સોમવારનું રાશિફળ:સોમવારના દિવસે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ અતિશુભ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 એપ્રિલ, સોમવારના રોજ સિદ્ધિ તથા મિત્ર નામના બે શુભ યોગ બની રહ્યા છે. તુલા રાશિ માટે બિઝનેસમાં સારી સ્થિતિ રહેશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. પ્રમોશનના યોગ છે. મીન રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકો લેવડ-દેવડમાં સાવચેતી રાખે. કર્ક રાશિને નુકસાન થવાના યોગ છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ શુભ રહેશે.

18 એપ્રિલ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– ઘરના વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહેશે. કુલ મળીને દિવસ શાંતિપૂર્ણ પસાર થશે

નેગેટિવઃ– કોઈ પ્રકારનો તણાવ તમારા ઉપર હાવી થઈ શકે છે. અસ્વસ્થતાના કારણે પણ થોડા કામ અધૂરા રહી શકે છે. ચિંતા ન કરો. તેનાથી તમને કોઈ નુકસાન થશે નહીં અને જલ્દી જ પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે.

વ્યવસાયઃ– કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી તમારા અટવાયેલાં કાર્યો આગળ વધી શકે છે.

લવઃ– પારિવારિક વ્યવસ્થા શાંતિપૂર્ણ રહેશે

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરને લગતી પરેશાની વધી શકે છે, જેના કારણે નબળાઈ રહેશે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– તમારું યોજનાબદ્ધ અને ડિસિપ્લિનથી કામ કરવું અનેક કાર્યને યોગ્ય રીતે સંપન્ન કરશે. પરિવારમાં પણ અનુશાસન જળવાયેલું રહેશે. રાજનૈતિક સંબંધ મજૂબત થઈ શકે છે. જેનાથી જનસંપર્કની સીમા પણ વધશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે આળસના કારણે તમારા કામ અટકી શકે છે. સાથે જ બહારના વ્યક્તિઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો, કેમ કે કોઈ પ્રકારનો દગો થવાની શક્યતા છે.

વ્યવસાયઃ– વેપારમાં તમારા સંપર્ક સૂત્રની સીમાને વધારો.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગુસ્સા અને તણાવના કારણે શારીરિક નબળાઈ અનુભવ થઈ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમે કામની જગ્યાએ પોતાના વ્યક્તિગત કાર્યો તથા રસના કામ ઉપર વધારે ધ્યાન આપશો. આવું કરવાથી તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર થશે તથા રોજિંદા થાકથી પણ તમને રાહત મળી શકે છે.

નેગેટિવઃ– કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થવાથી તણાવનું વાતાવરણ રહેશે. તમારી દખલ અને સલાહથી અનેક સમાધાન પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી ચિંતા પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વેપારમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– એલર્જી કે ચામડીને લગતી કોઈ મુશ્કેલી રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખશો. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉન્નત વિચાર દ્વારા અનેક સફળતાઓ પણ પ્રાપ્ત થશે. જો કોર્ટ કેસને લગતો સરકારી મામલો ચાલી રહ્યો હોય તો આજે થોડું પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે.

નેગેટિવઃ– કોઈ સંબંધી કે ગાઢ વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના ઘટવાથી મનમાં નિરાશા રહી શકે છે. ક્યારેક અકારણ જ ગુસ્સો આવી જવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. રૂપિયાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો

વ્યવસાયઃ– વેપારમાં કામની ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ– બાળકોની ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ રીતે નજર રાખો.

સ્વાસ્થ્યઃ– તમારા કામના કારણે પગ તથા કમરના દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. તમે કોઈ સભામાં સન્માનિત પણ થઈ શકો છો. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ વધારે સુકૂન અને રાહત અનુભવ થઈ શકે છે.

નેગેટિવઃ– કોઈ-કોઈ સમયે તમે તમારા સ્વભાવમાં થોડું ચીડિયાપણું અનુભવ કરી શકો છો. તમારી આ ખામીમાં સુધાર લાવો. કેમ કે તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. યાત્રાને લગતા કોઈપણ કામ ટાળો કેમ કે લાભની કોઈ આશા નથી.

