન્યની સલાહ પર કામ કરવાની જગ્યાએ પોતાના પર વિશ્વાસ રાખો, તેનાથી તમને વધારે સફળતા પ્રાપ્ત થશે. આજે કોઇ જગ્યાએ અવર-જવર કરવાથી બચવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ કામની ગતિને વધારશે.

લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ પ્રેમ પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપથી સજાગ રહે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરી રહ્યા છો, જે એક સારી ઉપલબ્ધિ છે. ધર્મ તથા અધ્યાત્મિકતા પ્રત્યે તમારો વિશ્વાસ તમારી અંદર શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર કરશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે મતભેદ થઇ શકે છે એટલે અન્યના મામલે દખલ કરશો નહીં. કોઇને માગ્યા વિના સલાહ આપશો નહીં. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે નહીં અને હરવા-ફરવામાં સમય ખર્ચ કરશે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારો સમય ઓછો પસાર થશે. ફોન દ્વારા તમને મહત્ત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન કે ફેરફારને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. તેના માટે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે. પરિવારમાં પ્રોપર્ટી કે અન્ય કોઇ મુદ્દાને લઇને જે ગેરસમજ ચાલી રહી હતી, આજે તે કોઇ અન્યની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અજાણ્યા લોકો દ્વારા કોઇપણ પ્રકારનો વ્યવહાર કે સલાહ લેવી નહીં. કોઇ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ સારાં પરિણામ મળવાની સંભાવના નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધ પોઝિટિવ અને સહયોગાત્મક પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમધાન મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. એકબીજા સાથે સંબંધોમાં મજબૂતી આવશે. ઘણા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ પણ મળી શકે છે.

નેગેટિવઃ- પાડોશીઓ સાથે કોઇપણ વાતને લઇને વિવાદ કરશો નહીં. આ સમયે કોર્ટ કેસ અને પોલીસ કાર્યવાહી જેવી સ્થિતિ બની રહી છે. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ કર્મચારીને કારણે તણાવ ઊભો થઇ શકે છે.

લવઃ- વ્યસ્તતાને કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા પરિવારને લગતા વાદ-વિવાદ આજે દૂર કરવાથી ઘરમાં શુકન અને શાંતિનું વાતાવરણ રહેશે, જેનાથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઇર્ષ્યાની ભાવનાથી કોઇ નજીકની વ્યક્તિ જ તમારું નુકસાન કરી શકે છે. બાળકના શિક્ષણ કાર્યોમાં ભાગદોડ વધારે રહેશે. છેલ્લે આ ભાગદોડ સાર્થક પણ સિદ્ધ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ- જીવનસાથીનો ઘર અને પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. લાભદાયક સંપર્ક સૂત્રો પણ સ્થાપિત થશે. આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્તતા બની રહેશે. તમે થાક હોવા છતાં પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જમીન, વાહન વગેરેને લગતી ખરીદદારીને લઇને ઉધાર લેવાનો પ્લાન બની શકે છે. ચિંતા ન કરો, આ તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિનું કારણ પણ બનશે.

વ્યવસાયઃ- વેપારમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું, સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ખૂબ જ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણથી સાવધાન રહો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી પૂર્ણ રહેશો. કોઇપણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા તમે રાખો છો. ઘરમાં કુંવારી વ્યક્તિઓ માટે કોઇ સારો સંબંધ આવી શકે છે.

નેગેટિવઃ- તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ રાખવો તમારા માટે લાભદાયક રહેશે. તેમની સાથે સંબંધ ખરાબ કરશો નહીં. તમારે તમારા ઈગો અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવો થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો