શનિવારનું રાશિફળ:શનિવારનો દિવસ કુંભ જાતકો માટે અનુકૂળ રહેશે, કોઈ બહારના વ્યક્તિની સલાહ નુકસાનદાયી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક-મકર રાશિના નોકરિયાતવર્ગ માટે શનિવાર સારો રહેશે
  • મીન સહિત 8 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

18 ડિસેમ્બર, શનિવારના રોજ શુભ તથા શ્રીવત્સ નામના શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. કર્ક તથા મકર રાશિના નોકરિયાતવર્ગ માટે દિવસ સારો રહેશે. ફાયદાકારક સમાચાર મળી શકે છે. કુંભ રાશિના જાતકોના કામ અડચણ વગર પૂરા થશે. વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

18 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઈ ખાસ વ્યક્તિ દ્વારા સહયોગ મળવાથી પોતાને ભાવનાત્મક રીતે ઘણાં મજબૂત અનુભવ કરશો. યુવાઓ પોતાની મહેનત અને યોગ્યતા સાથે ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

નેગેટિવઃ- થોડા પારિવારિક વિવાદને લઈને ભાઈઓ વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. એકબીજા સાથે સંબંધોમાં અંતર વધે નહીં તેનું ધ્યાન રાખવું. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ સ્થિતિ યથાવત રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- તણાવ જેવી સ્થિતિ સામે તમારું રક્ષણ કરો.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ફોન કે ઈમેલના માધ્યમથી કોઈ ખાસ જાણકારી મળશે જે તમારા માટે લાભદાયી સાબિત થશે. તમે તમારી પ્રતિભા અને ક્ષમતા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરશો. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે જાગરૂત રહેશે.

નેગેટિવઃ- ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ તથા થોડા સ્વાર્થની ભાવનાઓ પોતાના સ્વભાવમાં લાવો. પરિચિત લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું અંતર રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત સમસ્યાઓ રહેશે. આ સમયે તણાવ લેવાની જગ્યાએ વિવેક અને ધૈર્ય સાથે કામ કરવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બેદરકારીના કારણે શરદી થઈ શકે છે.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. અન્ય પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાના કાર્યોને અંજામ આપશો તો તમારા માટે વધારે યોગ્ય રહેશે. ઘરમાં કોઈ લગ્ન યોગ્ય સભ્યના સંબંધની વાત આગળ વધી શકે છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં અપવ્યયની સ્થિતિ રહેશે. ક્યારેક આળસ અને મોજ-મસ્તીમાં સમય ખરાબ થવાથી તમે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા ગુમાવી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ યથાવત રહેશે. કોઈ નવું કામ શરૂ કરતા પહેલાં ફરી વિચાર કરો.

લવઃ- લગ્ન સંબંધોમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત કરો તથા આયુર્વેદિક ઇલાજ કરો.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઈ તણાવ ચાલી રહ્યો છે તો વાતચીતના માધ્યમથી ચાલી રહેલાં અનેક વિવાદનો ઉકેલ મળી શકશે. કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી પણ પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમે સફળ રહેશો.

નેગેટિવઃ- કોઈ મિત્રની આર્થિક સમસ્યાઓમાં તેમની મદદ કરવી પડશે, પરંતુ તમારા બજેટનું પણ ધ્યાન રાખશો. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો માટે સમય અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો.

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વર્તમાન ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. જેથી તમે તમારી અંદર અદભૂત શાંતિ અને ઊર્જા અનુભવ કરશો. નાના મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના પણ મળી શકે છે.

નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી સાવધાન રહો. યુવાઓ પોતાના પ્રોજેક્ટને લઈને મન પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવ ન લે. કોઈની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન કર્યું છે, તેનાથી તમે ઘણું પોઝિટિવ અનુભવ કરશો. પોતાની સમજણ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઈની પરેશાનીમાં વચ્ચે દખલ ન કરો. તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈ સાથે પણ ઉધારીનો મામલો રાખશો નહીં. આ સમયે વધારે મેલજોલ પણ રાખવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ફાયનાન્સને લગતી ચિંતા દૂર થવાથી તણાવ દૂર થશે તથા જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ પણ બનશે. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે સંપર્ક બનશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. ધ્યાન રાખો કે થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાના કારણે માનહાનિ કે અફવાહ ફેલાવવા જેવી ગતિવિધિ કરી શકે છે.

વ્યવસાયઃ- તમારી વ્યાપારિક ગતિવિધિઓને સીક્રેટ રાખવી જરૂરી છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની સાથે ચલાવો.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિવારમાં ભવિષ્યને લગતી કોઈ યોજના ઉપર કામ થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી પણ રાહત મળી શકે છે. ઘરના વડીલોના અનુભવો તથા સલાહનું પણ પાલન કરો.

નેગેટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત શોપિંગ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. નુકસાન થઈ શકે છે. સાવધાન રહો, પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે સુખદ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ એસિડિટી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ અનુભવી અને ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. છેલ્લાં થોડા સમયથી જે કામને લઈને કોશિશ કરી રહ્યા હતાં, હવે તેમાં શુભ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં તેના લાભ હાનિવને લગતી યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. કેમ કે આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. થણાવ લેવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્ની ઘરની વ્યવસ્થાને લઈને થોડા પરેશાન રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે પોઝિટિવ પરિસ્થિતિઓ બની રહી છે. તમારા નિર્ણય ઉત્તમ રહેશે તથા પોતાની સાથે-સાથે પરિવારના લોકોનું પણ મનોબળ જાળવી રાખશો. અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- જો તણાવ કે વિઘ્ન જેવી સ્થિતિ બને ત્યારે થોડો સમય એકાંતમાં પસાર કરો. કોઈ નજીકના વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના ઘટવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા ઇન્ટરનેટને લગતા કાર્યોમાં ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર અનુકૂળ છે. આ સમયનો સદુપયોગ કરો. ઘરના કોઈ લગ્ન યોગ્ય સભ્ય માટે ઉત્તમ સંબંધ આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહે.

નેગેટિવઃ- કોઈની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયી રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. નવા સંપર્ક સ્થાપિત કરતા પહેલાં વિચાર કરી લો.

વ્યવસાયઃ- વેપારને લગતી નાની-મોટી ભૂલો થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ અને પોલ્યૂશન સામે તમારું રક્ષણ કરો.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો પરંતુ તમે તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો. તેનાથી તમે પોતાને પોઝિટિવ અને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ- ફાયનાન્સને લગતી ગતિવિધિઓમાં થોડી ભૂલ થઈ શકે છે એટલે સાવધાન રહો. યુવાઓનો મિત્રો સાથે કોઈ મતભેદ થવાથી વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે માનહાનિ પણ શક્ય છે.

વ્યવસાયઃ- વેપારને લગતી થોડી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- કામનો ભાર હોવા છતાંય તમે પરિવારના લોકોની સાથે સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.