સોમવારનું રાશિફળ:સોમવારના દિવસે કુંભ જાતકોએ સાચવવું, થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

17 ઓક્ટોબર, સોમવારના રોજ શિવ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. તુલા રાશિના નોકરિયાત વર્ગનું પ્રમોશન થાય તેવી શક્યતા છે. મકર રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતાં વર્ગ માટે દિવસ શુભ છે. વૃષભ રાશિ માટે રોકાણ કરવા માટે દિવસ શુભ નથી. સિંહ રાશિને નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

17 ઓક્ટોબર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇ અટવાયેલા પેમેન્ટનો થોડો ભાગ વસૂલ થઇ શકે છે. તેનાથી મનમાં સંતોષનો ભાવ રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે યોજનાઓ બનાવી રહ્યા હતાં હવે તેને શરૂ કરવાનો સમય છે, કોશિશ કરતા રહો.

નેગેટિવઃ- અન્ય ઉપર શંકા કરવાથી સંબંધ ખરાબ થઇ શકે છે, એટલે પોતાની વિચારધારામાં લચીલાપણું લાવવું જરૂરી છે. વિપરીત પરિસ્થિતિઓમા ભાવનાઓ કે આવેશમાં ન આવશો. સંતાનની કોઇ સમસ્યામાં તેમની મદદ કરો.

વ્યવસાયઃ- હાલ વર્તમાન વ્યવસાય ઉપર જ ધ્યાન આપો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથીની સલાહ લો, ચોક્કસ જ તમને યોગ્ય માર્ગદર્શન મળી શકશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાન અને દિનચર્યાના કારણે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. એટલે દિવસની શરૂઆતમાં જ પોતાના કાર્યોની રૂપરેખા બનાવી લો. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારો યોગ્ય સમય પસાર થશે. મનમાં પણ પ્રસન્નતા અને ઊર્જા બની રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઇ સંબંધી સાથે મતભેદની શક્યતા છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ક્યારેય કોઇ મુશ્કેલી આવે ત્યારે અનુભવી વ્યક્તિની સલાહ લો. તમારો પોતાનો કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ વ્યવસાયને લગતી મુશ્કેલીઓ આવવાથી વડીલો અને અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લવઃ- પરિવારની સમસ્યાઓને સમજો અને તેને ઉકેલવા માટે સમય કાઢો

સ્વાસ્થ્યઃ- નિયમિત યોગ અને કસરત કરવી તમારા સ્વાસ્થ્યને ઉત્તમ રાખશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા જળવાયેલી રહેશે. સામાજિક ગતિવિધિઓમાં તમારો વિશેષ સહયોગ પણ રહેશે. પારિવારિક વિવાદ કે મનમુટાવ દૂર કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કોઇપણ નવી યોજનાને શરૂ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ કરવાથી ઘરની વ્યવસ્થા તણાવપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ ચિંતાના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જૂના મિત્ર સાથે મુલાકાત તમને ફ્રેશ કરશે. તમારા કોઇ રસપૂર્ણ કાર્યમાં સમય પસાર કરવાથી તમને પ્રસન્નતા મળી શકે છે. અન્ય પાસેથી મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્યપ્રણાલી અને કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- ઘરના વડીલોનું સન્માન અને આદર જાળવી રાખવો તમારી જવાબદારી છે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરે. આ સમયે રૂપિયા ઉધાર ન લો મુશ્કેલી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર તરત જ નિર્ણય લેવાની કોશિશ કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે શરીરમાં થોડી શિથિલતા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે દિવસ સામાન્ય જ પસાર થશે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવ થશે. વિવાદિત સંપત્તિને લગતો મામલો વડીલોની મદદથી ઉકેલવાની કોશિશ કરો, તેનાથી વાત બની શકે છે.

નેગેટિવઃ- આ સમયે નવી જવાબદારી તમારા ઉપર આવશે. જેના કારણે ચિંતા રહેશે. રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરી લો. વાત વિના કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. તેનાથી તમારી પરેશાની વધી શકે છે.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગના કામ યોગ્ય રીતે શરૂ થઇ જશે, જેનાથી મનમાં સંતોષ રહેશે. પારિવારિક સુખ-સુવિધાઓની શોપિંગ કરવામાં ખર્ચ વધારે રહેશે. પારિવારિક લોકોના સુખના કારણે ખર્ચનું દુઃખ થશે નહીં.