વ્યવસાયઃ– વેપારમાં પબ્લિકને લગતા રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવો

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમે તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી અનુભવ કરી શકો છો.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– આજનો મોટાભાગનો સમય ધર્મ-કર્મને લગતી ગતિવિધિઓમાં પસાર થશે. જેથી માનસિક શાંતિ પણ મળી શકે છે. રાજનૈતિક વ્યક્તિઓ સાથે મુલાકાત લાભદાયી સાબિત થશે. જો જમીનને લગતું કોઈ નિર્માણ અટકી રહ્યું હોય તો આજે તેના અંગે કોઈ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– થોડા નજીકના વ્યક્તિઓની કોઈ વાતને લઇને મનમાં શંકા કે નિરાશા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પોતાના વિચારોમાં સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો. કામકાજમાં પણ થોડા પડકારનો સામનો કરવો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સમજણ અને દૂરદર્શિતા સાથે કામ લેવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની બંને મળીને ઘર-પરિવારની દેખરેખને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ કે વાઈરલ થઈ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– ઘરના વાતાવરણને અનુશાસિત અને સુખમય જાળવી રાખવામાં તમારી વિશેષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. નજીકના સંબંધીઓના ઘરમાં આવવાથી કોઈ ખાસ મુદ્દે ગંભીરતા સાથે વાતચીત થશે.

નેગેટિવઃ– બાળકો ઉપર વધારે અંકુશ ન લગાવો. તેનાથી તેમની અંદર વધારે નિરાશા જેવી ભાવના જન્મી શકે છે. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો

વ્યવસાયઃ– ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને લગતા કાર્યોમાં કોઈ મહત્ત્વપૂર્ણ ડીલ પૂર્ણ થઈ શકે છે.

લવઃ– લગ્નસંબંધોમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– થાક અને અનિદ્રા જેવી પરેશાની અનુભવ થશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ કરો. તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેશો. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં જૂના વિવાદો પણ ઉકેલાઈ જશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક વિના કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડશે. એટલે પોતાના વ્યવહારમાં પોઝિટિવિટી જાળવી રાખવી અતિ જરૂરી છે.

વ્યવસાયઃ– જમીનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોમાં આજે પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે.

લવઃ– કોઈ જૂની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– લોહીને લગતું કોઈ ઇન્ફેક્શન થઈ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે તમારા જીવનમાં થોડી ઘટના ઘટવાની શક્યતા છે. જેનો પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ રીતે તમારા પરિવાર ઉપર પડી શકે છે. સમાજમાં કોઈ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને ખાસ મહત્ત્વ આપવામાં આવી શકે છે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે કોઈ તમારું નજીકનું વ્યક્તિ કે મિત્ર ઇર્ષ્યાની ભાવનાથી તમારી છાપ ખરાબ કરી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તેના બધા સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ– વેપારમાં આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી પારિવારિક વ્યવસ્થા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરમાં રહીને પારિવારિક સભ્યો સાથે પસાર કરો. તેનાથી રોજિંદા દિનચર્યામાં થોડો ફેરફાર આવી શકે છે. સાથે જ એકબીજા સાથેના સંબંધો પણ અતિ ગાઢ બનશે

નેગેટિવઃ– સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડા કામ અધૂરા રહી શકે છે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પારિવારિક સભ્યોનો સહયોગ તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સહાયક રહેશે.

વ્યવસાયઃ– આજે વેપારમાં પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહી શકે છે.

લવઃ– પારિવારિક જીવન ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી કોઈપણ પ્રકારની એલર્જી થઈ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– તમારું ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વધારે વિશ્વાસ કરવું તમને વધારે પોઝિટિવ બનાવી રહ્યું છે. કેમ કે કર્મથી ભાગ્યને આપમેળે જ બળ પ્રાપ્ત થશે. કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો પણ અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખે કે ઘરમાં કોઈ નાની વાતને લઇને ખૂબ જ મોટો મુદ્દો ઊભો થઈ શકે છે. કોઈપણ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર ઉપર થવા દેશો નહીં. ઘરના બધા સભ્યોએ સમસ્યાનો સાથે ઉકેલ લાવવો.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ, મીડિયા વગેરેને લગતા વ્યવસાયમાં આજે ફાયદાકારક સ્થિતિ રહેશે,

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ– આજે શુભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે તથા તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. લાભના પણ નવા માર્ગ મળી શકે છે. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતા કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસ જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વ્યવહારને સંયમિત જાળવી રાખો. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેમને શરૂ કરવી પણ અતિ જરૂરી છે. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ– વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે આજે વેપારને લગતા મોટાભાગના કાર્યો ઘરેથી જ કરવાં.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– થાઈરોઈડને લગતી સમસ્યા વધી શકે છે.