તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

18 ઓક્ટોબરનું રાશિફળ:રવિવારનો દિવસ કર્ક રાશિના લોકો માટે અતિ શુભ રહેશે, જાતકોને માન-સન્માન અને યશ-કીર્તિ મળી શકે છે

2 દિવસ પહેલા

18 ઑક્ટોબર, રવિવારે ચંદ્રમા, સૂર્ય અને બુધ તુલા રાશિમાં છે. આ ત્રણ ગ્રહો પર શનિ અને મંગળની દૃષ્ટિ પડવાથી 7 રાશિના જાતકોને મુશ્કેલી થઈ શકે છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા અનુસાર સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ દોડધામ અને સ્ટ્રેસવાળો હોઈ શકે છે. આ રાશિના જાતકોને નુકસાન અને ધન હાનિ પણ થવાની પણ આશંકા છે. સાથોસાથ વૃષભ, મિથુન, કુંભ અને મીન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. જ્યારે મેષ, કર્ક, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે.

18 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને તેમની સફળતાનો પુરસ્કાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ નકારાત્મક વિચારના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો, આ વાતનું ધ્યાન રાખો. ક્યારેક એકલતાનો પણ અનુભવ થઇ શકે છે. આર્થિક મામલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ફાઇનાન્સ કે નાણાંકીય મામલે વધારે સમજી-વિચારીને નિર્ણય લો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને પોઝિટિવ વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે. અભ્યાસ, કથા-લેખનમાં રસ વધશે. યોગ્ય કાર્ય સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. મનમાં ચાલી રહેલી કોઇ પ્રકારની મુંઝવણ દૂર થશે. મિત્ર તથા પરિજન મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે, જે કાર્યને તમે સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તે ખૂબ જ મુશ્કેલ રહેશે. જોકે, તમે તમારી મહેનત અને આત્મ વિશ્વાસ દ્વારા તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કાર્ય વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ફરી વિચાર કરવો જરૂરી છે.

લવઃ- તમારી વ્યસ્તતા સિવાય તમે ઘરના લોકો સાથે યોગ્ય સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારના વ્યસનથી દૂર રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યામાં કઇંક નવીનતા લાવવાનો પ્રયાસ કરશો. જેમાં પારિવારિક સભ્યોનો પણ સહયોગ રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓની સ્પર્ધાત્મક કે વિભાગીય પરીક્ષાને લગતું પરિણામ તેમના પક્ષમાં આવી જશે. ઘરના કોઇ સભ્યના લગ્નની તૈયારીઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- વાત વિના કોઇ સાથે વિવાદ કરશો નહીં. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. ક્યારેક એવું લાગશે કે તમારા સુખને કોઇની નજર લાગી ગઇ છે. પરંતુ આ તમારી શંકા રહેશે. ધૈર્ય અને વિવેક રાખવાથી પરિસ્થિતિઓ સામાન્ય જ થઇ જશે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યને વિશેષ રીતે કરવામાં સક્ષમ રહેશો. તમારું માન-સન્માન અને યશ-કીર્તિનો ગ્રાફ પણ ઉપર વધશે. સંપત્તિને લગતો વિવાદ કોઇ અન્ય વ્યક્તિના કારણે ઉકેલવાનો પ્રયાસ કરો. સફળતા મળશે.

નેગેટિવઃ- વાત વિના કોઇ સાથે વિવાદ કરશો નહીં તથા તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. નહીંતર કોઇ વાદ-વિવાદ, ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. તમારા નજીકના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભા કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય તથા કારોબારમાં પરિસ્થિતિઓ ઘણી હદે તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાયુ-વિકાર અને સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સંબંધોને વધારે મજબૂત કરવામાં તમારી મહેનત વધારે રહેશે. પ્રેમ અને સ્નેહના બળે તમે સફળ પણ રહેશો. તમે તમારા અહંકારને છોડીને કોઇની સાથે હળવા-મળવાનું પસંદ કરશો જેથી તમને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની યાત્રા ટાળો, નહીંતર કષ્ટદાયી સ્થિતિ રહેશે. ધ્યાન રાખો કે, લોકો સાથે વ્યવહાર કરતી સમયે ભાવુકતા હાવી થાય નહીં. નહીંતર તમારી સાથે દગો થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની તમે જે યોજનાઓ બનાવી હતી, તે હવે પૂર્ણ થવાનો સમય આવી ગયો છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે દિવસભર વધારે વ્યસ્તતા બની રહેશે. તમને પોતાના માટે સમય મળી શકશે નહીં પરંતુ તમે આ સ્થિતિનો આનંદ ભોગવી શકશો. ધનને લગતી યોજનાઓ સફળ થશે. સંતાનનાં લગ્ન, કરિયર વગેરેની ચિંતા દૂર થશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક વ્યક્તિ સાથે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. જેના કારણે થોડા સમય માટે વાતાવરણ નકારાત્મક બનશે. તમારી સમજણથી જલ્દી જ તમે સમસ્યાનું સમાધાન શોધી શકશો.

