સોમવારનું રાશિફળ:આજે કન્યા રાશિના જાતકોને ઉધારના પૈસા પાછા મળી શકે છે, નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જરૂરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક સહિત 4 રાશિને ધન લાભની શક્યતા, ફાયદાકારક દિવસ
  • કુંભ સહિત 7 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

18 ઓક્ટોબરના રોજ મીન રાશિમાં ચંદ્રનો મંગળ સાથે દૃષ્ટિ સંબંધ બની રહ્યો છે. ચંદ્ર પર શનિની વક્ર દૃષ્ટિ પણ પડી રહી છે. કર્ક, સિંહ, કન્યા તથા મકર રાશિને નસીબનો સાથ મળશે. નોકરી તથા બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. ધન લાભ થવાની શક્યતા છે. મેષ, વૃષભ, મિથુન, તુલા, ધન, કુંભ તથા મીન રાશિના જાતકો માટે સોમવાર સામાન્ય રહેશે. વૃશ્ચિક રાશિને નુકસાન થઈ શકે છે. આખો દિવસ સંભાળીને પસાર કરવો.

18 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે તમે તમારા પરિવારની જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેશો. પ્રોપર્ટી લેવા-વેચવા માટે ઉત્તમ સમય છે.

નેગેટિવઃ- મહેનત પ્રમાણે ઉચ્ચ પરિણામ નહિ મળે. સંતાન સંબંધિત આશા પૂરી ન થવાથી દુ:ખી રહેશો. ગુસ્સો કરવાને બદલે ધીરજ રાખવાથી કામ પૂરા થશે.

વ્યવસાયઃ- આજે નવાં કામ કે યોજના સંબંધિત કોઈ કામ ન કરો. સરકારી કર્મચારીઓને કામ માટે વધારે સમય આપવો પડી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ મેમ્બરનાં સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરના સભ્યો સાથે સમય પસાર કરો. આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી ખુશી મળશે.

નેગેટિવઃ- વધારે વિચાર-વિમર્શ કરવાથી મહત્ત્વપૂર્ણ કામ અટકી પડશે. રોકાણ અને બેંક સંબંધિત કાર્યો આજે સમજી વિચારીને કરવા.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રે જે લક્ષ્ય ધાર્યું હશે તે હાંસલ કરવા ઘણી મહેનત કરવી પડશે. પાર્ટનરશિપમાં સારો સુમેળ રહેશે.

લવઃ- પારિવારિક માહોલ સારો રહેશે. પતિ પત્ની વચ્ચે રોમાંટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવને પોતાના પર હાવી ન થવા દો. માથાનો દુખાવો અથવા સર્વાઈકલની સમસ્યા હેરાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ પણ કામ કરતાં પહેલાં મગજ કરતાં તમારું મન શું કહે છે તેના પર ધ્યાન આપો. તમારી અંતર આત્મા તમને યોગ્ય માર્ગે લઈ જવામાં મદદ કરશે. ઘરમાં કોઈ ફેરફાર કરવા માટે આ સમય સારો છે.

નેગેટિવઃ- વધારે પડતાં અનુશાસનથી બીજાને ઠેસ પહોંચી શકે છે. અન્ય લોકોને થોડી સ્વતંત્રતા આપવાની જરૂર છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રે કર્મચારીઓની સલાહનું સમ્માન કરો. આમ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. આજે ફોન દ્વારા કોઈ મહત્ત્વની સૂચના મળશે.

લવઃ- ઘરે સારું વાતાવરણ રહેશે, પરંતુ પ્રેમ સંબંધમાં કોઈ ભાવનાત્મક આઘાત લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને શરદી થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યા ઘણી અનુશાસિત રાખશો. તેનાથી તમારા રોકાયેલા કામ આજે પૂરા થઈ શકે છે. જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી ઘણો લાભ થશે.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાની આર્થિક સ્થિતિને કારણે અસંતુષ્ટ રહેશે. તેમને વધારે મહેનત કરવાની જરૂર છે. જમીન સંપત્તિના કામ આજે ન કરો.

વ્યવસાયઃ- મહિલા વર્ગ આજે વ્યવસાય પ્રત્યે વધારે જાગૃત રહેશે. અપરિચિત વ્યક્તિ સાથે વેપાર સંબંધિત વાત શેર ન કરો. પબ્લિક રિલેશન અને મીડિયા સંબંધી ગતિવિધિઓમાં લાભ મળશે.

લવઃ- પતિ પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે. પ્રેમીઓના જલ્દી લગ્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમય સ્વાસ્થ્ય માટે સારો નથી. મેડિટેશન અને યોગા કરી ચીડિયો સ્વભાવ સુધારો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે મહત્ત્વપૂર્ણ કામ યોજના સાથે પૂરું થશે. તમારા વ્યક્તિત્વ અને સ્વભાવને કારણે લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે. ઘર પરિવર્તન માટે આજે સારો સમય છે.

નેગેટિવઃ- આજે કોઈ નાની ભૂલ ઘણું મોટું નુક્સાન કરાવી શકે છે. આર્થિક ગતિવિધિઓ આજે ધીમી રહેશે.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રે આજે સારો સમય રહેશે. અન્ય લોકોના કામમાં જરાય હસ્તક્ષેપ ન કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું રહેશે. પતિ-પત્નીના સંબંધમાં નીકટતા વધશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ અથવા ગળાં સંબંધિત કોઈ સમસ્યાની અવગણના ન કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઉધારના પૈસા આજે પાછા મળી શકે છે. જમીન કે વાહન માટે ઉધાર લેવો પડી શકે છે. જોકે તે જલ્દી ચૂકતે થઈ જશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહો. તેનાથી તમારા માન સમ્માનને ઠેસ પહોંચી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રે કરેલા પરિશ્રમનું સારું ફળ મળશે. વિરોધાભાસી પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. નોકરિયાત વર્ગ માટે સારો સમય છે.