નેગેટિવઃ- આ સમયે ધનની લેવડ-દેવડ કે ઉધારને લગતી ગતિવિધિઓથી દૂર રહો. કોઇ સાથે વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. હાલ નિર્ણય લેવામાં પણ થોડી મુશ્કેલી રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ થોડી ધીમી જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારો ધૈર્ય અને સંયમ તમારી કાર્યપ્રણાલીને યોગ્ય જાળવી રાખવામાં સફળ રહેશે. બાળકોના એડમિશનને લગતી કોઇ સમસ્યા દૂર થશે. થોડો સમય ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળશે.

નેગેટિવઃ- ક્યારેક આળસ અને સુસ્તીના કારણે તમે તમારા કામને ટાળવાની કોશિશ કરશો. તમારા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોસિશ કરો. કોઇપણ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક લોકો સાથે પણ થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિનું સાનિધ્ય મળશે. આજે તમારી કોઇ મહત્ત્વકાંક્ષાને પૂર્ણ કરવાનો દિવસ છે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે, તો તેના ઉપર જરૂર ધ્યાન આપો.

નેગેટિવઃ- ભાવનાઓમાં આવીને તમે કોઇ ખોટો નિર્ણય લઇ શકો છો, એટલે તમારા વિચારો વ્યવહારિક રાખો. ક્યારેક મનમાં અનહોની થવાનો ભય પણ રહેશે.

વ્યવસાયઃ- મીડિયા, માર્કેટિંગને લગતા વ્યવસાયમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ ખૂબ જ સારું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી થોડી નબળાઈ અનુભવ કરી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કામ વધારે રહેશે પરંતુ મન પ્રમાણે સફળતા મળવાથી ઉત્સાહ પણ જળવાયેલો રહેશે. તણાવમુક્ત થઇને તમે આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો.

નેગેટિવઃ- ક્યારેક વર્તમાન વાતાવરણના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. થોડો સમય પોઝિટિવિટી અને રસના કાર્યોમાં પણ અવશ્ય પસાર કરો. આળસ અને બેદરકારીને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- તમારા કાર્યક્ષેત્રમાં કોઇ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

લવઃ- આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં પરિવાર સાથે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ નિર્ણય લેતા પહેલાં પરિવારના લોકો કે કોઇ નજીકના મિત્રની સલાહ લો, તેમની સલાહ તમારા માટે ઉન્નતિનો કોઇ નવો માર્ગ ખોલી શકે છે. જો ઘરની દેખરેખ કે સુધારને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- વાહન કે ઘરને લગતી કોઇ વસ્તુની ખરીદદારી કરવાની યોજનાને હાલ ટાળો તો સારું રહેશે. આ સમયે અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. ધ્યાન રાખો કે તમારી જ કોઇ જિદ્દ તમારા સંબંધોમાં અંતર વધારી શકે છે.

વ્યવસાયઃ- કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો, ફોન દ્વારા તમને યોગ્ય ઓર્ડર મળી શકે છે.

લવઃ- કુંવારા લોકો માટે યોગ્ય સંબંધ આવે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે થોડા પડકાર સામે આવશે. તેમનો સ્વીકાર કરો, તમને ચોક્કસ સફળતા મળશે. તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવાના કારણે સમાજમાં પણ તમારું માન-સન્માન વધશે. ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે સાવધાન રહેવું. અન્યની સલાહ ખોટી સાબિત થઇ શકે છે. એટલે તમારી ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. વિદ્યાર્થીઓને પોતાના કોઇ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં મહેનત વધારે રહી શકે છે. આ સમયે કોઇપણ જગ્યાએ રૂપિયાનું રોકાણ ન કરો.

લવઃ- પરિવારમાં કોઇ મુદ્દાને લઇને થોડો તણાવ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનનો પ્રયોગ પણ સાવધાનીપૂર્વક કરવાની જરૂરિયાત છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. તમારી છેલ્લી થોડી ગતિવિધિઓથી બોધપાઠ લઇને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો પોઝિટિવ ફેરફાર લાવશો. યુવાઓને પણ તેમની મહેનતનું શુભ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ખોટા ખર્ચથી તમારું બજેટ ખરાબ થઇ શકે છે. કોઇ બહારનું વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારું યોગદાન જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓ અંગે વધારે પ્રચાર કરવો જરૂરી છે.

લવઃ- પારિવારિક સભ્યમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન રાખી શકો છો.

અન્ય સમાચારો પણ છે...