વ્યવસાયઃ- વેપાર-ધંધામાં નવી સફળતા અને ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનો ઘાવ કે દુર્ઘટનાના અણસાર બની રહ્યા છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે અને સંબંધો પણ મજબૂત થશે. કોઇ જૂના વિવાદનો ઉકેલ મળી શકશે. દોડધામ રહેશે પરંતુ તેનું પરિણામ પણ શાનદાર રહેશે. કોઇ અટવાયેલું ધન મળવાની આશા છે.

નેગેટિવઃ- કોઇપણ કાર્યમાં સફળ થવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે. જો ભાગ્યના ભરોસે રહેશો તો કામના સારા અવસર ગુમાવી દેશો. જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમે જે કામને જટિલ સમજીને છોડી રહ્યા હતાં, તેમાં ભારે લાભ થવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીમાં નાની વાતોને લઇને વિવાદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કોઇ જૂની ગેરસમજનું પણ નિવારણ થશે. આર્થિક પક્ષ પણ ઉત્તમ રહેશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. જેના દ્વારા તમે ફરી ઊર્જાવાન થઇને તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ કાર્યને કરવા માટે આકરી મહેનત અને પરિશ્રમની જરૂરિયાત રહેશે. તમારા પોતાના જ લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ તમારા માટે ખરાબ બોલી શકે છે અને ગેરસમજ ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક કાર્યોમાં ગંભીરતાથી કામ લેવું

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરશો. જેનાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે. લોકો પણ તમારી પ્રતિભાના પ્રશંસક થઇ જશે. કોઇ પ્રિયજન ઘરમાં આવવાથી લોકો સુખી રહેશે.

નેગેટિવઃ- સંપત્તિના મામલે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. તમારા નિર્ણયને જ સર્વોપરી રાખશો તો યોગ્ય રહેશે. ધ્યાન રાખો કે, અહંકાર અને જિદ્દમાં આવીને કોઇ લાભદાયક યોજના ગુમાવી શકો છો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- મુશ્કેલ સમયે તમારા પરિજન તમારી સાથે ઊભા રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા પેટને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે સંતાનની સમસ્યાઓને લગતાં કાર્યોમાં વધારે સમય પસાર થશે. આજે તમારી ફિટનેસ ઉપર ધ્યાન આપો. તમારામાં હિંમત આત્મવિશ્વાસ અને આશા વધારે રહેશે. પરિજનો સાથે હરવા-ફરવા તથા મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારો ઉતાવળમાં લીધેલો કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. જેના કારણે તણાવ હાવી રહેશે. સતત ચીડિયા થઇ જવું કોઇ સાથે સંબંધોમાં અંતર વધારી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક મામલે તમારા કર્મચારીઓ અને સહયોગીઓ ઉપર કોઇપણ પ્રકારનો વિશ્વાસ કરવો નહીં.

લવઃ- લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય આધ્યાત્મિક ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ મેળવીને તમે પ્રગતિના પથ ઉપર આગળ વધશો. તમે દરેક નિર્ણયને ખૂબ જ સમજી વિચારીને લેવાથી તમાકા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- ફાલતુ કાર્યોમાં તમારું ધન ખર્ચ થઇ શકે છે. એટલે તમારા બજેટનું ધ્યાન રાખો. વારસાગત સંપત્તિના ભાગલાને લઇને સ્થિતિઓ આ સમયે તમારા વિરુદ્ધ જઇ શકે છે. વાતચીત કરતી સમયે શબ્દોનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- શેરબજાર સાથે સંબંધ રાખતાં લોકોએ સાવધાન રહેવું.

લવઃ- લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કલ્પનાઓની દુનિયાથી બહાર આવીને હકીકતમાં આવી જવું. તમારો પોઝિટિવ વ્યવહાર તમારા વ્યક્તિગતને નિખારશો તથા તમને રાજનૈતિક અને સામાજિક રૂપથી સન્માનિત પણ કરશે.

નેગેટિવઃ- બાળકોનાં લગ્ન હેતુ સંબંધોના મામલે સમજી-વિચારીને જ નિર્ણય લો. પરિવારમાં નાની-નાની વાતોને લઇને તણાવની સ્થિતિ બનશે. ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમે નવા-નવા પ્રયોગોને અમલમાં લાવશો.

લવઃ- ઘરમાં નાની વાતને લઇને કોઇ તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ કે બીમારીથી રાહત મળી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો