તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

17 સપ્ટેમ્બરનું રાશિફળ:ગુરુવારે મિથુન સહિત 3 રાશિના જાતકોને ખર્ચ વધારે થશે, 3 રાશિના લોકોએ લગ્નજીવનમાં સાચવવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. તમારા સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયક રહેશે. થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વમાં વધારે પોઝિટિવ ફેરફાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેનાથી તમને સામાજિક અને પારિવારિક પ્રોત્સાહન પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાતચીત અથવા કામ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય વિચાર તથા તપાસ કરી લો. નાની બેદરકારીથી તમારી સાથે દગાબાજી થઇ શકે છે.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇપણ પ્રકારના પરિવર્તન કરવાની કોશિશ કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી પ્રભાવશાળી તથા મીઠી વાણી દ્વારા અન્ય ઉપર પોતાનો પ્રભાવ બનાવી લેશો. લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત પણ થશે. ઘરમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિના આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર વિચાર થશે.

નેગેટિવઃ- ક્યારેય વધારે આત્મ કેન્દ્રિત થવું તથા અહંકારની ભાવના રાખવાથી તમારી વાતચીતમાં થોડો વિવાદ થવાની સ્થિતિ બની રહી છે. તમારા ગુણોનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો.

વ્યવસાયઃ- આજે તમારું અટવાયેલું પેમેન્ટ કલેક્ટ કરો તથા આર્થિક સ્થિતિઓને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પરિવારના સભ્યો સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝ તથા બ્લડ પ્રેશરની તકલીફ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે ધનને લગતી થોડી નીતિઓની યોજના બનાવશો. તેમાં સફળ પણ રહેશો. પારિવારિક સુખ-સુવિધાઓ ઉપર પણ ખર્ચ થશે. કોઇ નજીકના મિત્રને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાની તક મળશે.

નેગેટિવઃ- વધારે ખર્ચના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે. તેનું ધ્યાન રાખો. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આંતરિક સુધાર કે સ્થાનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર સમય પસાર થશે. આજે તમને સફળતા પણ પ્રાપ્ત થશે. ખર્ચ વધારે રહેશે પરંતુ આવકના સાધનો પણ મળી રહેવાથી મુશ્કેલીઓ અનુભવાશે નહીં.

નેગેટિવઃ- થોડો સમય પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. વધારે આત્મ કેન્દ્રિત થવું તમારા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિનું યોગદાન તમારા માટે વ્યવસાયને લગતી નવી ઉપલબ્ધિઓ પ્રદાન કરશે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો, માઇગ્રેન જેવી મુશ્કેલીઓ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. જો કોઇ પ્રોપર્ટી વેચવાને લઇને યોજના બની રહી છે તો તેના ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને બેદરકારી કરશો નહીં. કોર્ટને લગતો કોઇ મામલો હાલ ગુંચવી શકે છે. એટલે યોગ્ય વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગ તથા મીડિયાને લગતાં બધા કામ યોગ્ય રીતે સંપન્ન થશે.

લવઃ- પતિ-પત્નીમાં મીઠો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને થાકની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના લોકો પોતાના કામ પ્રત્યે પૂર્ણ રૂપથી સમર્પિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે યોગ્ય ભાગ્યનું નિર્માણ કરી રહી છે, તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- આજે મનમાં થોડાં નકારાત્મક વિચાર પણ ઊભા થઇ શકે છે. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ પડશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પ્રત્યે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ- પરિવાર તથા વ્યવસાયની વચ્ચે યોગ્ય તાલમેલ રાખવાથી બંને બાજુ સુકૂનનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં પસાર થશે. બાળકના કરિયરને લગતી સમસ્યાઓને કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી ઉકેલવામાં સફળતા મળશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમે તમારા સ્વભાવમાં ચીડિયાપણું તથા નિરાશાનો અનુભવ કરશો. જેની અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રણાં બહારના તથા પબ્લિક સાથે તમારા સંબંધ વધારે મજબૂત બનાવો.

લવઃ- ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જાળવી રાખવું અતિ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જા અને આત્મબળની અછત રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારી કાર્ય પ્રણાલીમાં થોડાં પરિવર્તન સંબંધી યોજનાઓને ગતિ આપશો. જેનાથી તમારી કાર્યક્ષમતા વધારે મજબૂત થશે. ધર્મ-કર્મ સાથે જોડાયેલાં મામલાઓમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- વારસાગત સંપંત્તિ સંબંધિ કોઇ વાદ-વિવાદ વધી શકે છે. આજે તેની સાથે સંબંધિત કાર્યોને ટાળો. ધન સંબંધિત કાર્ય કરતી સમયે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- હાલ કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ યોગ્ય રીતે શરૂ રહેશે. આ સમયે કરેલી મહેનત નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત કરાવશે.

લવઃ- જીવનસાથીને તમારો ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે મોટાભાગનાકામ જાતે જ યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા કામમાં મુશ્કેલીઓ આવી જવાથી થોડો સમય ખર્ચ થશે. પરંતુ ફરીથી તમારી એનર્જીને એકઠી કરીને કામ પર લાગી જાવ. તમે સફળ થશો.

વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓમાં કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, તાવ અને ગળાને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવું તથા સહયોગ કરવો તમને ખૂબ જ વધારે માનિસક શાંતિ આપશે. સાથે જ, તમારા માન-સન્માન અને આત્મિક ઉન્નતિમાં પણ વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે ખૂબ જ સાવધાની રાખો. નાની ભૂલ પણ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમને અનુભવ થશે કે, કોઇ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને મળી રહ્યો છે. બધા કામ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. તમને આત્મિક શાંતિનો અનુભવ થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારી દખલ તેમના માટે અનુકૂળ સાબિત થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનના કારણે શરીરમાં દુખાવો અને હળવો તાવ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. મિત્ર તથા સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમતાને માનશે. બાળકો તરફથી કોઇ સંતોષજનક પરિણામ પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતો તમારા સ્વભાવમાં આવવા દેશો નહીં. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારો વ્યવહારિક દૃષ્ટિકોણ કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓને ઉકેલવામાં સક્ષમ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો