18 સપ્ટેમ્બરનું રાશિફળ:શુક્રવારે મેષ અને મીન જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે, 11 રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઇને સાચવવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

18 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે.

નેગેટિવઃ- થોડાં લોકો તમારી આલોચના કે નિંદા કરી શકે છે. આવી નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. ખર્ચ વધારે રહેશે જેનાથી બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્યોન્નતિના શુભ અવસર બની રહ્યા છે. જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. થોડાં વિરોધીઓ હાવી થશે પરંતુ તમારું અહિત થશે નહીં.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેસને કાબૂમાં રાખવું જરૂરી છે. અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું કામ ખરાબ થઇ શકે છે. જેના કારણે પારિવારિક સુખ-શાંતિ પણ પ્રભાવિત થઇ શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- પરિવારમાં કોઇવાતને લઇને મતભેદ કે ગેરસમજની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારીઓથી રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓની પ્રતિયોગી પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં આવશે. પહેલાં કરતાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઇ સંબંધી કે મિત્ર દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળશે. જે તમારા માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી આજનો દિવસ સારો નથી. તેમાં કોઇપણ પ્રકારનું રોકાણ કે લેવડ-દેવડ સંબંધી કાર્યોને ટાળો. સંતાનનો વ્યવહાર અને હરકત તમારી ચિંતાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રના વિસ્તાર માટે થોડી નવી યોજનાઓ ઉપર વિચાર થશે.

લવઃ- પતિ-પત્નીના તાલમેલમાં અને સમજણમાં ઘટાડો આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બાળકોના અભ્યાસમાં કરિયરને લઇને સમસ્યાઓનું કોઇ સમાધાન મળવાથી રાહત મળશે. વડીલોના આશીર્વાદ અને કૃપા ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. કોઇ તમને ભાવનાત્મક રૂપથી મૂર્ખ બનાવી શકે છે. ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ બની રહ્યા છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજના છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી હતી તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલાં વિવાદોનો ઉકેલ મળશે.

સ્વાસ્થ્યઃ- વાયુ વિકાર કે પેટને લગતી મુશ્કેલીઓ વધશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં કેટલાંક સમયથી જે કામ અટકેલું હતું તે આજે નાની કોશિશથી જ પૂર્ણ થવાની સંભાવના છે. કોઇ સંબંધી પાસેથી કોઇ સમાચાર સાંભળવા મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખોટાં ખર્ચમાં ઘટાડો કરો. ગુસ્સો અને ઉત્તેજના ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- કામકાજને પૂર્ણ ગંભીરતાથી પૂર્ણ કરો નહીંતર તમારો ઓર્ડર કેન્સલ થઇ શકે છે.

લવઃ- દાંપત્ય જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની ખરાબ આદતથી દૂર રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો પાસેથી લાભદાયક સંપર્ક બનશે. તમે તમારી બુદ્ધિમતા અને હોશિયારીથી મોટાભાગના કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઇ ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. કેમ કે, તેના કારણે થોડાં લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇપણ નવું રોકાણ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

લવઃ- પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ તથા હાડકાઓમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ ભવન નિર્માણને લગતું કામ અટકી ગયું છે તો તેના પૂર્ણ થવાના યોગ છે. સાથે જ, કોઇ પ્રોપર્ટીની ખરીદારી સંબંધી યોજનાઓ પણ બનશે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા ઉન્નત વિચાર તમારા ઘર તથા વ્યવસાય બંનેમાં તાલમેલ જાળવી રાખશે.

નેગેટિવઃ- અન્યના મામલે દખલ કરશો નહીં. જેના કારણે અકારણ જ લોકો તમારા વિરૂદ્ધ થઇ જશે. વાંચ્યા વિના કોઇપણ કાગળ ઉપર સહીં કરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં ખૂબ જ વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી ઊર્જાવાન અનુભવ કરશો. જેથી તમે આત્મવિશ્વાસ અને પરાક્રમથી તમારા કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- સ્થિતિઓને મજબૂત કરવા માટે કોઇ અયોગ્ય કાર્યની મદદ લેશો નહીં. નહીંતર કોઇ પરેશાની ઊભી થઇ શકે છે. કોઇ વ્યક્તિ તમારી સાથે સારી વાતો કરીને તમારી ગુપ્ત વાતો કઢાવી શકે છે.

વ્યવસાયઃ- વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત રહેશે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ શરદી-ઉધરસ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓને યોગ્ય સફળતા મળશે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર થઇને કામ કરવામાં સફળ રહેશો. જમીન કે વાહન માટે ઉધારે લેવાની યોજના બનશે.

નેગેટિવઃ- કોઇ સાથે વાતચીત કરતી સમયે વધારે ધ્યાન રાખો કે, તમારી કોઇ નકારાત્મક વાતથી સંબંધ ખૂબ જ વધારે ખરાબ થઇ શકે છે. મહિલાઓ વિપરીત લિંગના વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહે.

વ્યવસાયઃ- વેપારમાં આજે થોડી પરેશાનીઓ અનુભવ થશે.

લવઃ- પરિવારના લોકોમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ગરમીની કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત કરવાનો યોગ્ય અવસર છે. એટલે મહેનત કરતાં રહો. બાળકોને લગતી કોઇ સમસ્યા ઉકેલાઇ જવાથી રાહતનો અનુભવ થશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તેમના દ્વારા સમાજમાં તમારા વિરૂદ્ધ કોઇ ગેરસમજ ઊભી થવાની યોજના બની શકે છે.

વ્યવસાયઃ- વેપારને ફરી ઊભો કરવા માટે તમે ખૂબ જ મહેનત કરશો.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં ઘરના બધા સભ્યોનો તમારા પ્રત્યે સહયોગ તમને આત્મબળ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ અને સિઝનલ બીમારીઓથી બચીને રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કુંભ રાશિના લોકો કોઇપણ પરિસ્થિતિમાં સામાન્ય રહે છે. તમે તમારા કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. બાળકોના અભ્યાસને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થવાથી વિચલિત અને નિરાશ થઇ શકો છો. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રૂપિયા-પૈસાની લેવડ-દેવડના મામલે કોઇ ઉપર વિશ્વાસ રાખશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે થાક અને શારીરિક નબળાઇનો અનુભવ થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારી આર્થિક સ્થિતિ સુદઢ બનશે. આળસ છોડીને તમે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- કોઇ બેદરકારીના કારણે રૂપિયા બરબાદ થઇ શકે છે. એટલે સાવધાન રહો. કોર્ટને લગતાં મામલાઓમાં આજે કોઇ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ- વેપારમાં તમને કોઇ નવો પ્રયોગ અમલમાં મુકશો તો લાભ મળશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...