શુક્રવારનું રાશિફળ:શુક્રવારનો દિવસ ધન રાશિના લોકો માટે ધનદાયક રહેશે, જાતકોએ વેપારમાં વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે

એક વર્ષ પહેલા
  • તુલા રાશિના જાતકોનાં અટકેલાં કામો પૂરાં થઈ શકે છે, પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે સારો દિવસ

18 ડિસેમ્બર, શુક્રવારના રોજ તિથિ, વાર, નક્ષત્ર તથા ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. સર્વાર્થસિદ્ધિયોગ તથા રવિયોગ આખો દિવસ રહેશે. શુક્રવારે ગ્રહ-નક્ષત્રની શુભ સ્થિતિનો સીધો ફાયદો 6 રાશિને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિના જાતકોને ધન લાભ તથા જોબ-બિઝનેસમાં પ્રગતિની તકો મળી શકશે. આ ઉપરાંત મેષ, સિંહ, ધન, કુંભ તથા મીન રાશિના જાતકો માટે મધ્યમ દિવસ રહેશે. તો મિથુન રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું.

18 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે થોડાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાની યોગ્ય સંભાવના બની રહી છે, એટલે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. જો પ્રોપર્ટીને લગતાં કોઇ કામ પણ અટવાયેલાં છે તો એ અંગે વિચાર કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ અજાણી વ્યક્તિ સાથે કોઇ સંપર્ક ન રાખો. એનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યારેક નાની નકારાત્મક વાત પર ગુસ્સે થઇ જવું તમારાં બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- મશીન કે કારખાનાને લગતા વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થામાં તમારું વિશેષ યોગદાન તમને સમાજમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ કરાવશે. તમારાં પોતાનાં વ્યક્તિગત કામ પણ આજે યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- પાડોશીઓ સાથે કોઇપણ વાદ-વિવાદમાં પડશો નહીં, કેમ કે એને કારણે પોલીસ સ્ટેશનનાં ચક્કર વધી શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત હોવાને કારણે વેપારમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પરિવારની સમસ્યાને લઇને થોડો વિચારભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે આ રાશિના જાતકો ખૂબ જ કામમાં રહેશે. પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની વ્યક્તિગત તથા આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત રાખો. તેનાં યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. ઘરના વડીલના સ્નેહ અને આશીર્વાદ તરીકે કોઇ ભેટ પણ મળી શકે છે.

નેગેટિવઃ- અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગૂંચવાશો નહીં, તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિને ખૂબ જ સહજ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આજે મેન્યુફેક્ચરિંગ વ્યવસાયમાં થોડા નુકસાનની સંભાવના છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવથી પોતાને દૂર રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. આજે મોટા ભાગનો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિક શાંતિ અને શુકન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું હોય તો આજે એના પર ધ્યાન આપો.

નેગેટિવઃ- યુવા વર્ગ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓ પર ધ્યાન આપે. આ સમયે અસામાજિક લોકો સાથે તમારી મિત્રતા થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી યોજનાઓને કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયક સાબિત થઇ શકે છે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય નથી. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં વધારે ધ્યાન રહેશે તથા સફળતા પણ મળશે.

નેગેટિવઃ- આર્થિક મામલે વધારે સાવધાની જાળવવી. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું. તમે તમારી સુખ-સુવિધાઓને નજરઅંદાજ કરીને અન્ય માટે વધારે સમય પસાર કરશો.

વ્યવસાયઃ- વેપારની દૃષ્ટિએ સમય ઠીક જ રહેશે.

લવઃ- લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતને કારણે તણાવ અને નબળાઇ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલે પણ કોઇ વિશેષ સફળતા મળી શકે છે. આ સમયે બધી ગતિવિધિઓ સમયે પૂર્ણ થવાથી શુકન મળશે.

નેગેટિવઃ- જમીનને લગતા વિવાદોમાં થોડો તણાવ મળ્યા પછી ઉકેલ મળે એવી સંભાવના છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યમાં વિઘ્ન પેદા કરવા માટે સક્રિય રહેશે, એટલે કોઇની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયની યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ કરવા જરૂરી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે પ્રોપર્ટી કે કોઇ અટવાયેલા મામલાનો ઉકેલ મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારાં વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં રહેશે અને તમે સફળ પણ રહેશો.

નેગેટિવઃ- બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિ જાણ થયા પછી થોડી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી ખૂબ જ જરૂરી છે. કોઇ કાઉન્સિલર સાથે ચર્ચા-વિચારણા કરો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી છે.

લવઃ- તમારા આ મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામમાં વિઘ્ન આવવાના કારણે અકારણ જ તણાવ હાવી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું શ્રેષ્ઠ રહેશે. પ્રેક્ટિકલ થઇને તમે તમારા કામને અંજામ આપશો તો વધારે સફળ રહેશો. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે, જેથી સમય સારો પસાર થશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના સરકારી કાર્યને બેદરકારીને કારણે અધૂરાં છોડશો નહીં, નહીંતર કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. પ્રોપર્ટી સાથે જોડયેલા કોઇ મામલે વધારે ગૂંચવાઇ શકો તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- આજે કોઇ વ્યાવસાયિક યોજના સફળ થવાની આશા છે.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને નિરાશાને તમારા પર હાવી થવા દેશો નહીં.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ધનદાયક છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઇ શંકા દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત સુખ આપશે. મોટા ભાગના કામ સમયે પૂર્ણ થઇ જવાથી મનમાં સંતોષ રહેશે.

નેગેટિવઃ- ઘરમાં બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિઓને લઇને ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહેશે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. સરકારી કાર્યોમાં કોઇપણ પ્રકારની દખલ કરશો નહીં. કોઇ નજીકના સંબંધી સાથે સંબંધમાં થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે શારીરિક રૂપથી થોડા આરામની જરૂરિયાત છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે થોડા મહત્ત્વપૂર્ણ લોકોની વચ્ચે સારો સમય પસાર થશે. સારા લોકો સાથે સંપર્કમાં રહેવાથી તમારી પણ પ્રતિષ્ટા વૃદ્ધિ થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા વર્ગને જલદી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સાસરિયાં પક્ષ સાથે કોઇ વાતને લઇને થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમી રહેશે. ચિંતા ન કરશો, સમય પ્રમાણે વસ્તુઓ ઉકેલાઇ જશે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો ઘરમાં રિનોવેશન કે સુધારાને લગતી યોજના બની રહી છે તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવક અને વ્યયમાં સમાનતા જળવાયેલી રહેશે. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

નેગેટિવઃ- પાડોશી સાથે થોડો મતભેદ થવાની સ્થિતિ બની રહી છે, જેનાથી તમારાં માન-સન્માન પર થોડી આંચ આવી શકે છે. ખોટા વાદ-વિવાદમાં ગૂંચવાશો નહીં. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક તથા વ્યક્તિગત મામલે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- ઇમ્યુન સિસ્ટમ સારી જાળવી રાખવા માટે સારો ખોરાક લેવો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ શુકનમાં પસાર થશે. આર્થિક મામલે સફળતા મળશે. કોઇ જમીનને લગતાં અટવાયેલાં કાર્યોને ઉકેલવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- આવકનાં સાધન તો વધશે, પરંતુ સાથે જ બિનજરૂરી ખર્ચ પણ સામે આવશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય ખર્ચ ન કરો, તેની ખરાબ અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સમય પ્રમાણે પોતાને ઢાળવાનો પ્રયાસ કરશો તો તણાવમુક્ત રહેશો.