તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 નવેમ્બરનું રાશિફળ:લાભપાંચમના દિવસની ગ્રહ સ્થિતિ જાતકોમાં પોઝિટિવ પરિવર્તન લાવશે, ઉતાવળિયા સ્વભાવથી બચવું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

19 નવેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. મનોરંજનને લગતાં પ્રોગ્રામ બનશે. પારિવારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચલાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તેમાં સફળતા પણ પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- ઘરના લોકોના કાર્યોમાં વધારે દખલ ન કરો. બધાને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે. તેનાથી ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે. આજે પાડોસી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પરંતુ કામ પૂર્ણ થવામાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો તમે રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલાં છો, તો આ સંપર્ક તમારા માટે થોડાં સારા અવસર પ્રદાન કરશે. એટલે તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત જાળવી રાખો. પ્રોપર્ટીને લગતું અટવાયેલું કામ આજે ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે કોઇ પ્રકારની યાત્રા કે વાહનનો ઉપયોગ કરવાનું ટાળો. કેમ કે, કોઇ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે સમજણ અને સમજદારીથી તમે કોઇપણ પરેશાનીનો ઉકેલ સરળતાથી લાવી શકશો.

લવઃ- મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે નહીં.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા જીવનથી અલગ કઇંક નવું કરવાનું વિચારશો. જેથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે. એક નવી ઊર્જાનો પ્રભાવ તમારી અંદર તમને અનુભવ થશે. ફાયનાન્સને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- કોઇપણ કામ કરતાં પહેલાં તેના બધા સ્તર અંગે યોગ્ય વિચાર કરો. આ સમયે ધનને લગતું થોડું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. વર્તમાન સમયમાં જેવું ચાલી રહ્યું છે તેના ઉફર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજામાં પ્રેમભાવ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે સર્વાઇકલ તથા ખભામાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન કે સુધાર જેવી યોજનાઓ ઉપર કામ કરતી સમયે વાસ્તુ નિષ્ણાતની સલાહ લો. તેનાથી તમારા ઘરમાં પોઝિટિવિટી આવશે. સાથે જ, દરેક કામ કરતાં પહેલાં બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

નેગેટિવઃ- પ્રોપર્ટી કે ધનની લેવડ-દેવડના ચક્કરમાં કોઇ નજીકના સંબંધી કે ભાઈ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ કિંમતી વસ્તુ ન મળવાથી પણ મન પરેશાન રહેશે. કોઇના ઉપર શંકા કરીને સંબંધ ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્તતા બની રહેશે. ઓર્ડરને સમયે પૂર્ણ કરવાથી માર્કેટમાં તમારી છાપ સુધરશે.

લવઃ- ઘરના વાતાવરણને સંતુલિત તથા આનંદમયી જાળવી રાખવામાં તમારો ખાસ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પાચનક્રિયા ખરાબ થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મિત્રની રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તો ખોલી શકે છે. મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. પરિવાર સાથે મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે થોડાં નજીકના સંબંધો નજરઅંદાજ થઇ શકે છે. એટલે પોતાના સંબંધોને ખરાબ થવાથી બચાવવા પણ જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા તેમની સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આંતરિક ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધર, તાવ અને ઇન્ફેક્શનથી બચવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ નક્ષત્ર તમારા જીવનમાં થોડા પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યાં છે. જેના કારણે તમને સારી ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થશે. કોઇપણ કામ અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણાં કરીને જ કામ કરવું, લાભ થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો તથા ઉતાવળિયો સ્વભાવ તમારા માટે થોડી પરેશાની ઊભી કરી શકે છે, તથા અન્ય સાથે સંબંધોમાં ખટાસ આવી શકે છે. એટલે થોડો સમય આત્મ અવલોકનમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ વિઘ્ન વિના ચાલતી રહેશે.

