ગુરુવારનું રાશિફળ:ગુરુવારે કન્યા જાતકોને આર્થિક લાભ થાય તેવી શક્યતા છે, બાળકો ઉપર ધ્યાન રાખવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રીતિ તથા પ્રજાપતિ યોગને કારણે 5 રાશિ માટે ફાયદાનો દિવસ
  • ધન-કુંભ સહિત 7 રાશિ માટે દિવસ સામાન્ય

19 ઓગસ્ટ, ગુરુવારના રોજ પ્રીતિ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના જાતકોને મહેનત પ્રમાણે પરિણામ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિથુન રાશિના જાતકો પોતાની યોજનાઓ પર કામ કરી શકશે. દિવસ સારો છે. વૃશ્ચિક રાશિની આર્થિક બાબતોમાં સુધારો થતો જોવા મળશે.

મકર રાશિના જાતકોની આર્થિક સમસ્યાનો અંત આવશે અનો નોકરિયાત વર્ગને મનપસંદ કામ પણ મળશે. મીન રાશિના જાતકોના અટકેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. મેષ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય છે.

19 ઓગસ્ટ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનું આમંત્રણ મળશે. ઘણાં સમય પછી લોકો સાથે હળવા-મળવાનું સુખ આપી શકે છે. જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો સમજણ અને વિવેકથી કામ લેવું.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય ઉતાવળની જગ્યાએ શાંતિથી લો. તમને લાભદાયી પરિણામ મળી શકે છે. યાત્રા કરતી સમયે અજાણ્યા લોકોના સંપર્કમાં જવાનું ટાળો. જમીન-સંપત્તિને લગતા દસ્તાવેજની કાર્યવાહી સાવધાની સાથે કરો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં મહત્ત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો તમને યોગ્ય સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાના કારણે અનિદ્રાની સ્થિતિ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યો માટે સમય કાઢી શકસો. નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને અભ્યાસ સાથે-સાથે અન્ય ક્ષેત્રોમાં પણ જાણકારી પ્રાપ્ત કરવાને લગતો રસ રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં સમસ્યા આવવાથી તણાવ રહેશે. આ સમયે ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને સાચવવાની કોશિશ કરો. બહારના વ્યક્તિઓની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો. તથા તેમની સમસ્યાઓનું સમાધાન શોધો. તેનાથી તેમનું મનોબળ વધશે. કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમે સફળ થઈ શકો છો. ઘરમાં મહેમાનોની અવરજવર રહી શકે છે.

નેગેટિવઃ- આ સમયે આવકથી વધારે ખર્ચની સ્થિતિ રહેશે. કોઈપણ કામ કરતા પહેલાં બજેટ જાળવી રાખો. વિદ્યાર્થી વર્ગ મસ્તી સાથે-સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપે. ગેરકાયદેસર કાર્યોમાં ગુંચવાય નહીં.

વ્યવસાયઃ- તમારે તમારા વ્યવસાયમાં જે ફેરફારને લગતી યોજના બનાવી છે, તેને શરૂ કરવાનો અનુકૂળ સમય છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે,

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રચનાત્મક તથા ધાર્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઈ નજીકના વ્યક્તિની પરેશાનીમાં તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. જો કોર્ટને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો આજે તેનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ તણાવ આપી શકે છે. તમારી સમજદારી અને સમજણ દ્વારા સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. પાડોસી કે કોઈ બહારના વ્યક્તિ સાથે ખોટા વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય કાર્યોને લગતી નજીકની યાત્રા શક્ય છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા વિચાર પોઝિટિવ અને સંતુલિત જાળવી રાખો. તમારી પરેશાનીઓનો ઉકેલ તમને મળી શકશે. ઘરને લગતી જવાબદારીઓને સમજો અને સાદગીપૂર્વક તેને પૂર્ણ કરો. જીવનશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. અચાનક જ કોઈ મોટો ખર્ચ આવવાથી બજેટ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગ કરવામાં તમારો રસ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- થોડા અનુભવી તથા વડીલ લોકોનું માર્ગદર્શન અને સહયોગ મળશે. તમને જીવનના થોડા સારા અનુભવ થશે. માનસિક અને આત્મિક રૂપથી સુકૂન અનુભવ કરશો. આ સમયે આર્થિક લાભની પણ શક્યતા છે.

