તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃષભ રાશિના લોકો માટે ધનદાયક પરિસ્થિતિ બની રહી છે, વેપાર માટે પણ દિવસ શુભ રહેશે

8 મહિનો પહેલા
  • તુલા રાશિના જાતકોને કામકાજનું સ્થળ તથા રહેવાની જગ્યા બદલાય તેવા યોગ
  • મકર તથા કુંભ સહિત 5 રાશિને કામકાજમાં અડચણ આવી શકે છે, ખાસ સાવચેતી રાખવી

19 જાન્યુઆરી, મંગળવારના રોજ શિવ તથા શુભ નામના યોગ બની રહ્યા છે. આ બે શુભ યોગની અસર 7 રાશિને થશે. વૃષભ રાશિને ધન લાભ થઈ શકે છે. નવા કામની શરૂઆત માટે સારો દિવસ છે. મિથુન રાશિના નોકરિયાત જાતકોને પ્રગતિની તકો મળશે.

કર્ક રાશિને મોટા અધિકારીની મદદ મળે તેવા યોગ છે. સિંહ રાશિને કામકાજમાં ખાસ જવાબદારી મળશે. ફાયદાકારક પરિસ્થિતિ પણ સર્જાશે. તુલા રાશિના જાતકોની કામકાજની તથા રહેવાની જગ્યા બદલાય તેવી સંભાવના છે.

ધન રાશિને બિઝનેસમાં મહેનત પ્રમાણે ફળ મળશે. પરિવારના સભ્યોની પણ મદદ મળશે. તો મીન રાશિના જાતકો જે પણ નિર્ણય લેશે, તેમાં ફાયદો થશે. આ ઉપરાંત મેષ, કન્યા, વૃશ્ચિક, મકર તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

19 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે.

નેગેટિવઃ- બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. જેના કારણે થોડું નુકસાન થવાની પણ સંભાવના છે. ફાલતૂ કાર્યોમાં ધ્યાન ન આપો. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામને લઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી આવવાથી તણાવ રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કોલ્ડ, કફની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે ધનદાયક પરિસ્થિતિ બની રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાની ઊર્જા પણ બનશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા કોઇ ઉત્તમ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં ઈગો, ચીડિયાપણુ વગેરે જેવી વાતો આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આજે કોઇ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીને સ્વાસ્થ્યને લઇને કોઇ પરેશાની હોવાથી ઘર અને વ્યવસાય બંને જગ્યાએ તાલમેલ જાળવવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારી યોજનાઓને ગુપ્ત રીતે શરૂ કરો. આ સમયે તમારા દરેક કાર્ય પ્રત્યે સંપૂર્ણ જાગરૂતતા રાખવાની જરૂરિયાત છે. થોડી સાવધાની રાખવાથી તમારી યોજનાઓ તથા કાર્ય સફળ થઇ શકે છે. કોઇ મિત્રની મદદ પણ તમારા માટે સહાયક રહેશે.

નેગેટિવઃ- બાળકોને લગતી થોડી આશામાં ઘટવાથી મન નિરાશ રહેશે. આ સમયે ધૈર્ય અને સમજદારીથી પરિસ્થિતિઓને સંભાળો. વધારે ગુસ્સો અને તણાવના કારણે સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યક્તિગત કારણોના કારમે વ્યવસાયમાં થોડા કામ અધૂરા રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી કોઇ સફળતાથી સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે માન-સન્માન વધશે. રાજનૈતિક સંબંધ તમારા માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- જૂની વાતને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે કોઇ મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. ઘરના કોઇ વડીલ સાથે ગુંચવાવું તેમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં થોડી ખામી રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસનો મોટાભાગનો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. પારિવારિક વાતાવરણને વધારે સારું જાળવી રાખવા માટે યોજનાઓ બનાવો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વ્યવહારમાં થોડું લચીલાપણું પણ જાળવી રાખો. પ્રોપર્ટીને લગતા કોઇપણ કામમાં રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર અને સુખમય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની પરેશાની થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખો. તમારી બુદ્ધિમત્તા તથા વ્યાપારિક વિચારથી લાભના નવા સ્ત્રોત બનશે. ઘર તથા બહાર બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- ક્યારેક ગેરસમજણના કારણે ભાઇ-બહેનોના સંબંધમાં અંતર આવી શકે છે. પારિવારિક વિઘટનને રોકવાની કોશિશ કરવી યોગ્ય રહેશે. ક્યારેક ભાવનાત્મક રૂપથી એકલતા અનુભવ થશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઇપણ નવી ગતિવિધિઓ ઉપર કામ ન કરો.

