રવિવારનું રાશિફળ:રવિવારે ધન જાતકો આત્મવિશ્વાસ અને મનોબળની મદદે કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિથુન રાશિને અટકેલા પૈસા મળે તેવી શક્યતા
  • કુંભ-મીન સહિત 8 રાશિ માટે દિવસ સામાન્ય

19 ડિસેમ્બર, રવિવારનો દિવસ ચાર રાશિ માટે શુભ રહેશે. મેષ રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. બિઝનેસ માટે દિવસ ફાયદાકારક રહેશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગને નવી જવાબદારી મળી શકે છે. અટકેલા પૈસા પરત મળે તેવા યોગ છે. કન્યા રાશિના જાતકોના કામો પૂરા થશે અને વિશેષ લાભ મળશે. વૃશ્ચિક રાશિને ફાયદો થશે. સંપત્તિ અંગે ડીલ થઈ શકે છે. આ ઉપરાંત વૃષભ, કર્ક, સિંહ, તુલા, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

19 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. તમે કોઈપણ કામ કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના તથા સ્વરૂપ બનાવવું તમારા કાર્યમાં થતી ભૂલને અટકાવશે. બાળકોના કરિયરને લગતી કોઈ સૂચના મળવાથી ઘરમાં પ્રસન્નતાભર્યું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- સમય પ્રમાણ તમારા વ્યવહારમાં થોડું લચીલાપણું જરૂરી છે. વિદ્યાર્થી સોશિયલ મીડિયા કે ફાલતૂ વાતોમાં પડીને પોતાના કરિયર સાથે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરે

વ્યવસાયઃ- પોતાના કાર્યોને યોજનાબદ્ધ રીતે સંપન્ન કરે.

લવઃ- પ્રેમ પ્રસંગમાં પારિવારિક મંજૂરી મળવાથી માનસિક સુકૂન રહેશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે-સાથે કસરત ઉપર પણ ધ્યાન આપો.

---------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય અનુકૂળ રહેશે. લાભની પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ ઊર્જાનો સંચાર થશે.

નેગેટિવઃ- કોઈ અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. સાથે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ રાખવું પડકારભર્યું રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા સંપર્ક સૂત્ર સાથે સંબંધ મધુર રાખો

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો

---------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો કે તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે. જો કોઈ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. તેનાથી તમને અપમાન મળી શકે છે. વિદ્યાર્થીઓ પણ મનોરંજન તથા ખોટા કાર્યોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે સમજોતો ન કરે.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓને આજે પણ કામનો ભાર વધારે રહેશે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી તકલીફ વધી શકે છે.

---------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારમાં અનુશાસનનું વાતાવરણ રહેશે. તમારા કામ સાથે-સાથે વ્યક્તિગત રસ ઉપર પણ ધ્યાન આપો. આવું કરવાથી તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે.

નેગેટિવઃ- કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે. ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો

વ્યવસાયઃ- વેપારમાં પલ્બિકને લગતા રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવો.

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય અને સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રા જેવી પરેશાનીથી રાહત મળશે નહીં.

---------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં તમે સફળ રહેશો. તમારા મિત્રો અને ગુરુજનોના સાનિધ્યમાં પણ સારો સમય પસાર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધાનું પરિણામ તેમના પક્ષમાં મળી શકે છે.

નેગેટિવઃ- કારણ વિના કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. ક્યારેક એવું લાગશે કે સુખને કોઈની નજર લાગી ગઈ છે.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

---------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમના માર્ગદર્શનને જીવન અપનાવવું તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું ખાસ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થશે. ભવિષ્યને લગતી કોઈપણ યોજના બનાવતી સમયે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ કામની ગતિને વધારશે.

લવઃ- કોઈ બહારના વ્યક્તિની દખલ ઘરમાં થોડું નકારાત્મક વાતાવરણ બનાવી શકે છે

સ્વાસ્થ્યઃ- મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સજાગ રહે.

---------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે. વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે. રચનાત્મક કાર્યોમા પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે, નહીંતર બેદરકારીના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. બાળકોન ગતિવિધિ તથા સંગત ઉપર પણ નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલીને લગતી ગતિવિધિઓને કોઈ સામે જાહેર ન કરો

લવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી ગતિવિધિઓ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ મશીનનો ઉપયોગ કરતી સમયે સાવધાન રહો.

---------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. બદલાતા પરિવેશના કારણે તમે તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કર્યું છે તે ફાયદો આપશે. વીમા તથા અન્ય કાર્યોમાં રૂપિયાનું રોકાણ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ ન કરો. ઘરના મામલે વધારે દખલ કરવું યોગ્ય નથી. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે.

વ્યવસાયઃ- કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોહ મળી શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓને પરિવારના લોકો અને જીવનસાથીને જણાવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

---------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારી આર્થિક સ્થિતિને વધારે સારી જાળવી રાખશે. થોડી નવી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો

નેગેટિવઃ- તમારા ભાવુક સ્વભાવના કારણે નાની નકારાત્મક વાત પણ તમને પરેશાન કરી શકે છે. આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. ક્યારેય વધારે ઉતાવળના કારણે કોઈ કામ પણ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ તમારા માટે વ્યવસાયિક કાર્યોમાં મદદગાર સાબિત થશે.

લવઃ- પરિવાર સાથે શોપિંગ કરવી તથા તેમની સાથે થોડો સમય પસાર કરવો સંબંધોને વધારે સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- ગળા અને છાતિમા કફ અને ઉધરસના કારણે ઇન્ફેક્શન વધી શકે છે.

---------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યાને લગતી ગતિવિધિઓથી અલગ કોઈ ખાસ વાતને ઊંડાણપૂર્ણક જાણવાની કોશિશ કરશો. જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને માન-સન્માનમાં પણ વધારો થશે.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમને ભાવનાત્મક રીતે નબળા કરવાની કોશિશ કરશે. તમે તમારું આત્મબળ મજબૂત જાળવી રાખો. કોઈપણ ખાસ મુદ્દા ઉપર નિર્ણય લેતી સમયે ઘરના અનુભવી તથા ખાસ લોકોની સલાહ લેવી તમારા માટે હિતકર રહેશે.

વ્યવસાયઃ- આ સમયે કોઈપણ પ્રકારની વ્યવસાયિક લોન લેશો નહીં.

લવઃ- કોઈ કુંવારા વ્યક્તિના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે પગમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

---------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારીમાં પરિવાર સાથે સમય પસાર થશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં કાર્યોમાં ખાસ રસ રહેશે. જો વારસાગતને લગતો કોઈ મામલો અટવાયેલો છે, તો તેને કોઈની દખલ દ્વારા ઉકેલવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- મિત્રો સાથે સંબંધ ખરાબ ન કરો. તમારી કોઈ ગુપ્ત વાત પણ જાહેર થવાની શક્યતા છે, માનસિક સુકૂન મેળવવા માટે ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉતાવળની જગ્યાએ ગંભીરતા અને સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને મનમુટાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

---------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બાળકો તરફથી તેમના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. કોઈ ખાસ મુદ્દે ચર્ચા-વિચારણાં પણ થશે. લાભદાયક યાત્રાના પણ યોગ છે.

નેગેટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં પારિવારિક સભ્યોની સલાહ લો. ક્યારેક વિના કારણે મનમાં અશાંતિ અને તણાવ અનુભવ કરશો. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરો.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન ન આપો.

લવઃ- અચાનક જ કોઈ મિત્રના મળવાથી જૂની સુખમય યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને સર્વાઇકલની સમસ્યા વધવાથી દિવસ અસ્ત-વ્યસ્ત રહેશે.