લવઃ- વિપરિત પરિસ્થિતિમાં પણ ઘર-પરિવારનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં નિરાશા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવથી પોતાની જાતને દૂર રાખો. શરદીનો નકારાત્મક પ્રભાવ તમારા પર પડી શકે છે.
--------------------------------
તુલાઃ-

પોઝિટિવઃ- ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોની મદદથી દૂર થશે. ઘરના વડીલ લોકોની સાથે સમય પસાર કરવો.

નેગેટિવઃ- અત્યારે વ્યક્તિગત ખર્ચાઓ પર કાપ મૂકવો જરૂરી છે. નજીકના મિત્રની સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ ન કરવો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં ગંભીરતાથી કામ કરવું. વિસ્તૃત યોજનાઓ પર ફરીથી વિચાર કરવો. કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ જરૂરથી લેવી.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સારા રહેશે. પરંતુ યુવાવર્ગે પ્રેમ પ્રસંગોમાં સમય વ્યર્થ ન કરવો.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે થાક અને કમજોરી મહેસૂસ કરશો. શરીરને આરામ આપવો.
--------------------------------
વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા ઘરના અનુભવી વ્યક્તિની સલાહ જરૂરથી લેવી. કોઈપણ કામ સમજી વિચારીને કરવું.

નેગેટિવઃ- આજે રોકાણ કરવા માટે યોગ્ય સમય નથી. ગેરસમજણના કારણે નજીકના મિત્રો અથવા ભાઈઓની સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- શેર, તેજી મંદી વગેરે જેવા વ્યવસાયમાં સમજી વિચારીને નિર્ણય લેવો. ગેર કાયદેસર કામમાં રસ લેવાથી નુકસાન થશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને વિવાદ થઈ શકે છે. પરંતુ પરસ્પર સમજદારીથી સમસ્યા દૂર થશે.

સ્વાસ્થ્યઃ- અયોગ્ય ખાણીપીણીના કારણે ગેસ અને પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદિક સારવાર કરવી.
--------------------------------
ધનઃ-

પોઝિટિવઃ- આજે મહિલાઓ માટે સમય અનુકૂળ છે. કાર્યો પ્રત્યે સજાગતા તેમને સફળતા પ્રદાન કરશે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી દુવિધા અને બેચેનીથી રાહત મળશે.

નેગેટિવઃ- નાની નાની વાતો પર ગુસ્સે થઈ જવાથી ઘરનું વાતાવરણ ખરાબ થશે. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું. બીન જરૂરી ખર્ચાની અસર તમારી ઊંઘ પર પણ પડશે.

વ્યવસાયઃ- આસપાસના વેપારીઓની સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પરંતુ જોખમ સંબંધિત કામોમાં સમય અને પૈસા વ્યર્થ ના કરો.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સંતાનના કરિયર સંબંધિત કોઈ શુભ સમાચાર મળશે.

સ્વાસ્થ્યઃ- બદલાતી સિઝનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ તમારી રાહ જોઈ રહી છે. આ યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓને કોઈ ઈન્ટરવ્યુ અથવા સમ્મેલનમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પાડોસીઓની સાથેના સંબંધમાં કડવાહટ ન આવવા દો. નકામી પ્રવૃતિ તરફ ધ્યાન ન આપવું.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કેટલીક સમસ્યા ઉભી થઈ શકે છે. સમસ્યાઓનું નિરાકરણ ધીરજથી કરવાની જરૂર છે. પરંતુ કોઈ મહત્ત્વપૂર્ણ ઓર્ડર અથવા ડીલ મળવાની શક્યતા છે. ઓફિસનો માહોલ શાંતિપૂર્ણ રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલા મતભેદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
--------------------------------
કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના કોઈ સભ્યનું વિવાહ સંબંધિત યોગ્ય માગુ આવી શકે છે. બાળકોને પોતાની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. આજે સમજી વિચારીને નિર્ણય લેવો.

નેગેટિવઃ- ગુસ્સા અને ઉતાવળના કારણે કોઈપણ કામ બગડી શકે છે. તમારી શક્તિને સકારાત્મક બનાવીને રાખો. આ સમયે ખર્ચા પણ વધશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બનાવવામાં આવેલી નવી નીતિઓ અને યોજનાઓ પર અમલ કરવાનો આ યોગ્ય સમય છે. આળસ ન કરવી. કમ્પ્યુટર તથા મીડિયા સાથે સંબંધિત વ્યવસાયમાં નવી તક મળી શકે છે.

લવઃ- પારિવારિક સુખ શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- ત્વચા અને છાતી સાથે સંબંધિત એલર્જી થઈ શકે છે.
--------------------------------
મીનઃ-

પોઝિટિવઃ- આજે જમીન અથવા વાહન સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે છે. સુખદ અનુભવ પણ પ્રાપ્ત થશે. કોઈ સમારોહ અથવા પાર્ટીમાં વ્યસ્તતા રહી શકે છે.

નેગેટિવઃ- આજે ખાસ વાત ધ્યાન રાખવી કે દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. ડર અથવા બેચેની સતાવશે. જેના કારણે તમે તમારી યોગ્યતાનો ઉપયોગ નહીં કરી શકો.

વ્યવસાયઃ- કામકાજમાં વધારે ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે. બેદરકારીના કારણે કોઈ મોટો ઓર્ડર હાથમાં નીકળી શકે છે.

લવઃ- મુશ્કેલ સમયમાં મિત્રોની સાથે પારિવારિક લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- પોતાના આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી.