શુક્રવારનું રાશિફળ:શુક્રવારે વૃષભ જાતકો સામાજિક કાર્યોમાં સમય પસાર કરશે, ઓફિસમાં કર્મચારીઓ સાથે વિવાદ થઇ શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12માંથી 4 રાશિ માટે દિવસ શુભ રહેશે

19 નવેમ્બરના રોજ દેવદિવાળી છે અને આ દિવસે પરિઘ તથા છત્ર નામના યોગ બની રહ્યા છે. આ શુભ યોગના પ્રભાવથી કેટલાંક જાતકોને ફાયદો થશે. વૃષભ, મિથુન, કર્ક તથા ધન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ ચાર રાશિની આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન થાય તેવા યોગ છે. અટકેલા પૈસા મળશે. અનેક બાબતમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે અને નુકસાન થશે નહીં. સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. મેષ રાશિના જાતકોએ નોકરી તથા બિઝનેસમાં ઉતાવળ કરવી નહીં.

19 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- હાલ વર્તમાન પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. એટલે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળે તો તણાવને હાવી થવા દેશો નહીં. કોઇના ઉપર શંકા કરવી તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી યોજનાઓને ફળીભૂત કરતાં પહેલાં તેના અંગે યોગ્ય રૂપરેખા બાંધી લો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તથા ખાનપાન તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. સંપર્કની સીમા પણ વધશે. કોઇ અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા વસૂલ કરવા માટે સમય અનુકૂળ છે. આ કાર્યો માટે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત થઇ શકે છે. કાર્યોને પૂર્ણ કરવામાં ધ્યાન આપો, થોડી બેદરકારીના કારણે પરિણામ કષ્ટકારી આવી છે. રોકાણને લગતા કાર્યોને ટાળવું યોગ્ય રહેશે. કોઇ અશુભ સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો સહયોગ લેવો ભાગ્યોદયકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને મહેનતની સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા ઘર-પરિવારને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ ઉત્તમ બની રહી છે. કોઇ ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. આવું કરવાથી સંબંધ ખરાબ થઇ શકે છે. ભવિષ્યને લગતી યોજનાઓને ફળીભૂત કરવા માટે સમય અનુકૂળ છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા નવા ઓર્ડર મળવાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ, ઉધરસ અને સિઝલન પરેશાની આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ક્યાંકથી પેમેન્ટ આવી જવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી અને વેચાણ કરવા માટે સમય અનુકૂળ છે. ઘરમાં પણ યોગ્ય અને પોઝિટિવ વાતાવરણ રહેશે. તમે તમારી જીવનશૈલીને વધારે પ્રભાવશાળી બનાવવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી નુકસાન તમને જ થશે. જૂની સંપત્તિને લગતી સમસ્યાઓ વધી શકે છે, જેની નકારાત્મક અસર સંબંધો ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં સારી વ્યવસાયિક યોજનાઓ બનશે.

લવઃ- ઘર તથા વેપારમાં જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો અને સર્વાઇકલની તકલીફ થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ સંબંધીને લગતા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ભાગલાને લગતો વિવાદ એકબીજાની સમજણ અથવા કોઇની દખલ દ્વારા ઉકેલવા માટે યોગ્ય સમય છે. કોઇ અટવાયેલું કામ પણ નાની કોશિશમાં પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- અચાનક જ થોડા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે નહીંતર પરિણામ ખરાબ આવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કામકાજ પ્રત્યે પૂર્ણ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ તથા જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પરિવારના લોકો સાથે શોપિંગમાં સુખમય સમય પસાર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં યુવાઓને કોઇ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- અજાણ્યા લોકોનો સંપર્ક ન રાખો. સાથે જ તેમની દખલ તમારા વ્યક્તિગત જીવનમાં થવા દેશો નહીં. વાહન ચલાવતી સમયે મોબાઇલનો ઉપયોગ ન કરો. બિનજરૂરી ખર્ચ ટાળો

વ્યવસાયઃ- મશીન કે સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ સાથે-સાથે યોગ્ય આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક કાર્યોની અપેક્ષાએ પોતાની વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો. આજે લેવામા આવેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી પણ રાહત મળશે.

નેગેટિવઃ- બાળકોની પરેશાનીઓમાં તેમનો સહયોગ કરવા માટે થોડો સમય કાઢો, જેથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે. તમારા સ્વભાવને સહજ જાળવી રાખો, ગુસ્સાના કારણે સ્થિતિ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતી કોઇ ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- ઘરમાં મહેમાનો આવવાથી ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી તપાસ નિયમિત કરાવતાં રહેવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે સફળતાદાયક સમય છે. તમારી કોઇ જૂની ભૂલથી બોધપાઠ લઇને તમે વધારે સારો નિર્ણય લઇ શકશો. ઘરના રિનોવેશનને લગતી યોજનાને શરૂ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ કામમાં મન પ્રમાણે પરિણામ ન મળવાથી નિરાશા રહેશે. પરંતુ ચિંતા ન કરો જલ્દી જ સમાધાન મળી જશે. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરો. બજેટનું ધ્યાન રાખીને ખર્ચ કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કોઇ નવા વેપારને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરમાં જ કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા ખભાનો દુખાવો વધવાથી પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વિશેષ વ્યક્તિનું સાનિધ્ય મળશે, જેનાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તથા તેમનો આદર કરવો તમને આત્મિક સુકૂન આપશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીને લગતા અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. થોડા કાર્યો અધૂરા પણ રહી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. થોડી બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે.

લવઃ- પરિવારજનો સાથે સમય પસાર કરવો એકબીજાના સંબંધને વધારે મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કસરત અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓમાં ખાસ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. રૂપિયાની આવકની દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘર કે ઓફિસમાં સુધારને લગતા કાર્યો કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- પારિવારિક જવાબદારીઓ વધી શકે છે, જેને યોગ્ય રીતે નિભાવવામાં તમે મુશ્કેલી અનુભવ કરી શકો છો. તમારી જવાબદારીઓને અન્ય લોકો સાથે વહેંચતા શીખો. જેથી તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરશો.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, કબજિયાત વગેરેના કારણે સાંધામાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મુશ્કેલીઓ તથા વિઘ્નો સિવાય તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશો. ભાગ્ય તમારા પક્ષમાં છે. તમે તમારા કાર્યોને સરળતાથી પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ નકારાત્મક પરિસ્થિતિ આજે કોઇ મિત્રની મદદથી સચવાઇ જશે.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. જો જમીન કે વાહન માટે ઉધાર લેવાનો પ્રોગ્રામ બની રહ્યો છે તો તમારી ક્ષમતા કરતાં વધારે ન લેશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કામ અટકી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ અન્ય વ્યક્તિને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઇ પ્રકારની બેદરકારી નુકસાનકારક સાબિત થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રોજિંદા તણાવભર્યા વાતાવરણથી રાહત મેળવવા માટે કોઇ ધાર્મિક સંસ્થામાં થોડો સમય પસાર કરવો અને સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે. સાથે જ તમારા માન-સન્માન તથા આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. જમીનને લગતો લાભ પણ થવાની શક્યતાઓ છે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના કાગળિયાને લગતી કાર્યવાહી કરતી સમયે સાવધાન રહો. નાની ભૂલ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. આવક સાથે-સાથે ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.