તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:બ્રહ્મ અને પદ્મ નામના બે શુભ યોગથી મેષ, મિથુન, મકર સહિત 7 રાશિ માટે શુભ દિવસ, અટવાયેલું ધન પાછું મળશે, વેપાર-નોકરીમાં પ્રગતિ થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

18 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ આખો દિવસ બ્રહ્મ અને પદ્મ નામના બે શુભ યોગ સર્જાશે. આ કારણે અનેક લોકો માટે કાલનો દિવસ શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મેષ રાશિના જાતકો માટે સ્થાન પરિવર્તન સંબંધિત યોગ સર્જાઈ રહ્યા છે. વૃષભ રાશિના જાતકોના અન્ય લોકો સાથેના સંબંધોમાં સુધારો આવશે. નવાં કામ શરૂ કરવા માટે પણ અનુકૂળ સમય છે. મિથુન રાશિના જાતકો બિઝનેસમાં કોઈ નવી યોજના પર કામ શરૂ કરશે તો તેમને અવશ્ય સફળતા મળશે.

વૃશ્ચિક રાશિના ધારકો માટે પણ બિઝનેસમાં ધાર્યાં પરિણામ મળવાની આશા છે. નોકરિયાત લોકો પોતાની યોગ્યતા પ્રમાણેનો ફાયદો મેળવી શકશે. ધન રાશિના જાતકો માટે આર્થિક દૃષ્ટિએ દિવસ અત્યંત સારો રહેશે. અટવાયેલાં પેમેન્ટ મળવાની પૂરી શક્યતા છે. મકર રાશિના જાતકોનાં કોઈ કામ પૂરાં થઈ શકે છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થવાના અને તેમનાથી ફાયદો થવાના પણ યોગ છે. કુંભ રાશિના લોકોને અધિકારીઓની મદદ મળશે જેનાથી તેમનાં કામ પાર પડશે. અટવાયેલા પ્રોપર્ટી સંબંધિત મુદ્દામાં પણ સફળતા મળવાની આશા છે. આ ઉપરાંત કર્ક, સિંહ, કન્યા, તુલા અને મીન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

18 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં તમારી પ્રતિભા સામે આવશે. સ્થાન પરિવર્તનને લગતા ઉત્તમ યોગ બની રહ્યા છે. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને ખૂબ જ ગંભીર રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક આળસ વધારે રહેવાથી તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. એટલે તમારી કાર્ય ક્ષમતા અને મનોબળને જાળવી રાખો. કોઇની સાથે પણ વાદ-વિવાદમાં પડશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક સ્થિતિ બની શકે છે.

લવઃ- તમારી ગતિવિધિઓમાં જીવનસાથીને સામેલ કરવા બંનેને સંબંધોને વધારે મજબૂત કરશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સારું સંતુલન જાળવી રાખવામાં સક્ષમ રહેશો. આ સમયે આર્થિક લાભની પણ મહત્ત્વપૂર્ણ સંભાવનાઓ બની રહી છે. સંપૂર્ણ મહેનત સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેવું તેમને સફળતા અપાવશે.

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતા કોઇપણ કામને આજે ટાળો. કોઇપણ પેપર વર્ક કરતાં પહેલાં તેના અંગે યોગ્ય અભ્યાસ કરી લો. કોઇને પણ ઉધાર આપતાં પહેલાં તે રૂપિયા ક્યારે પાછા આપશે તે નક્કી કરી લો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થશે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો પણ પૂર્ણ સહયોગ તમારી ચિંતાઓને ઓછો કરશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીઓથી રાહત મળશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય ઘરની વ્યવસ્થાને સારી બનાવવામાં પસાર થશે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો તથા તેમનું માર્ગદર્શન કરવું તેમના આત્મવિશ્વાસને વધારશે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે ખર્ચ વધારે થશે. જ્યારે આવકના સ્રોત ઓછા રહેશે. કોઇ નજીકના સંબંધી સાથે મનદુઃખ થવાની સ્થિતિ બની શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું રાખો. કોઇના વ્યક્તિગત મામલે દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ નવા કામની યોજના ઉપર ગંભીરતાથી કામ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ અશક્ય કાર્યને શક્ય થવામાં મનમાં પ્રસન્નતા રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ રાહત મળશે. તથા પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કાગળને સાચવીને રાખો. અન્ય ઉપર નિર્ભર રહેવાથી નુકસાન થવાની શક્યતાઓ છે. તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવના કારણે થોડા સંબંધોમાં વિવાદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરો

