ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મકર રાશિના લોકોએ વિવેક અને ચતુરાઈથી કામ લેવું, ભાવુકતામાં લીધેલો નિર્ણય નુકસાન આપી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

19 મે, ગુરુવારના રોજ સાધ્ય તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિને નસીબનો સાથ મળશે. ગમતાં કામો પૂરા થશે. આર્થિક બાબતમાં કન્યા રાશિ માટે દિવસ શુભ રહેશે, મકર રાશિના અટકેલા કામો પૂરા થશે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

19 મે, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- દિવસ હાસ્ય-પરિહાસ અને મનોરંજનને લગતા કાર્યોમાં પસાર થવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ભવિષ્યને લગતી યોજનાઓ બનાવવામાં કોઈ વડીલ વ્યક્તિ દ્વારા યોગ્ય સલાહ મળશે. જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

નેગેટિવઃ- એકાગ્રતામાં ઘટાડો આવવાના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપવામાં મુશ્કેલી અનુભવ કરશો. થોડો સમય આત્મચિંતનમાં પણ પસાર કરો. તમારા અહંકાર અને અતિ આત્મવિશ્વાસ જેવી આદતો ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- કોઈપણ નવા કામને શરૂ કરવા માટે હાલ યોગ્ય સમય નથી. જે જેવું ચાલી રહ્યું છે તેમાં જ ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે કોઈ વાતને લઇને વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘુંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. તેમનો મોટાભાગનો સમય કોઈ ખાસ વ્યક્તિની મદદ અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ કે કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- તમારે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આર્થિક મામલાઓને લઇને કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે ડિસિપ્લિન રાખવું પણ જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધોમાં અંતર વધે નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકાર સામે આવી શકે છે.

લવઃ- વ્યવસાયિક તણાવને પારિવારિક સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. તમે તેમાં સફળ પણ થશો. અચાનક કોઈ ખાસ વ્યક્તિના મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ ખાસ મુદ્દા ઉપર વિચાર થવાથી પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વ્યવહારિક બની જવું થોડા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે. ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવા જેવી સ્થિતિ બની શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નસંબંધોમાં અહંકારના કારણે તણાવની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાની રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઈ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન અને સુખ મળી શકે છે. તમે તમારી કોઈ નબળાઈને દૂર કરવાનો પણ સંકલ્પ લેશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયર ઉપર ફોકસ કરે.

નેગેટિવઃ- આળસ અને મોજમસ્તીમાં સમય નષ્ટ ન કરો. કેમ કે આ સમય તમારી ક્ષમતા અને યોગ્યતાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઇગો અને ગુસ્સાના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્ટાફ સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ રહી શકે છે.

લવઃ- પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક તમારા ઉપર હાવી થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ફોન અને મેઈલ દ્વારા નવી જાણકારી તથા સમાચારની પ્રાપ્તિ થશે. વાતચીત દ્વારા તમે તમારા કામ કરાવવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત જાળવી રાખશે.

નેગેટિવઃ- આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે હાલ તમારું બજેટ જાળવીને રાખો તો સારું રહેશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમે કોઈ કાયદાકીય મામલાઓમાં પડી શકો છો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં થોડા નવા પ્રસ્તાવ આવી શકે છે.

લવઃ- ઘરેલૂ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોરમોન્સને લગતા ફેરફાર અનુભવ કરશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાની સ્થિતિ બની રહી છે એટલે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો.

નેગેટિવઃ- ફોન કે મિત્રો સાથે ફરવા જવામાં તમારા રૂપિયા ખર્ચ ન કરો. ક્યારેક મનમરજી અને અતિ આત્મવિશ્વાસના કારણે તમે ભૂખ્યા પણ રહી શકો છો. વધારે વિચાર કરવામાં સમય ન લગાવશો અને તરત યોજનાઓને શરૂ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની શક્યતા નથી.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે પ્રદૂષણ અને ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે રસ તમને માનસિક શાંતિ આપશે તથા પોઝિટિવ ઊર્જાનો પણ સંચાર કરશે.

નેગેટિવઃ- ક્યારેક તમારું આત્મકેન્દ્રિત થવું અને માત્ર પોતાના અંગે વિચારવું નજીકના સંબંધીઓ સાથે વિવાદ ઊભો કરી શકે છે. સામાજિક બની રહેવું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓનું અભ્યાસથી ધ્યાન હટીને મિત્રો સાથે હરવા-ફરવામાં મન લાગશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી મધ્યમ જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો તાલમેલ ઘરમાં સુખમય વાતાવરણ રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ લાભદાયક સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ચાલી રહેલી ગેરસમજ તમારી મધ્યસ્થતાથી ઉકેલાઈ શકે છે. જો રોકાણને લગતી કોઈ યોજના ચાલી રહી છે તો તરત તેના ઉપર અમલ કરો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ પણ બની શકે છે. થોડી પોઝિટિવ કોશિશ કરવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. વારસાગત સંપત્તિને લગતા મામલાઓમાં આજે કોઈપણ કાર્યવાહી ન કરો.

વ્યવસાયઃ- વેપારની ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થા સારી જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશો. આ સમયે અનેક નવી ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે બનતું કામ ખરાબ થઈ શકે છે. એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું. ધ્યાન રાખો કે તમારા કોઈ નજીકના વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ- તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામના પ્રમોશનમાં લગાવો.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં આજે ગતિ આવી શકે છે. ભાવી લક્ષ્યને પણ પ્રાપ્ત કરવા માટે શક્યતાઓ બનશે. જો વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ભાવુકતા અને નિરાશામાં લીધેલા નિર્ણય નુકસાન આપી શકે છે. એટલે કોઈપણ યોજના બનાવતા પહેલાં ગંભીરતાથી વિચાર કરો. આ સમયે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- કામકાજને લઇને કોઈ નજીકની યાત્રા શક્ય છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધશે. લાભદાયક ગ્રહ ગોચર બની રહ્યું છે. છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને આગળ વધો. તમને નવી સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- યુવાઓ ધ્યાન રાખે કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો. બહારના લોકોનો તમારા જીવનમાં દખલ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને આગળ વધારવા માટે લાભદાયી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન અંગે બેદરકારી ન કરો

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સપના સાકાર કરવાનો દિવસ છે. ખૂબ જ મહેનત કરો. મુશ્કેલથી મુશ્કેલ કાર્યો પણ તમે તમારા દઢ નિશ્ચય દ્વારા પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ ધ્યાન રાખો.

નેગેટિવઃ- આળસના કારણે કામને કાલ ઉપર ટાળવાની કોશિશ ન કરો. આ કારણે કાર્યોમાં મોડું થઈ શકે છે. તમારા સ્વભાવમાં સમય પ્રમાણે ફેરફાર લાવવો જરૂરી છે. આવેશના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.