ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોએ તેમની માનસિક સ્થિતિ પોઝિટિવ જાળવી રાખવી, નકારાત્મક વાત તણાવ વધારી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે શુભ તથા અશુભ યોગ, વૃષભ, કર્ક તથા તુલા માટે લાભદાયી દિવસ

ગુરુવાર, 18 માર્ચના રોજ બપોરે સાડા ત્રણ વાગે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ભરણી નક્ષત્ર સવારે 8.45 સુધી રહેશે. ત્યારબાદ કૃત્તિકા નક્ષત્ર શરૂ થશે.આ કારણે ગુરુવારે સવારે પદ્મ નામનો શુભ યોગ બનશે. ત્યારબાદ લુંબક નામનો અશુભ યોગ શરૂ થશે. ગુરુવારે ભગવાન શ્રીકૃષ્ણને માખણ-મિસરીનો પ્રસાદ ધરાવો. કોઈ પણ મંદિરમાં જઈને કેળાનું દાન કરો. 'ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય'નો મંત્ર જાપ કરો.

18 માર્ચ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટાવીને તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ પણ સફળ રહેશે. યુવાઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસંધાનમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારે યાત્રા ટાળો. તેમાં સમય વ્યર્થ થવા સિવાય કંઇ જ પ્રાપ્ત થશે નહીં. કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી કોઇ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. જેના કારણે તમને તણાવથી ખૂબ જ રાહત મળશે. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારી એકાગ્રતામાં ઘટાડો આવી જવાના કારણે કોઇ કામ બગડી શકે છે. ખોટા ખર્ચ પરેશાન કરી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો પોતાના કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. એટલે આવા લોકો સાથે કોઇપણ સંપર્ક ન કરો.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા આપી શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહી શકે છે. સમયનો સદુપયોગ કરો. ઘરમાં પણ અનુશાસન તથા વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- આ સમયે કઝિન ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોને સાચવીને રાખો. અકારણ જ ગેરસમજના કારણે મતભેદ થઇ શકે છે. કોઇની આર્થિક મદદ કરવાના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી એકાગ્રતા અને હાજરી યોગ્ય વાતાવરણ જાળવી રાખશે.

લવઃ- ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખવામાં પતિ-પત્નીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી રહેશે. ફોન દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ઘરને સજાવવા માટે નવી વસ્તુઓની ખરીદદારી પણ થશે. કોઇ સમારોહમાં જવાનો પણ અવસર મળશે.

નેગેટિવઃ- તમારી કાર્યશૈલી અને યોજનાઓને વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરવાની કોશિશ કરો. કોઇનો ખોટો નિર્ણય તમને ભ્રમિત કરી શકે છે. ઉતાવળના ચક્કરમાં તમે થોડા કામ અધૂરા પણ છોડી શકો છો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં થોડી સ્પર્ધાનો સામનો પણ કરવો પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ઉત્તમ રહેણી-કરણી તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા જીવનથી અલગ થોડો સમય આત્મ અવલોકનમાં પણ પસાર થશે. આ સમયે જીવનમાં અચાનક થોડા પોઝિટિવ ફેરફાર આવશે. અનેક ગુંચવાયેલાં કાર્યોને વ્યવસ્થિત કરવાની કોશિશ સફળ થશે.

નેગેટિવઃ- આ સમયે સંબંધોને લગતા કોઇ જૂના વાદ-વિવાદ ફરી ઊભા થઇ શકે છે. દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે કરો. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઇપણ ઉધારી કરવી નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને એડવરટાઇઝમેન્ટને લગતા કાર્યોમાં વધારેમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર તથા પરિવાર સાથે થોડો સમય મનોરંજન અને શોપિંગમાં પસાર કરવામાં એકબીજા સાથે સંબંધ સુધરશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે થાક અને નબળાઇ હાવી રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ભાવુકતાની જગ્યાએ વ્યપારિક દૃષ્ટિકોણ રાખો. કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા તમારા હાથમાં આવી શકે છે. યુવા વર્ગને સારી જોબ મળવાની શક્યતા છે. નજીકના સંબંધીઓ સાથે કોઇ વિશેષ મુદ્દા અંગે ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી મન નિરાશ થશે. આ સમય ખૂબ જ સમજદારીથી ઉકેલવાની જરૂરિયાત છે. માનસિક શાંતિ જાળવી રાખવા માટે મેડિટેશન કરો તથા પોઝિટિવ લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ફાયદાકારક કોન્ટ્રેક્ટ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સારો અનુભવ મળશે. સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થવાની આશા સફળ રહેશે. કોઇ સમારોહમાં જવાનો પણ અવસર બનશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિમાં ગુંચવાશો નહીં. અન્યના મામલે દખલ પણ ન કરો. ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં પણ ધ્યાન આપવું.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તાર અંગે જે તમે યોજના બનાવી છે, તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રોકાણને લગતી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા કે તણાવથી પણ રાહત મળશે. કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તથા દસ્તાવેજોને સાચવીને રાખો. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરશો. તેનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો પ્રભાવ તમારા કાર્ય ઉપર પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય મિત્રની સલાહથી તમને સફળતા મળવાની શક્યતા છે. સામાજિક સીમા પણ વધી શકે છે. જો સંપત્તિના ભાગલાને લગતો કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેના સંદર્ભમાં વાતચીત કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખો. કોઇ નકારાત્મક વાતના કારણે તમને તણાવ થઇ શકે છે. જો લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલાં પોતાની લિમિટનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહયોગી તથા સ્ટાફની સલાહ ઉપર ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ સંતોષજનક પસાર થશે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા તેઓ તમારા પક્ષમાં આવી જશે. તમારા આત્મવિશ્વાસ સામે તમારા વિરોધીઓ પરાજિત થશે.

નેગેટિવઃ- આળસ તથા સુસ્તીને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. જો કોઇને તમે વચન આપેલું છે તો તેને અવશ્ય પૂર્ણ કરો. દેખાડાની પ્રવૃત્તિથી નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ મોટી કંપની સાથે વ્યવસાયિક રૂપથી જોડાવાની નીતિ સફળ થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતો યોગ બની રહ્યો છે. યાત્રા કરતી સમયે સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખો. વડીલોના અનુભવોને યાદ કરવા તમને તમારા જીવનના મહત્ત્વપૂર્ણ સ્તરો સાથે અવગત કરાવશે.

નેગેટિવઃ- હળવી પરેશાનીઓ હોવા છતાંય તમારા અધૂરા કામ પૂર્ણ થઇ જશે. ધ્યાન રાખો કે કોઇ વ્યક્તિના કારણે તમારા ઘરની શાંતિ ભંગ થઇ શકે છે. પાડોસીઓ સાથે કોઇપણ મતભેદ કરવાથી બચવું.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ સમયે ગ્લેમર અને મહિલાઓને લગતી વસ્તુઓને લગતા વેપારમાં ફાયદો થશે. આ સમયે તમારા વ્યવસાયનું માર્કેટિંગ કરવું ફાયદાકારક રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે શારીરિક અને માનસિક રૂપથી પોતાને સશક્ત અનુભવ કરશો. તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. ઘર અને વ્યવસાય બંને માટે સારા સાબિત થશે. આર્થિક સ્થિતિ પણ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. પારિવારિક મામલાઓમાં વધારે રોક-ટોક ન કરો. બપોર પછી કોઇ ચિંતાજનક સ્થિતિ પણ બની શકે છે.

વ્યવસાયઃ- કરિયર તથા કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવા માટે કોશિશ કરવી સફળતા અપાવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે થાક અને નબળાઇ રહેશે.