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાની કાર્યશૈલી, દિનચર્યા અને ખાનપાન પ્રત્યે વિશેષ રૂપથી સજાગ રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવોનું અનુસરણ કરવું તમારા માટે લાભદાયક રહેશે. તથા તમને જીવનના પોઝિટિવ સ્તર સાથે રૂબરૂ થવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે બિલકુલ બેદરકારી કરવી યોગ્ય નથી, નહીંતર તેની નકારાત્મક અસર પરિણામ ઉપર પડી શકે છે. જમીન-જાયદાદને લગતા કોઇપણ મામલે રૂપિયાની લેવડ-દેવડ પ્રત્યે સાવધાન રહો. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવાની જવાબદારી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઇપણ પ્રકારનો મહત્ત્વપૂરણ નિર્ણય ન લેશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવા જેવી સ્થિતિ વધી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વિશેષ વ્યક્તિ સાથે લાભદાયક સંપર્ક બનશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું નિવારણ મળે તેવી આશા છે. તમે તમારી વિચારશૈલી તથા દિનચર્યામાં જ પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છો, તેમાં મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ જ ઇર્ષ્યાની ભાવનાથી સમાજ અને સંબંધીઓમાં તમારી આલોચના અને બદનામી કરવાની કોશિશ કરી શકે છે. એટલે કોઇના ઉપર વિશ્વાસ ન કરો. તમારી કાર્યપ્રણાલી ગુપ્ત રાખો. કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કર્મચારીઓ તથા સહયોગીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પ્રભાવશાળી લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે. જેનાથી તમારી વિચારશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાથી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગી પરીક્ષાને લગતું પરિણામ મળશે.

નેગેટિવઃ- કોઇપણ નવું કામ કરતાં પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે કોઇપણ પ્રકારનું રોકાણ ન કરો.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાં તમે સંબંધો તથા મિત્રો સાથે સંપર્ક જાળવી રાખશો. જેનાથી સંબંધોમાં મધુરતા રહેશે. કોઇ રાજનૈતિક વ્યક્તિ સાથે પણ મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાની કે ચિંતાનું સમાધાન મળશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડને લઇને કોઇ સાથે વાદ-વિવાદ તથા ઝઘડો થવાની સંભાવના છે. ઘરમાં મહેમાનોની અવરજવરથી અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે. પરંતુ વિપરીત પરિસ્થિતિઓને તમે કાબૂ મેળવવામાં સક્ષમ પણ રહેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થવાની આશા છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો સહયોગ વિશેષ રહેશે

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાનીથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનું વધારે સેવન કરો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મિક તથા ધાર્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે તથા તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમે તમારા કામ સમજી-વિચારીને તથા શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરશો. ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્નને લગતો યોગ્ય પ્રસ્તાવ પણ આવી શકે છે.

નેગેટિવઃ- અન્યના ઇમેલમાં પડશો નહીં નહીંતર કોઇ મુશ્કેલી ગળે પડી શકે છે. કોઇપણ અયોગ્ય કાર્યમાં રસ ન લો. કેમ કે તમારી કોઇ કોઇ ખોટો આરોપ લાગે તેવી સ્થિતિ બની શકે છે. બહારના વ્યક્તિઓના ઘરમાં દખલ ન થવા દો.

વ્યવસાયઃ- આર્થિક રૂપથી આજનો દિવસ ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક ગતિવિધિઓ તથા સુધારને લગતા કાર્યોમાં તમારો સમય પસાર થશે. તમારી પર્સનાલિટીમાં પણ નિખાર આવી શકે છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનજનક રહેશે. કોઇ અટવાયેલું કામ પણ બની શકે છે, એટલે તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે અંતર જાળવી રાખો, કેમ કે આ સંબંધ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી આત્મબળમાં ઘટાડો અનુભવ થશે. ધૈર્ય જાળવીને રાખવું તથા ફરી કોશિશ કરતાં રહો.

વ્યવસાયઃ- આજે તમને વેપારમાં નવા ઓર્ડર અને કરાર મળી શકે છે.

લવઃ- તમારા ઉપર કામનો વધારે ભાર રહેવાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની તકલીફ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ અટવાયેલાં પ્રોપર્ટીના મામલાઓમાં સફળતા મળવાની આશા છે. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ મળશે. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વાહનને લગતી ખરીદદારીના પણ યોગ્ય યોગ છે.

નેગેટિવઃ- કોઇ સાથે પણ વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. ગુસ્સા સાથે બોલવામાં આવેલી વાત અન્ય લોકોને નિરાશ કરી શકે છે. સંબંધોમાં પણ ખટાસ આવી શકે છે. મનમાં થોડી અનહોની જેવી શક્યતાઓ રહેશે.

વ્યવસાયઃ- કોઇ ઉચ્ચાધિકારીનો સહયોગ તમારા કાર્યમાં મન પ્રમાણે સફળતા પ્રદાન કરશે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનો આવવાથી દિવસભર કામ રહેશે. ભેટની લેવડ-દેવડ થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. બાળકોની કિલકારીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. એટલે બિનજરૂરી જરૂરિયાતો ઉપર કાબૂ જાળવી રાખો. અન્યના મામલાઓમાં પડવાથી તમારી પણ અપમાનજનક સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર તમે વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.