લવઃ- કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ સાથે ખરાબ સંબંધોને સુધારવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તેમાં તમને સફળ પણ થશો. બાળક પક્ષને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી સુકૂન અને સુખ મળશે. તથા આ સુખને એન્જોય કરવા માટે પરિવાર સાથે હરવા-ફરવાનો પણ કોઇ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અન્યના મામલે દખલ કરવાથી તમારા જ માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે. તમે તમારા કામથી જ મતલબ રાખો. પાડોસીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે પારિવારિક જવાબદારી પણ નિભાવવી પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજકાલ તમે ધૈર્ય અને શાંતિપૂર્ણ રીતે તમારા કાર્યો પૂર્ણ કરશો. આ સ્વભાવના કારણણે તમને તમારા કામનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. માનસિક સુકૂન પણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- યુવાઓ તથા વિદ્યાર્થીઓએ યોગ્ય દિનચર્યા જાળવી રાખવી જરૂરી છે. બેદરકારીના કારણે આ લોકો પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તથા દસ્તાવેજોને સંભાળીને રાખો.

વ્યવસાયઃ- જો કાર્યક્ષેત્રમાં કઇંક નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સામંજસ્ય યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામમાં વિઘ્ન આવવાથી તણાવ તથા અવસાદની સ્થિતિ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલી ગતિવિધિમા થોડો સમય પસાર થશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી માનસિક સુકૂન મળશે. ઘણાં સમય પછી નજીકના સંબંધીઓ સાથે મેલજોલ થવાથી ઘરના બધા લોકો ખુશ થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના કરિયરને લગતાં સાક્ષાત્કારમાં અસફળ થવાથી મન નિરાશ થઇ શકે છે. આ સમયે નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- કોઇ બહારના વ્યક્તિની દખલના કારણે ઘરના સભ્યો વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી વિપરીત પરિસ્થિતિઓમાં આજે અચાનક જ કોઇ અનુભવી વ્યક્તિની મદદ મળશે, જેનાથી તમે તમારી સમસ્યાઓથી મુક્તિ મેળવી લેશો. આ સમયે કોઇપણ અનુભવી વ્યક્તિની સલાહની અવહેલના કરશો નહીં.

નેગેટિવઃ- આવક ટેક્સને લગતી કોઇ ઝંઝટ ઊભી થઇ શકે છે. તમારું પેપર વર્ક એકદમ વ્યવસ્થિત રાખો. તમારી વ્યક્તિગત પરેશાનીઓનો નકારાત્મક પ્રભાવ બાળકો ઉપર થવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં તમારા પક્ષમાં થોડી મહત્ત્વપૂર્ણ સ્થિતિ બની રહી છે, એટલે સંપૂર્ણ ગંભીરતાથી તમારા કાર્યોને અંજામ આપો.

લવઃ- ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ તથા એસિડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ઘણાં સમયથી કોશિશ કરો છો, આજે તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. એટલે કોશિશ કરતાં રહો અને આશાવાદી રહો.

નેગેટિવઃ- ક્યારેક એવું જણાશે કે જાણે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ નકારાત્મકતા લાવવાની જગ્યાએ તમે તમારી કામ કરવાની પ્રણાલીમાં ફેરફાર લાવો. ઘરના વડીલોની સલાહ અને સહયોગનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઉત્પાદન ક્ષમતામા સુધાર આવવાનું શરૂ થઇ જશે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીની સલાહ અવશ્ય લો જેનાથી તમારું મનોબળ વધશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનની આદતોને વ્યવસ્થિત જાળવી રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની ખરીદારી અને વેચાણ કે સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓ બનશે. આ સમય આ કાર્યો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે, એટલે કોશિશ કરતાં રહો. પરિવારના કોઇ સભ્યના લગ્નને લગતાં સંબંધની વાત આગળ વધી શકે છે.

નેગેટિવઃ- થોડાં નજીકના સંબંધો ખરાબ થવાથી બચાવવા માટે જો તમારે નમવું પડે તો શરમાશો નહીં. વડીલોનું માન-સન્માન જાળવી રાખો. વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરે.

વ્યવસાયઃ- મીડિયા, પ્રિન્ટિંગ વગેરેને લગતાં વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ બની રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:કોઇપણ કામ અધૂરી જાણકારી સાથે શરૂ કરશો નહીં, નહીંતર પછી પછતાવું પડી શકે છે

રાશિ પરિવર્તન/ સૂર્ય 16 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં રહેશે, મેષ અને વૃષભ રાશિના લોકોને સફળતા મળી શકે છે

આજનો જીવન મંત્ર:જો આપણે પોતાના ઉપર જ વિશ્વાસ કરીશું નહીં તો સારા અવસર પણ હાથમાંથી સરકી જશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો