18 નવેમ્બરનું રાશિફળ:બુધવારે જાતકોનો પોઝિટિવ વ્યવહાર તેમને સફળતા અપાવશે, સમયનો ભરપૂર ઉપયોગ કરવો

2 વર્ષ પહેલા
  • મકર સહિત પાંચ રાશિ માટે મધ્યમ દિવસ, કામકાજ અંગે સાવધ રહેવું

18 નવેમ્બર, બુધવારના રોજ મૂળ નક્ષત્રથી ધ્વજ તથા પૂર્વાષાઢ નક્ષત્રથી શ્રીવત્સ યોગ બની રહ્યા છે. ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિનો ફાયદો મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા તથા કુંભ રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલૉજર ડૉ. અજય ભામ્બીના મતે, આ સાત રાશિ માટે દિવસ શુભ રહેશે. મેષ રાશિના જાતકો મહત્ત્વપૂર્ણ યોજના બનાવશે. વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. કર્ક, સિંહ તથા તુલા રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કન્યા તથા કુંભ રાશિના જાતકો નવા કામ શરૂ કરી શકશે. આ ઉપરાંત મિથુન, વૃશ્ચિક, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ પાંચ રાશિએ સંભાળીને રહેવું.

18 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે યોગ્ય ગ્રહસ્થિતિ તથા તમારો પોઝિટિવ વ્યવહાર તમારા માટે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ લાવી રહ્યો છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. સંબંધો તથા સંબંધીઓ સાથે સંબંધ અને વધારે મજબૂત થશે.

નેગેટિવઃ- પ્રોપર્ટી અથવા વારસાગત કાર્યોમાં વિઘ્ન આવી જવાથી તણાવ રહી શકે છે. ભાઇઓ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે, એટલે સાવધાન રહો. બાળકોની કોઇ પરેશાનીમાં તમારા સહયોગથી તેમની સમસ્યાનું સમાધાન આવી શકે છે.

વ્યવસાયઃ- તમારી કાર્યશૈલી તથા યોજના તમારા વ્યવસાયને વધારે ગતિ પ્રદાન કરશે.

લવઃ- કોઇપણ સમસ્યાના સમાધાનમાં જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતને કારણે સુસ્તી અને શારીરિક ઊર્જામાં ઘટાડાનો અનુભવ થશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા સામાજિક કાર્યો પ્રત્યે તેમનો રસ વધશે. રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડો શુભ અવસર પણ પ્રદાન કરશે. નવા વાહનની ખરીદદારીને લગતી યોજનાઓ બનશે. કોઈને ઉધાર આપેલા રૂપિયા પાછા મળવાથી આર્થિક સમસ્યા ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો સાથે હરવા-ફરવા તથા મનોરંજનમાં તમારો સમય ખરાબ કરશો નહીં, જેથી તમારાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં તમારી સમજણ તથા ગતિવિધિઓ ખૂબ જ ફાયદાકારક રહેશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધ સહયોગાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે એલર્જીના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા જીવનથી અલગ દિનચર્યામાં કંઈક નવીનતા લાવવાની કોશિશ કરશો. જેથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે. એક નવી ઊર્જાનો પ્રવાહ તમારી અંદર અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇ તમારી ભાવુકતા અને ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે, એટલે કોઇના પર વિશ્વાસ કરતાં પહેલાં બધાં પરિબળો અંગે યોગ્ય વિચાર કરી લો. મિત્રો સાથે વધારે મનમેળ રાખો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે મહત્ત્વપૂર્ણ તથા ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ સાથે સમય પસાર થશે. એનાથી તમારા માન-સન્માનમાં વધારો થશે તથા નવી ઉપલબ્ધિઓને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ બનશે.

નેગેટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં તેને લગતી યોજના અંગે ફરી વિચાર કરો. થોડી ચૂક તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. ઘરની વ્યવસ્થાને ઉત્તમ જાળવી રાખવા માટે બધાએ અનુશાસિત રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- તમારા કારોબારમાં ફેરફારને લગતી જે નીતિ તમે બનાવી છે એના પર જલદી અમલ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળી શકશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘર બદલવા કે રિનોવેશનને લગતી યોજનાઓ બનશે. આ યોજનાઓને શરૂ કરતા સમયે વાસ્તુશાત્રના નિયમોનું પણ પાલન કરો તો વધારે સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રાખવા માટે બજેટ જાળવીને ચાલવું જરૂરી છે.