લવઃ- લગ્ન સંબંધ બનવાની સંભાવનાઓ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનો ભાવનાત્મક આઘાત લાગવાથી બ્લડ પ્રેશર વગેરે જેવી સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇ પારિવારિક વિવાદને દૂર કરવામાં સફળ રહેશો. ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. જો ઘરના ફેરફારને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ તરફથી તમને નુકસાન પહોંચી શકે છે. પરિસ્થિતિઓનું પૂર્ણ અવલોકન કરતાં રહો. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. આ સમયે વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પણ પોતાના કાર્યો પ્રત્યે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- ઘરમા મહેમાનો આવવાથી ઉત્સવભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારી પ્રતિભા અને ક્ષમતાને અન્ય સામે જાહેર કરશે. તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારી તથા પરિવારની સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો. કોઇ મોટો ખર્ચ અચાનક જ સામે આવવાથી બજેટ સંપૂર્ણ રીતે બગડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામને લગતા નિર્ણય લેવામાં સાવધાની રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની કોઇ કારણ વિના વિવાદમાં પડે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્ય કાર્યશૈલીના કારણે સમાજમાં તમારી ઓળખ બનશે. મહેનતથી પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સંબંધ સમારોહમાં સામેલ થવાનો અવસર મળશે.

નેગેટિવઃ- તમારા કોઇ વહેમના કારણે નજીકના સંબંધોથી કોઇ વિવાદ થઇ શકે છે. અન્યના મામલે દખલ કરશો નહીં. કોઇ વાતને સમજ્યા વિના નિર્ણય લેવાનું ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવની અસર તમારી કાર્યક્ષમતા તથા પાચનક્રિયા ઉપર પણ પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલી દોડભાગથી આરામ મેળવાવ માટે આજે મોટાભાગનો સમય ઘર તથા પરિવારના લોકો સાથે પસાર કરો. તમે તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના લગ્નજીવનમાં સમસ્યા ઊભી થવાથી મન નિરાશ રહેશે. તમારી દખલ તથા સલાહથી યોગ્ય સમાધાન પણ મળી શકે છે. વાતચીત કરતી સમયે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો.

લવઃ- ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, તાવ જેવી સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારું પ્લાનિંગ સાથે કામ કરવું તથા પોઝિટિવ વિચાર તમારા તથા તમારા પરિવાર માટે નવી દિશા પ્રદાન કરશે. જો ઘરમાં કોઇ પ્રકારના રિનોવેશનને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે વિચારવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી બચવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગિઓ તથા ઘરના અનુભવી વ્યક્તિઓના નિર્ણયને પ્રાથમિકતા આપો.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવાથી તથા તણાવ લેવાથી માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી યોગ્યતા પ્રમાણે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બાળકો તરફથી કોઇ ગંભીર ચિંતા દૂર થશે. કોઇ પારિવારિક માંગલિક આયોજનને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- ભાઇો સાથે સંબંધો ખરાબ થવા દેશો નહીં. ગુસ્સા અને જિદ્દના કારણે પરિસ્થિતિઓ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં કોઇ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પરિવારના સભ્યોનો સહયોગ તથા અન્ય પ્રત્યે સમર્પણની ભાવના ઘરમાં ખુશહાલી લાવશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતાના કારણે ક્યારેક તમારી અંદર આત્મબળની ખામી અનુભવાશે.