નેગેટિવઃ- અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવાની સાથે-સાથે બાળકોની ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન રાખો. આ સમયે કોઈપણ પ્રકારના રોકાણને હાલ ટાળો. કેમ કે નાની ભૂલ પણ નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે અનુભવી અને વડીલોની સહમતિથી અનેક સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કારણે નબળાઈ અને આળસની સ્થિતિ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવું તથા પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું તમને સફળતા આપશે. તમે તમારી વાતો દ્વારા તમામ વિઘ્નો દૂર કરીને આગળ વધશો. ઘરમા મહેમાનોની અવરજવર રહેશે

નેગેટિવઃ- ક્યારેક તમારા સ્વભાવમાં આવેશ અને ગુસ્સા જેવી સ્થિતિ રહેશે. જેની અસર સંબંધો ઉપર પણ પડશે. ખર્ચ વધારે રહેવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. ક્યારેક વધારે વિચારવામાં સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- ઇન્શ્યોરન્સ તથા પોલિસીને લગતા વેપારમા નફાની સ્થિતિ બની શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન જેવી સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી લો. તેનાથી તમને ઉત્તમ પરિણામ મળી શકે છે. આત્મચિંતન તથા મનન કરવાથી તમારી જ ગુંચવાયેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહારમાં થોડું લચીલાપણુ લાવો. પોતાના પ્રમાણે પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવો જરૂરી છે. મકાન અને ગાડીને લગતા કાગળિયાને લઇને થોડી મુશ્કેલીઓ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં જશે.

લવઃ- પતિ-પત્નીમાં ઈગોને લઇને મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઈ શકે છે. માત્ર ઉતાવળ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. ખાસ લોકો સાથે મુલાકાત ફાયદો આપી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ નુકસાન આપી શકે છે. ઘરમાં વડીલોની સલાહ ઉપર અમલ કરો. બાળકોની સમસ્યાઓને સાંભળો અને શાંતિથી તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને લગતા ઉધાર કે લોન લેતી સમયે એકવાર ફરી વિચાર કરવો જરૂરી છે.

લવઃ- જીવનસાથીનો ભરપૂર સહયોગ કરવો.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈપણણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા પ્રદાન કરી શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- તમારી બેદરકારીના કારણે થોડી મુશ્કેલી આવી શકે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે સમજ્યા વિના કોઈના ઉપર વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતાનો અભાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગિઓના નિર્ણયને મહત્ત્વ આપવું.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સંબંધો દ્વારા ઘરની વ્યવસ્થાને સારી જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવાથી કે તણાવ લેવાથી માથાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિગત મામલે ખુલાસો ન કરો. કોઈપણ કામ ગુપ્ત રૂપથી કરવાથી તમને સફળતા મળી શકે છે. જો તમે રાજનૈતિક સંપર્ક સાથે જોડાયેલાં છો તો તેમને વધારે મજબૂત કરો. તેનાથી તમને યોગ્ય લાભ મળી શકે છે.

નેગેટિવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓ ઉપર ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. ભાવનાઓમાં વહીને તમે ખર્ચ ઉપર નિયંત્રણ રાખી શકશો નહીં. પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગીઓ તથા કર્મચારીઓના સહયોગ અને સલાહથી અટવાયેલી ગતિવિધિ ફરી શરૂ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મકતા વધશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ફાયનાન્સને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. તમારું વધારે સમજી-વિચારીને નિર્ણય લેવું તમારી ગતિવિધિઓને વ્યવસ્થિત રાખશે. અટવાયેલાં રૂપિયા ટુકડાઓમાં મળશે પરંતુ તેનાથી આર્થિક સ્થિતિ થોડી સારી રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈપણ વડીલ વ્યક્તિનું તમારા દ્વારા અપમાન થાય નહીં. તમારી ભાવનાઓ અને આવેશ ઉપર સંયમ રાખો. ક્યારેક અન્ય ગતિવિધિઓ ઉપર ધ્યાન જવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ સમયે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મકતા વધશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.