નેગેટિવઃ- કોઇ મૂલ્યવાન વસ્તુ ખોવાઇ જવાથી કે ભૂલી જવાથી ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહેશે. આશા છે કે તમારી વસ્તુ જલદી જ મળી જશે. પ્રોપર્ટીના ચક્કરમાં ઘરમાં કોઇ નજીકના સંબંધી કે ભાઈ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વેપારમાં વધારે વ્યસ્તતા બની રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સંતુલિત જાળવી રાખવા માટે તમારે તમારા વ્યવહારમાં વધારે પોઝિટિવ પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન પ્રત્યે બેદરકારી તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોર્ટ કેસ કે પ્રોપર્ટીને લગતાં કોઇ અટવાયેલાં કામનો નિર્ણય તમારા હકમાં આવી શકે છે, જેને કારણે માનસિક તણાવથી છુટકારો મળી શકશે. સંબંધીઓ સાથે કોઇ વિવાદપૂર્ણ મામલે તમારી ઉપસ્થિતિ નિર્ણાયક રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના દસ્તાવેજની કાર્યવાહી કરતા સમયે ખૂબ જ વધારે સાવધાની રાખો. નાની ભૂલથી પણ વધારે ધનહાનિ થઇ શકે છે. આ ગતિવિધિઓને આજે ટાળી દો તો વધારે સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ ન કરો.

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય અને સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન પ્રત્યે બેદરકારીને કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કામ કરતાં પહેલાં તમારા અંતરાત્માનો અવાજ સાંભળો, જેથી તમને સારી સમજણ તથા ક્ષમતા પ્રદાન થશે. ઘરમાં કોઇ માંગલિક કામ પૂર્ણ થવાની યોજના પણ બનશે.

નેગેટિવઃ- તમારી બેદરકારીને કારણે કોઇ નજીકના સંબંધી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે, એટલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. ઘરની કોઇ વડીલ વ્યક્તિની સલાહને નજરઅંદાજ કરશો નહીં.

વ્યવસાયઃ- મશીન અને લોખંડને લગતા વ્યવસાયમાં આ સમયે ફાયદાકારક ઉપલબ્ધિઓ બની રહી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને યોગ્ય જાળવી રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાને લગતાં કાર્યોમાં રસ લેવો તમને માનસિક શુકન આપશે. સાથે જ સમાજમાં તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. આ સમયે તમારા લક્ષ્ય પ્રત્યે પણ પૂર્ણ એકાગ્ર રહો.

નેગેટિવઃ- આ સમયે જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો એને ટાળો, કેમ કે હાલ ગ્રહસ્થિતિ યોગ્ય નથી. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકો તથા ધૈર્ય જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં આજે ખૂબ જ વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ આત્મવિશ્વાસ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- એલર્જીને લગતી પરેશાની શરદી, ઉધરસ અને તાવ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે શારીરિક અને માનસિક શુકન મેળવવા માટે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો. જો પ્રોપર્ટી કે વાહન ખરીદવાને લગતી યોજના બની રહી છે તો એ અંગે ગંભીરતાથી વિચાર કરો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે,0 કેમ કે નાની ભૂલનું પણ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ પર અમલ કરવો ફાયદાકારક સાબિત થશે.

વ્યવસાયઃ- જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી આ પાર્ટનરશિપ ખૂબ જ ઉત્તમ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનને કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે અને આવું કરીને તમને હાર્દિક તથા માનસિક શાંતિનો પણ અનુભવ થશે. બાળકોને તેમની મહેનતનું મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે જો ઉધાર કે લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલા એકવાર ફરી વિચાર કરી લો અથવા કોઇ વડીલ વ્યક્તિની સલાહ લો,. સાથે જ તમારી વસ્તુઓને સાચવીને રાખો.

વ્યવસાયઃ- કારોબારના વિસ્તારને લગતી જે ગતિવિધિઓ ચાલી રહી છે, આજે તેમાં થોડાં વિધ્નો આવી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ તમને મુશ્કેલ સમયમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવોનો અનુભવ થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારી અંદર ભરપૂર મનોબળ અને આત્મવિશ્વાસ જળવાયેલો રહ્યો છે. સામાજિક રૂપથી પણ તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારી આ ઉપલબ્ધિઓને કાયમ રાખવા માટે તમારે સ્વભાવમાં સોમ્યતા જાળવી રાખવી જરૂરી છે.

નેગેટિવઃ- આર્થિક દૃષ્ટિએ થોડી પરેશાનીઓ ઊભી થવાથી ચિંતા રહેશે. આ સમયે ઘરના વડીલ સભ્યોની સલાહ લો.

વ્યવસાયઃ- જો તમે તમારા કારોબારમાં કોઇ નવું કામ કરવાનું શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની ઘરની કોઇ સમસ્યાને એકબીજા સાથે મળીને ઉકેલવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે તમારી ઉત્તમ અને સંયમિત દિનચર્યા તમને નીરોગી રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવા માટે તમારાં રસનાં કાર્યોમાં પણ સમય પસાર કરો. એનાથી તમને આનંદ પ્રાપ્ત થશે. પારિવારિક વાતાવરણમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- આજે કોઇ સ્થાને રૂપિયાની લેવડ-દેવડની વાત ન કરો, તમારા રૂપિયા ફસાઇ શકે છે. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા ન મળવાથી નિરાશાની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કોઇપણ કાર્ય અથવા ધનની લેવડ-દેવડ કરતી સમયે યોગ્ય પેપર વર્ક કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મનદુઃખ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અને ગેસના કારણે પરેશાન રહેશો.

અન્ય સમાચારો પણ છે...